5 અજીબોગરીબ લગ્ન : ક્યાંક વ્હીલચેર પર નવવધુ તો ક્યાંક 23 વર્ષની છોકરી માટે 65 વર્ષનો વૃદ્ધ…

વર્ષ ૨૦૧૯ માં ઘણા બધા લગ્ન થયા. આ વર્ષ કાંઈક એવા વિચિત્ર એવા લગ્નો જોવા મળ્યા જે જોઇને લોકો આશ્ચર્યચકિત રહી ગયા. આજે અમે તમને એવા લગ્નો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેણે બધાનું ધ્યાન તેની તરફ આકર્ષિત કરી લીધું.

તસ્વીરો દ્વારા જાણો કાંઈક એવા જ વિચિત્ર એવા લગ્નો વિષે….

1. સૌથી પહેલા અમે તમને જણાવીએ છીએ પંજાબની એક ઘટના વિષે. પંજાબમાં ૨૩ વર્ષની યુવાન છોકરીના ૬૫ વર્ષના વૃદ્ધ સાથે લગ્ન થયા. આ લગ્નને લઈને બધાના મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે, ખરેખર તેણે એક વૃદ્ધ માણસ સાથે લગ્ન કેમ કર્યા? છોકરી ઘણી જ સુંદર છે. તેને પોતાની ઉંમરના ઘણા જ સારા છોકરા મળી જાત. પણ તેણે એક વૃદ્ધ સાથે લગ્ન કર્યા

આ વૃદ્ધ વ્યક્તિની પત્નીનું મૃત્યુ થઇ ગયું છે. પરંતુ તેની પાસે ઘણી મિલકત છે. છોકરી ઘણી ગરીબ કુટુંબની છે. પોતાની દીકરીને એક સારું અને સુંદર જીવન મળી શકે તે, વિચારીને છોકરીના માં-બાપ લગ્ન માટે તૈયાર થઈ ગયા. આ લગ્ન બંને કુટુંબોની સહમતીથી થયા. વૃદ્ધ વ્યક્તિએ દહેજ તરીકે ૧ રૂપિયો પણ ન લીધો. તે કારણે જ છોકરીના માં-બાપ લગ્ન માટે તૈયાર થઇ ગયા.

2. હવે અમે તમને જણાવીએ છીએ એક એવા વરરાજા વિષે જેણે જાન લઇ જતા પહેલા શહીદોને નમન કર્યું. આ વરરાજાના લગ્નમાં શરણાઈને બદલે ભારત માતાની જયના સુત્રોચાર કર્યા અને લોકોએ એ મેરે વતન કે લોગો ગીત ગાયું. આ કિસ્સો હરિયાણાનો છે. હરિયાનાના જિંદમાં જૂલાના તાલુકાના ગામ દેવગઢમાં આ અનોખા લગ્ન કરવામાં આવ્યા. અહિયાં એક મજુરના દીકરાએ લગ્ન પહેલા એક નવી શરુઆત કરી.

વરરાજાએ જાન કાઢતા પહેલા શહીદોને યાદ કરવા તેની મૂર્તિને નમસ્કાર કર્યા. લગ્નના દિવસે જ્યારે જાન નીકળતા પહેલા તમામ રીત રીવાજ નિભાવવામાં આવી રહ્યા હતા, ત્યારે વરરાજાએ ગામમાં લાગેલી શહીદોની મૂર્તિ સામે જઈને પોતાના નવા જીવનની શરુઆત કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યાર પછી તે જાનને લઈને પોતાના ઘરેથી નીકળ્યા. જાન કાઢતા પહેલા મંદિરોમાં જઈને દેવી દેવતાઓના આશીર્વાદ લેવાનો નિયમ છે. અહિયાં વરરાજાએ ગામના મંદિરોમાં પણ શહીદની જ પૂજા કરી, આ લગ્ન આખા ગામ અને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો.

