5 પત્નીઓનો ખર્ચ ઉઠાવી શક્યો નહિ તો બની ગયો ઠગ, STF એ આવી રીતે કર્યો પર્દાફાશ.

મધ્ય પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની હાથ બુધવારે મોટી સફળતા મળી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂફ ઓફ મેડિકલ સાઇન્સ (એમ્સ)માં નર્સના પદ પર ભરતી કરવાનો ડગો આપીને ઠગ કરવા વાળો એક ગેંગનો એસટીએફનો ખુલાસો કર્યો છે.

પોલીસને ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો મહિલાઓને એમ્સમાં નર્સની નોકરીનો ડગો આપીને તેમના જોડેથી રૂપિયા લેતા હતા. જેના પછી આ મામલો એસટીએસને આપી દેવામાં આવ્યો હતો.

પુછપરછ અને તપાસ કર્યા બાદ એસટીએફ એ આ ગેંગના લીડર જબલપુરના દિલશાદ ખાન અને ભોપાલના આલોક કુમાર બામનેની ધરપકડ કરી લેવામાં આવી. એસટીએફના એડીજી અશોક અવસ્થીએ જણાવ્યું કે આ ગેંગ એમ્સમાં નર્સના પદ પર ભરતી કરવાના નામ પર હજુ સુધી 50 થી વધારે છોકરીઓ જોડેથી લાખો રૂપિયાની ઠગી કરી લીધી છે.

ગેંગ લીડરની છે 5 પત્નીઓ

જબલપુરનો રહેવા વાળો દિલશાળે એક-બે નહિ 5 છોકરીઓ સાથે લગ્ન કર્યો. બધાને એક-એક, બે-બે બાળકો પણ થયા છે. પરંતુ જેમ જેમ 5 પત્નીઓ વાળા પરિવાર વધતો ગયો, તો દિલશાદ ઘર ચલાવવામાં અસમર્થ થવા લાગ્યો. બીજી બાજુ 5 પત્નીઓના મોંધા શોખના ચાલતા તેના પરિવારની ગાડી પાટા પરથી ઉતરવા લાગી. એક સમય એવો આવ્યો કે દિલશાદ પરિવાર ચલાવવા માટે ઠગી કરવા લાગ્યો.

એડીજી એસટીએફ અશોક અવસ્થી મુજબ જયારે તેમની પુછપરછ કરવામાં આંટી ત્યારે તેમને જણાવ્યું કે ગેંગના લીડર દિલશાદ ખાનની પાંચ પત્નીઓ છે, જેના રોજિંદા જીવન અને મોટા ખર્ચા પુરા કરવા માટે દિલશાદએ ઠગિન કાળા બજારમાં ઉતરી ગયો.

એસટીએફ મુજબ દિલશાદ જોડે જયારે પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેની એક પત્ની જબલપુરમાં ખાનગી ક્લિનિક ચલાવે છે, જયારે તેમનો સાથી આલોકની પત્ની ભોપાલમાં સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં સુપ્રિટેન્ડેન્ટ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે હમણાં બંને મહિલાઓનું આ ઠગીમાં કોઈ સંબંધ નથી પરંતુ તેમના જોડે પણ તેમની ભૂમિકાઓ વિષે પુછપરછ કરવામાં આવી રહ્યું છે. એસટીએસ મુજબ ગેંગના નિશાના પર ભણેલી ગણેલી મહિલાઓ હોય છે, જે નોકરીની શોધ કરતી હોય છે. એસટીએફ હમણાં એ તપાસ કરી રહી છે કે જે મહિલાઓને આ ગેંગે પોતાનો શિકાર બનાવ્યો છે તે મધ્યપ્રદેશના ક્યા ક્યા શહેરો અને ગામની રહેવા વાળી છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.