5 ડિસેમ્બરથી આ 4 ગ્રહ બદલી રહ્યા છે પોતાની ચાલ, જાણો તમારા પર શું પડશે આની અસર

ડીસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે અને પાંચ ડીસેમ્બરથી ચાર ગ્રહ પોતાની રાશીઓ બદલવાના છે. જેની અસર આપણા જીવન ઉપર પડશે. બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ ગ્રહ હાલના ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં પ્રવેશ કરશે અને આ ચાર ગ્રહોના આ પરિવર્તનની ઘણી રાશીઓ ઉપર અસર પડશે. આ ગ્રહોના રાશી પરિવર્તનથી અમુક રાશીઓ ઉપર શુભ અસર જોવા મળશે, જયારે અમુક રાશી ઉપર નકારાત્મક અસર પડવાની છે.

કયો ગ્રહ કરશે કઈ રાશીમાં પ્રવેશ

બુધ ગ્રહ

બુધની ખરાબ દિશા થવાથી વ્યક્તિને માનસિક તણાવ રહે છે અને તે હંમેશા દુઃખી રહે છે. અને આ ગ્રહની સારી દિશા હોવાથી વ્યક્તિને શાંતિ મળે છે અને મન દરેક વખતે પ્રફુલ્લિત રહે છે. આ ગ્રહ ૫ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ તુલા રાશીમાંથી નીકળીને વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ પરિવર્તનથી વૃશ્ચિક રાશીના લોકોને લાભ મળશે અને આ રાશિના જાતકના દરેક કાર્ય સફળ થશે.

કેવી રીતે કરવા બુધ ગ્રહને પ્રસન્ન

બુધ ગ્રહને લીલો રંગ પ્રિય હોય છે. એટલા માટે વૃશ્ચિક રાશિના લોકો બુધવારના દિવસે લીલા રંગની વસ્તુ ગરીબ લોકોને વહેચો.

શુક્ર ગ્રહ

શુક્ર ગ્રહને સોંદર્ય સાથે જોડીને જોવામાં આવે છે અને આ ગ્રહનું કુંડળીમાં યોગ્ય સ્થાન ઉપર હોવાથી વ્યક્તિને સુંદરતા પ્રદાન થાય છે. જયારે તેની ખરાબ અસર ઘરમાં હોવાથી ત્વચા સાથે જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડે છે. ૧૫ ડીસેમ્બરના રોજ શુક્ર ગ્રહ ધન રાશીમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરશે અને આ પ્રવેશ રવિવારે ૧૮.૧૨ વાગે થશે.

કેવી રીતે કરવા શુક્ર ગ્રહને પ્રસન્ન

શુક્ર ગ્રહને સફેદ રંગ ખુબ પ્રિય છે. એટલા માટે મકર રાશીના લોકો શુક્રવારે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરે, એમ કરવાથી તે ગ્રહ તમને શુભ ફળ જ આપશે.

સૂર્ય ગ્રહ

૬ ડીસેમ્બરના રોજ સૂર્ય ગ્રહ વૃશ્ચિક રાશીમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરવાનો છે. સૂર્ય ગ્રહને ઉર્જાના પ્રતિકરૂપ  માનવામાં આવે છે. આ ગ્રહની કુંડળીમાં સાચી દિશા હોવાથી વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે. અને સૂર્ય ગ્રહની દિશા કુંડળીમાં ખરાબ હોવાથી વ્યક્તિનું આરોગ્ય ખરાબ રહે છે.

કેવી રીતે કરવા સૂર્ય ગ્રહને પ્રસન્ન

સૂર્યને રોજ સવારે અર્ધ્ય આપો અને સૂર્ય મંત્રના જાપ કરો. સૂર્ય દેવ સાથે રવિવારનો દિવસ જોડાયેલો હોય છે. એટલા માટે રવિવારના દિવસે તમે સૂર્ય દેવની કથા વાચો.

મંગળ ગ્રહ

મંગળ ગ્રહનું કુંડળીમાં અશુભ સ્થાન ઉપર હોવાથી કોઈપણ કાર્યમાં સફળતા નથી મળતી અને શરીરને ઈજા થતી રહે છે. જયારે આ ગ્રહ જો કુંડળીમાં યોગ્ય સ્થાન ઉપર હોય, તો વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે અને તેને દરેક કાર્યમાં માત્ર સફળતા જ પ્રાપ્ત થાય છે. આ ગ્રહ ૨૫ ડીસેમ્બરના રોજ તુલા રાશી માંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જે ૨૧.૫૩ વાગ્યે થશે.

કેવી રીતે કરવા મંગળ ગ્રહને પ્રસન્ન

મંગલ ગ્રહનો પ્રિય રંગ લાલ હોય છે. એટલા માટે વૃશ્ચિક રાશીના લોકો મંગળવારના દિવસે શિવલિંગ ઉપર લાલ રંગની વસ્તુ જેવી કે ફૂલ, ફળ અને વગેરે ચડાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.