3. હવે અમે તમને એક એવા જોડા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે એકદમ અલગ રીતે જ લગ્ન કર્યા. આ લગ્નમાં દુલ્હને વ્હીલ ચેયર ઉપર બેસીને સાત ફેરા લીધા. આ લગ્ન હિસારના સર્વોદય હોસ્પિટલમાં થયા. અહિયાંના ગામ ઢાણી મોહબ્બતપુરના રહેવાસી કોન્સ્ટેબલ નીલમની જાન ગામમાં આવવાની હતી. પરંતુ લગ્નના ૪ દિવસ પહેલા રોડ અકસ્માત થયો જેને કારણે જ તે હોસ્પિટલ પહોચી ગઈ.

ત્યાર પછી પણ તેનો થનાર પતિ કોન્સ્ટેબલ રવીનો પ્રેમ તેના માટે ઓછો ન થયો, અને પોતાના કુટુંબના લોકો સાથે વરરાજો બનીને નીલમ સાથે લગ્ન કરવા સર્વોદય હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલમાં જ કોન્સ્ટેબલ રવીએ ભગવાનને સાક્ષી રાખીને નીલમ સાથે સાત ફેરા લીધા.

4. હવે તમને જણાવીએ છીએ એક એવા લગ્ન વિષે, જેમાં એક પિતાએ પોતાના દીકરાના લગ્નમાં એવું કામ કર્યું જે સમાજ માટે પ્રેરણા રૂપ બની ગયું. તેમણે પોતાના દીકરાના લગ્નના કાર્ડમાં એવો અનોખો શબ્દ લખાવ્યો, જે વાંચીને લોકો આશ્ચર્યચકિત રહી ગયા. આજથી લગભગ ૩૬ વર્ષ પહેલા હરિયાણામાં રોહકત જીલ્લાના સાંધી ગામના રહેવાસી ખેડૂત તસ્વીર સિંહ હુડ્ડાને, રોડ અકસ્માત પછી લોહીની અછતને કારણે બે લોકો તરફડી તરફડીને પોતાનો જીવ ગુમાવતા જોવા મળ્યા હતા.

તે સમયે તેમણે મનમાં એ નક્કી કરી લીધું હતું કે, તે હવે બ્લડ ડોનેશન અભિયાનનો ભાગ બનશે અને જરૂરિયાત વાળાનો જીવ બચાવવામાં મદદ કરશે. ખેડૂતે પોતાના દીકરાના લગ્નના એક દિવસ પહેલા જમણવારના કાર્યક્રમ સાથે બ્લડ ડોનેશન કેંપ પણ લગાવ્યો. આ અનોખી પહેલની સાથે સાથે તેમણે પોતાના દીકરાના લગ્નના કાર્ડ ઉપર મહેમાનો અને દોસ્તોને લગ્નમાં આવતા સાથે જ રક્તદાન કરવાની વિનંતી પણ કરી.

5. હવે અમે તમને જણાવીએ છીએ ૨૦૧૯ માં થયેલા એક એવા લગ્ન વિષે જેમાં એક છોકરી પોતાની નાનપણની સહેલીના પ્રેમમાં એટલી પાગલ થઇ ગઈ હતી કે, તેણે એક ઘણું મોટું પગલું ભરી લીધું અને બંનેએ લગ્ન કરી લીધા. આ ઘટના હરિયાણાના ચરખી દાદરીમાંથી સામે આવ્યો. નાનપણથી સાથે ભણતી બે સહેલીઓએ એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. પોતાની સહેલી સાથે લગ્ન કરવા માટે એક જણે તો પોતાનું લિંગ પરિવર્તન કરાવી લીધું અને લગ્ન કર્યા પછી બંને પોત પોતાના ઘરે ગયા.

છોકરીમાંથી છોકરો બનેલી યુવતીએ કુટુંબ વાળાને આ લગ્ન માટે મનાવી લીધા, પણ છોકરીના કુટુંબ વાળા આ લગ્ન માટે ન માન્યા. છોકરીના કુટુંબે બંનેના મળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો. એવું થયા પછી પતિએ છોકરીના કુટુંબ વાળા વિરુદ્ધ પત્નીને મળવા ન દેવાનો આરોપ લગાવી એસપીને ફરિયાદ આપી. પોલીસે બંને પક્ષને એક સાથે પોલીસ સ્ટેશન બોલાવી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો પણ સમાધાન ન થઇ શક્યું. લોકો વચ્ચે આ લગ્નની ઘણી ચર્ચા થઇ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.