5 રૂપિયાની દવા કેવી રીતે બની જાય છે 106 ની, આ છે હોસ્પિટલો અને દવા કંપનીઓનો ખેલ

પાંચ રૂપિયાની દવા કેવી રીતે બની જાય છે ૧૦૬ ની, આ છે હોસ્પિટલો દવા કંપનીઓનો ખેલ

ફાયદો મેળવવા માં ચક્કરમાં ખાનગી હોસ્પિટલોને સરકાર અને સરકારી નિયમોની કોઈ પરવાહ નથી. પોતાના ફાયદા માટે ન માત્ર સરકાર દ્વારા સૌને સસ્તી સારવાર આપવાના કાયદાના ધજાગરા ઉડાડી રેહેલ છે. પણ દર્દીઓના જીવ સાથે પણ રમત કરવામાં આવી રહી છે. આ કામમાં તેમને સાથ અમુક મેડીકલ સ્ટોર અને ફાર્મા કંપનીઓ પણ આપી રહી છે. આમ તો આ બાબત ખુલ્લી પડે એટલે એક બીજા ઉપર આરોપ કરતા હોય છે. ફાર્મા અને મેડીકલ સ્ટોર ઇન્ડસ્ટ્રી સાથે ડોક્ટર પણ ખાનગી હોસ્પિટલો ને જ આ કામમાં મુખ્ય આરોપી ગણાવતા હોય છે. ત્યાં સુધી કે હોસ્પિટલોને પોતાના ઉપર લાગી રહેલ ગંભીર આરોપોની પરવાહ નથી. અને સરકારના નિયમોમાં પણ મિલી ભગત સામે આવે છે.

કેવી રીતે થઇ રહેલ છે આખી રમત

૧. ૫ રૂપિયાની દવા થઇ જાય છે ૧૦૬ રૂપિયાની

એનપીપીએ ડેપ્યુટી ડાયરેક્ટર આનંદ પ્રકાશ દ્વારા જાહેર કરેલ રીપોર્ટ મુજબ ખાનગી હોસ્પિટલ દર્દીઓને લુટવામાં આ પ્રકારે લાગ્યા છે કે પાંચ રૂપિયાની દવા તેને ૧૦૬ રૂપિયામાં વેચી રહેલ છે. તે પ્રાક્યોરમેંટ માં પાંચ રૂપિયાની દવા ખરીદે છે અમે તેની ઉપર એમઆરપી ૧૦૬ રૂપિયા કરી દે છે. અને ૧૩.૬૪ રૂપિયાની સીરીજ ખરીદીને તેની એમઆરપી ૧૮૯.૯૫ કરી દેવામાં આવે છે. રીપોર્ટમાં આવી સેંકડો દવા કે કંજ્યુમેબલ્સ ને દર્શાવે છે. જેની ઉપર ૨૫૦ ટકા થી ૧૭૩૭ ટકા સુધી નફો લેવામાં આવેલ છે. એટલે કે દર્દીઓના ખિસ્સા ૧૭ ગણા વધુ કાપવામાં આવેલ.

૨. નોન શિડયુલ્ડ દવાઓનો ઉપયોગ વધુ

રીપોર્ટ મુજબ હોસ્પિટલ તરફથી તે દવાઓ લખવા માટે દબાણ આપવામાં આવે છે, જે સરકારની જરૂરિયાતની દવાઓના લીસ્ટમાં જોડાયેલ ન હોય. ખરેખર જરૂરી દવાઓના લીસ્ટમાં જોડાયેલ દવાઓની વધુ કિંમત સરકાર નક્કી કરી દે છે, જેનાથી વધુ કિંમત લેવા ઉપર દંડ ની જોગવાઈ છે. તેનાથી બચવા માટે હોસ્પિટલ લીસ્ટમાં જોડાયેલ દવાઓને બદલે નોન શીડ્યુલ દવાઓ વેચે છે, જેમાં એમઆરપી સાથે છેડછાડ કરવાની છૂટ મળી જાય છે.

૩. નિયમોનો આવી રીતે કાઢ્યો ઉકેલ

હોસ્પિટલોને સરકારી નિયમોનો પણ ડર નથી. તેને કારણે આ દવાઓ ઉપર પણ એમઆરપી વધારી દે છે, જેની છૂટક કિંમત સરકારે નક્કી કરેલ છે. બીજી તરફ અમુક ફાર્મા કંપનીઓ ચાલાકી કરીને શડ્યુલ દવાઓ ના જ બેસ ઉપર ન્યુ ડ્રગ્સ કે એફડીસી બનાવી રહ્યા છે, જે કિંમત કન્ટ્રોલ ની હેસીયત થી બહાર આવી જાય છે.

