ફક્ત 5 લાખથી બોલી શરુ અહિયાં હરાજી થઇ રહી છે 80 લાખની મર્સીડીઝ, જાણો કેટલી છે ગાડીઓ

 

દિલ્હીમાં આબકારી વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ ૪૫૦ ગાડીઓની હરાજી કરવાના હતા. આ બધી ગાડીઓ મોટાભાગે દારૂ સાથે પકડવામાં આવી હતી. આ ગાડીઓમાં બે વર્ષ જૂની એક 80 લાખની મર્સીડીઝ બેંજ (ઈ-350) પણ સાથે જ છે. જેની ઓનલાઈન હરાજી થવા જઈ રહી છે.

તે ઉપરાંત ટોયેટા કોરાલા, હોન્ડા સીટી અને ઈનોવા સહિત ઘણી બીજી મોંઘી કારો પણ હરાજી થવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કારો ઉપર બોલી પાંચ લાખથી શરુ થશે.

ઓનલાઈન હરરાજીની પ્રક્રિયા માં કોઈ પણ વ્યક્તિ બોલી લગાવી શકશે. તેના માટે તેને ઈ-કોમર્સ વેબસાઈટ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લીમીટેડ (એમએસટીસી) ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે.

ત્યાર પછી એમએસટીસી કાર્યાલયમાં જરૂરી દસ્તાવેજ, 10 હજાર રૂપિયા ફી અને જીએસટી જમા કરાવ્યા પછી તમે હરાજીમાં ભાગ લઇ શકો છો.

જણાવી દઈએ કે આબકારી નિયમ મુજબ, દિલ્હી માં બીજા રાજ્ય માંથી ગાડીઓમાં માત્ર એક બાટલી દારૂ લાવવાની પરવાનગી છે. દિલ્હીમાં 9 લીટર કે 12 બોટલ થી વધુ દારૂ નહી લઇ જઈ શકાય એવા નિયમ ને લીધે જે ગાડીઓ વધુ દારુ ની સાથે ડ્રગ્સ કે અન્ય ઈલીગલ ગતિવિધિ ઓ સાથે પકડાઈ હોય તેને પછી કોઈ છોડાવી નાં ગયું હોવાથી આ રીતે તેનો નિકાલ થાય છે.