5 ડિસેમ્બરે બુધનું રાશિ પરિવર્તન, આ 7 રાશિઓને થશે ફાયદો, બાકીઓને નુકશાન

આજકાલ મીડિયા ઉપર આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક માહિતી એવી હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક માહિતી એવી પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે તમને રાશી પરિવર્તન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે પણ તમારી રાશી વિષે માહિતી મેળવી શકો.

તર્ક અને બુદ્ધીના કારક બુદ્ધ ગ્રહ પાંચ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ તુલા માંથી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. ત્યાર પછી ૨૫ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ તે ધનું રાશીમાં જશે. બુધ ગ્રહનું આ રાશી પરિવર્તન તમામ રાશીઓ ઉપર શુભ અશુભ અસર કરશે. આવો જોઈએ તમામ રાશીઓ ઉપર બુધના આ ભ્રમણની અસર.

મેષ :

કાર્યક્ષેત્રમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આર્થિક રીતે આ ભ્રમણ તમારા માટે લાભદાયક રહેશે.

વૃષભ :

જીવનસાથી સાથે સંબંધો મજબુત બનશે. ભાગીદારીમાં વેપાર માંથી ફાયદો થશે.

મિથુન :

આ સમયગાળામાં તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે. સાથે જ દુશ્મનોથી પણ સતર્ક રહેવાની જરૂર છે.

કર્ક :

સંતાનનું આરોગ્ય થોડું નબળું રહી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે સમય અનુકુળ છે.

સિંહ :

ભ્રમણની અસરથી તમારી ચલ-અચલ સંપત્તિમાં વૃદ્ધી થઇ શકે છે. માતાના આરોગ્યમાં સુધારો થશે.

કન્યા :

આ સમયગાળામાં તમારું સાહસ, જોખમ અને આત્મવિશ્વાસ વધશે. ભાઈ બહેનો સાથે સંબંધો મજબુત બનશે.

તુલા :

આ ભ્રમણની અસરથી તમારી કમ્યુનિકેશન સ્કીલ્સ સુધરશે. ધનની બચત કરવામાં તમે સફળ થશો.

વૃશ્ચિક :

તમારે માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે. કુટુંબમાં કોઈ સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે.

ધનુ :

આ સમયમાં તમને નાણાકીય પ્રશ્ન આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે સાચવીને ચાલવું પડશે.

મકર :

આવક વધશે. એકથી વધુ સ્ત્રોતો માંથી ધનનું આગમન થશે.

કુંભ :

કાર્યક્ષેત્રમાં પ્રતિકુળ પરિસ્થિતિઓ ઉભી થશે. મનમાં અસંતોષની ભાવના ઉગ્ર થઇ શકે છે.

મીન :

આ સમયગાળામાં તમારા જ્ઞાનમાં વૃદ્ધી થશે. ધાર્મિક કાર્યક્રમોમાં મન લાગશે. નસીબ તમારો સાથ આપશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.