દાવા બાજી નો પણ ડર નથી

ઓવરચાર્જીંગની બાબતમાં સરકાર દવા કંપનીઓ ઉપર દંડ લગાવે છે. કંપનીઓ પાસે વધારાની રકમ વસુલવાની જોગવાઈ છે. પણ ત્યાર પછી પણ ઘણી કંપનીઓ ડર વગર ઓવરપ્રાઈસિંગ કરી રહેલ છે. એક રીપોર્ટ મુજબ ઓવરચાર્જીંગના કુલ કેસોમાં ૯૦ ટકા કેસોમાં દાવા બાજી જ ચાલી રહેલ છે. ૨૬૦૦ કરોડ રૂપિયા થી વધુ રકમ છે જે સરકારને દવા કંપનીઓ પાસેથી વસુલવાના છે. મોટાભાગના કેસ એવા જ ખેંચવામાં આવે છે, જેના કારણે કંપનીઓ વારંવાર આવું કરી રહેલ છે.

બગડી શકે છે ઇન્ડસ્ટ્રીનું ઇકોનોમિકસ

એસોસીએશન ઓફ ઇન્ડિયન મેડીકલ ડીવાઈસ ઇન્ડસ્ટ્રી ના ફાઉંડર અને ફોરમ કો-ઓર્ડીનેટર રાજીવ નાથએ પણ માન્યું છે કે ખાનગી હોસ્પિટલોની આ લુટમાં અમુક મેડીકલ સ્ટોર કંપનીઓ પણ જેડાયેલ છે. આમ તો તેમનું કહેવું છે કે આખી ઇન્ડસ્ટ્રીની છાપ માત્ર ગણી ગાઠી કંપનીઓ જ બગાડી રહેલ છે જે નફાની લાલચમાં ખાનગી હોસ્પિટલોના દબાણમાં આવીને એમઆરપી સાથે છેડછાડ કરી રહેલ છે. તેમનુ કહેવું છે કે આમારા તરફથી સ્પષ્ટ આદેશ છે કે તે કંપનીઓ એવું બંધ કરે, નહી તો સરકાર રાજ્યના સૂચનથી ઘણી ઉપયોગી મેડીકલ સ્ટોરના ભાવ ૭૦ થી ૮૦ ટકા ઓછી કિંમતે નક્કી કરી શકે છે. આમ જ બનતું રહેશે તો ઇન્ડસ્ટ્રીને આખી ઇકોનોમીકસ જ બદલાઈ જશે.

સરકાર તરફથી પણ છે મિલી ભગત

ઇન્ડસ્ટ્રી ના જાણકારો નું માનવું છે કે વગર સરકારી મિલી ભગતે આ રમત નથી ચાલતી. સરકાર દવાઓ ના ભાવ તો નક્કી કરે છે, પણ તેની મોનીટરીંગ માટે કોઈ એવી મજબુત સીસ્ટમ નથી, જેના થી મેન્યુફેકચર્સના ડર રહે. અને સરકાર અત્યાર સુધી દરેક પ્રોડક્ટ ઉપર ટ્રેડ માર્જીન નક્કી નથી કરી શકી. મેડીકલ સ્ટોર ઇન્ડસ્ટ્રી સતત ટ્રેડ માર્જીન નક્કી કરવાની માંગણી કરી રહેલ છે. જો આવું થાય તો જાતે જ એમઆરપી ની રમત ઉપર પ્રતિબંધ લાગી જશે.

ફાર્મા ઇન્ડસ્ટ્રીએ હોસ્પિટલ ઉપર નાખ્યો દોષ

ઇન્ડિયન ફાર્માસ્યુટીકલ્સ અલાયંસ ના સેક્રેટરી જનરલ ડીજી શાહનું કહેવું છે કે દવા કંપનીઓ તો પ્રોક્યોરમેંટ ના સમયે ઓછામાં ઓછી કિંમત ઉપર દવાઓ પૂરી પાડે છે. ત્યાં સુધી કે મેન્યુફેક્ચરર એમઆરપી થી પણ ઓછી કિંમતે દવાઓ આપે છે. પણ આગળ સ્ટોકિસ્ટ થી હોસ્પિટલ પહોચતા પહોચતા તે જ દવાની કિંમત કેટલાય ગણી વધી જાય છે. આ કામમાં ખાનગી હોસ્પિટલ દોશી છે જે અનએથીક્લ માર્કેટિંગ પ્રેક્ટીસમાં લાગેલ છે.

ખરાબ થઇ રહેલ છે અંદરની ફાર્મા ઇન્ડસ્ટ્રી ની છાપ

શાહનું કહેવું છે કે જો સરકાર ને લાગે છે કે કોઈ દવા કંપની દોશી છે તો તેની ઉપર પગલા લે. તેનાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. સરકાર પાસે તે અધિકાર છે કે તે અને વધારાની રકમ દવા કંપનીઓ પાસેથી રીકવર કરી શકે છે. આમ તો તેમણે તે સ્પષ્ટ કરેલ છે કે લગભગ તમામ દવા કંપનીઓ નક્કી કરેલ કિંમત ઉપર દવા વેચી રહેલ છે, પણ એમઆરપી ને લઈને હોસ્પિટલો ઉપર કોઈ અંકુશ નથી. અને હોસ્પિટલોની આ કામગીરીને લીધે ઇન્ડીયન ફાર્મા ઇન્ડસ્ટ્રીની છાપ ન માત્ર ઇન્ડિયા, પણ આખા વિશ્વમાં ખરાબ જ થઇ રહી  છે.