આ છે દક્ષિણ ભારત ના 5 ચમત્કારી શિવ મંદિર, જે આવેલા છે સીધી લાઈન માં એક સાથે

ભગવાન શિવની હિન્દૂ ધર્મ માં ખુબ જ માન્યતા છે. આખી દુનિયામાં જો જોવા જઈએ તો સૌથી વધારે ભક્ત પણ તેમના જ હોય છે. સંસાર નું નિર્માણ પણ ભગવાન શિવે કર્યું છે. શિવજી ને લોકો અનેક નામ થી જાણે છે જેમ કે- ભૈરવ, આશુતોષ, ભોલેનાથ, કૈલાશનાથ, મહાદેવ, મહેશ, રુદ્ર વગેરે. ભગવાન શિવ ના આટલા સ્વરૂપ હોવાથી તેમની પૂજા-અર્ચના પણ લોકો અલગ-અલગ રીતે કરે છે.

આખા દેશમાં ભોલેનાથ ના હજારો મંદિર છે, પરંતુ કેટલાક મંદિર એવા પણ છે જેમનો ઉલ્લેખ આપણને પુરાણો માં પણ સાંભળવા મળશે. પુરાણોમાં ઉલ્લેખ હોવાનો અર્થ તમે એવો કરી શકો છો કે આ મંદિર આજ થી કેટલાય હજાર વર્ષ જુના હશે. આજ અમે દક્ષિણ ભારત ના 5 આવા જ મંદિર ના વિષે જણાવશું જેનો ઉલ્લેખ પુરાણોમાં કરાયો છે. આ મંદિરોનો હિન્દૂ ધર્મમાં પોતાનું એક અલગ જ મહત્વ અને વિશેષતા છે.

વિશેષતાની વાત કરીએ તો આ પાંચ મંદિર એક જ સીધી રેખા માં બનેલા છે. ઉત્તર થી જો દક્ષિણ તરફ જોઈએ તો આ પાંચેય મંદિર એક જ રેખામાં નજરે પડે છે. અર્થ સમજવા માટે આ નકશો જુઓ.

બધા જ જાણે છે કે આ સૃષ્ટિનું સર્જન કુલ પાંચ તત્વો દ્વારા થયું છે. તે જ પાંચ તત્વો ઉપર આધારિત છે, શિવજીના આ 5 મંદિર. આ બધા મંદિરોનું બાંધકામ પણ ધરતીના ભૌગોલિકના આધારે થયું છે. દરેક હિન્દુએ આ મંદિરો નાં દર્શને અવશ્ય જવું જોઈએ

આવો તમને જણાવીએ કે તે 5 મંદિર ક્યા છે

1. શ્રીકાલાહસ્તી મંદિર

શ્રીકાલાહસ્તી મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરૂપતિ શહેરની પાસે આવેલું છે. સ્કંદ પૂરાણ અનુસાર આ જ જગ્યા પર અર્જુન ને શ્રીકાલાહસ્તી ના દર્શન થયા હતા અને પછી ભારદ્વાજ મુનિના. ભગવાન શિવના આ મંદિર પાંચેય તત્વોમાંથી હવા ને સમર્પિત છે.

2. થિલ્લઈ નટરાજ મંદિર

થિલ્લઈ નટરાજ નું આ મંદિર તામિલનાડુના ચિદમ્બર માં આવેલું છે. નટરાજ શિવજીનું જ એક રૂપ છે. જેને સૌથી ઉત્તમ નૃત્યાંગ માનવામાં આવે છે. શિવનું આ મંદિર પાંચેય તત્વોમાંથી આકાશ ને દર્શાવે છે.

3. અન્નામલાઈ મંદિર

અન્નામલાઈ મંદિર તમિલનાડુના તિરુવન્નમલઇ માં આવેલું છે અને અહીં ના પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. તેને દેશનું સૌથી મોટું મંદિર પણ માનવામાં આવે છે. ભગવાન શિવ નું આ મંદિર આગ નું પ્રતીક મનાય છે.

4. એકામ્બરેશ્વર મંદિર

એકામ્બરેશ્વર મંદિર તમિલનાડુ ના કાંચીપુરમ શહેર માં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિર 3000 વર્ષ જૂનું છે. ભગવાન શિવ નું આ મંદિર ધરતી ના પ્રતીક ને દર્શાવે છે.

5. જંબુકેશ્વરર મંદિર

જંબુકેશ્વરર મંદિર તમિલનાડુ ના ત્રિચી માં આવેલું છે. આ મંદિર માં મહાદેવ ના જળ સ્વરૂપની પૂજા થાય છે, તેથી આ મંદિર પાંચેય તત્વો માંથી જળ ને સમર્પિત છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી ટોપયપર્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.