બેંકમાં હવે તમારી 5 લાખ સુધીની રકમ થશે સુરિક્ષત, અમિત શાહે આપ્યા હતા આ સંકેત

નાણાં મંત્રાલય લોકોની બેંકોમાં જમા ધનરાશિ પર વીમાની સીમા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવાનો વિચાર કરી રહી છે. ઓક્ટોબર મહિનામાં આજતક સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ સંકેત આપ્યો હતો કે, આ સીમમાં વધારો કરવામાં આવી શકે છે. એટલું જ નહીં મોટી જમા રકમ પર વીમા રાશિ 25 લાખ સુધી કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે.

જો એવું થયું તો આ જમા રકમ પર વીમા રાશિમાં 1993 પછી પહેલી વાર વધારો થશે. જણાવી દઈએ કે, 1992 માં પ્રતિભૂતિ ઘોટાળા પછી જયારે બેંક ઓફ કરાડે દેવાળ્યુ ફૂંક્યું હતું, એ પછી સરકારે 1 જાન્યુઆરી 1993 થી બેંકમાં જમા રાશિ પર વિમાની રકમ 30 હજાર રૂપિયા વધારીને 1 લાખ રૂપિયા કરી દીધી હતી.

શું હોય છે જમા વીમો?

આ વીમાનો અર્થ છે કે જો કોઈ બેંક ડૂબી જાય છે, તો એના ખાતાધારકોને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સરકાર આપશે. જો કે, આ વીમાનો અર્થ એ પણ છે કે, જમા રાશિ કેટલી પણ હોય, ગ્રાહકોને 1 લાખ રૂપિયા જ સરકાર તરફથી મળશે. રિઝર્વ બેંકની સબસિડિયરી ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને (DICGC) બરબાદ થનારી બેંકોથી ગ્રાહકોને બચાવવા માટે એક અલગ રિઝર્વ બનાવી રાખ્યું છે.

આ વીમો વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારના સમયના હિસાબથી 1 લાખ રૂપિયા રકમ વધારે નથી. અને સુરક્ષિત રોકાણ હોવાને કારણે મોટાભાગના લોકો પોતાની મહેનતની કમાણી બેંકોમાં જ રાખે છે. PMC ઘોટાળા પછી એક વાર ફરી આ માંગે જોર પકડ્યું હતું કે, વીમા રાશિને વધારવામાં આવે. પીએમસી બેંકમાં તો ઘણા ગ્રાહકોના કરોડો જમા છે.

આને જોતા ઓક્ટોબર મહિનામાં આજતકના સવાલ પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, બેંકમાં ડિપોઝીટ 1 લાખથી વધારે રકમને ઈન્શ્યોરન્સ હેઠળ લાવવા પર નાણાં મંત્રાલય ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. એમણે કહ્યું હતું કે, ડીપોઝીટર ઈન્શ્યોરન્સ સ્કીમ એક્ટમાં ડિપોઝીટની સીમા વધવી જોઈએ અને એના પર કામ કરવામાં આવી રહ્યું છે.

અમિત શાહે કહ્યું હતું કે, ડિપોઝીટ ઈન્શ્યોરન્સ સ્કીમ એક્ટમાં પરિવર્તન થયાને ઘણો સમય થઈ ગયો છે. ગ્રાહક સતત એક્ટમાં પરિવર્તનની માંગ કરી રહ્યા છે, જેથી બેંકમાં એક લાખ રૂપિયાથી વધારે જમા રકમ પણ ઈન્શ્યોરન્સ હેઠળ હોય.

મોટી જમા રકમ પર મળી શકે છે 25 લાખનો વીમો :

એટલું જ નહિ, બિઝનેસ સ્ટેન્ડર્ડ અનુસાર સરકાર ડિપોઝીટ વીમાની એક નવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે, જેનાથી મોટા જમાકર્તાઓને 25 લાખ રૂપિયા સુધી પાછા મળી શકે. ન્યુઝ પેપરમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા જણાવેલી વાત લખવામાં આવી હતી, કે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 13 ડિસેમ્બરના રોજ ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મિટિંગ થવા જઈ રહી છે, જેમાં ઉપરની બંને બાબતો પર વિચાર કરવામાં આવી શકે છે.

એટલું જ નહિ, એક પ્રસ્તાવ એ પણ છે કે જો કોઈ વ્યક્તિ એવા વીમા માટે પોતે થોડું વધારે પ્રીમિયમ આપવા માટે તૈયાર હોય તો એને વધારે જમા રાશિ માટે વીમો આપવામાં આવી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.