અહિયાં રહેતા પાંચ યુવક યુવતીઓએ એક સાથે પાસ કરી જજ ની પરીક્ષા, બધાએ સાથે મળીને કર્યો હતો અભ્યાસ

રાજસ્થાન કાયદાકીય સેવા ભરતી પરીક્ષા ૨૦૧૯ નું હાલમાં જ પરિણામ આવ્યું છે. રાજસ્થાન કોર્ટ તરફથી મંગળવારના દિવસે મોડી રાત્રે આરજેએસ પરિણામ ૨૦૧૯ માં રાજસ્થાનના ચુરુ જીલ્લામાં રહેતા પાંચ યુવક યુવતીઓના પણ સંબંધ થયા છે. રાજસ્થાનમાં આ પાંચેનું એક સાથે રહીને પરીક્ષાની તૈયારી કરવી અને આરજેસ પરીક્ષામાં સિલેકશન થવું ચર્ચાનો વિષય બનેલો છે.

આરજેએસમાં સફેદ ઘંટાઘર ચુરુના રહેવાસી રામજીલાલની પુત્રી નેહા કુમાવતે ૪૧ મોં રેન્ક મેળવ્યો છે. તેના પિતા ડીઓ ઓફીસમાં મદદનીશ શાસનાધિકારીના હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા છે. જયા સેનીના પિતાનું નામ ભગવાન સેની છે. તેમણે આરજેએસ પરીક્ષામાં ૫૩મો રેન્ક મેળવ્યો છે. તેના પિતાની ચુરુ નવા રોડ ઉપર દવાઓની દુકાન છે.

અવિનાશ ચાંગલના પિતાનું નામ સંતોષ ચાંગલ છે, તેમણે આરજેએસ પરીક્ષામાં ૧૦૯ મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આજકાલ તે ચિત્તોડગઢમાં રાસ મિક્સ સહાયક અભિયોજન હોદ્દા ઉપર ફરજ બજાવે છે. હકીમ ખાનની પુત્રી સના ખાને ૧૩૦ મોં રેન્ક મેળવ્યો છે. તેના પિતા વકીલ છે, સનાએ આરજેએસની પરીક્ષા બીજા અટેમ્પ્ટમાં પૂરી કરી છે.

રામસરા ચુરુમાં રહેતા રામેશ્વર લાલ મીણાના પુત્ર મહેન્દ્ર મીણાએ ૧૯૨ મોં રેન્ક મેળવ્યો છે. નેટ ક્વોલિફાયડ મહેન્દ્રએ આ પરીક્ષામાં ત્રીજા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી છે.

ચુરુમાં રહેતા આ પાંચે યુવાઓએ પોતાની સખત મહેનત અને ધગશ દ્વારા આ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. પોતાની મહેનત દ્વારા આ બધા લોકો પોતાના ધ્યેય સુધી પહોંચી ગયા, પણ આ બધાને પોતાના ધ્યેય સુધી પહોચવામાં પ્રોફેસર મહાવીર સિંહ યાદવ સ્કુલ ઓફ લૉ એ તેને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

ચુરુ શિક્ષણ વિભાગમાં લીગલ અધિકારી મહેન્દ્ર સોનીના જણાવ્યા મુજબ, પ્રોફેસર મહાવીર સિંહ યાદવ વિધિ મહાવિદ્યાલયમાં પ્રાચાર્યના હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા હતા. તેમના નામથી આ સંસ્થા ચલાવવામાં આવી રહી છે. આ સંસ્થાને વિધિ સત્સંગના નામથી પણ ઓળખવામાં આવે છે.

૨૦૧૨ માં મહાવીર સિંહ યાદવનું અવસાન થઈ ગયું. પ્રોફેસર યાદવે પોતાનું જીવન સંપૂર્ણ રીતે શિક્ષણને સમર્પિત કરી દીધું હતું. તેને કારણે જ ઘણા બધા યુવાનોનું કાયદાકીય સેવાઓમાં સિલેકશન થયું હતું. વર્તમાનમાં ચાકસુ મેજીસ્ટ્રેટ ચંદ્રશેખરના મનમાં વિચાર આવ્યો કે, આપણે પ્રેરણા સ્ત્રોત ગુરુજીની યાદમાં કોઈ એવી સંસ્થાની શરુઆત કરીએ, જેમાં બીજા યુવાનોને રાજસ્થાન કાયદાકીય સેવા, વિધિ સેવા, અભીયોજન સેવા ભરતીની તૈયારીમાં મદદ કરી શકે.

તે વિચારને કારણે ચુરુના અગ્રસેન ગામમાં મહાવીર સિંહ યાદવ સ્કુલ ઓફ લૉ ચલાવામાં આવી રહી છે, જે આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની તૈયારી કરાવે છે.

કાયદાકીય સેવા ભરતી પરીક્ષા ૨૦૧૯ માં સિલેક્ટ થયેલા પાંચ યુવાઓએ પણ અહિયાં અભ્યાસ કર્યો છે. મહેન્દ્ર સેનીના જણાવ્યા મુજબ, રાજસ્થાન બાર કાઉંસીલના વાઈસ પ્રેસિડેન્ટ રહેલા રોશન સિંહની દેખરેખમાં ચલાવવામાં આવતી, પ્રોફેસર મહાવીર સિંહ યાદવ સ્કુલ ઓફ લૉ ના પાંચ વિદ્યાર્થીઓનું સિલેકશન એક સાથે થવું અમારા માટે ગર્વની વાત છે. તે ઉપરાંત ચુરુમાંથી બે બીજા યુવાનોના સિલેકશનના સમાચાર પણ આવી રહ્યા છે. આ બધા યુવાઓ આવનારા સમયમાં સિવિલ ન્યાયધીશ અને કાયદાકીય મેજીસ્ટ્રેટ તરીકે પોતાની સેવાઓ આપશે.

પ્રોફેસર મહાવીર સિંહ યાદવ સ્કુલમાં ભણવાવાળા જે વિદ્યાર્થીઓનું આરજેએસમાં સિલેકશન થયું છે, તેમના નામ આ મુજબ છે.

નીલમ સુહાગ (RJS)

સીમા ઢાકા (RJS) LA-08 state topper

મનીષા શર્મા (RJS)

શાલીની શર્મા (RJS) LA-08 state topper

નારાયણ પ્રસાદ (RJS)

રંજના સીહાગ (RJS)

દીપ્તિ સ્વામી (RJS) APP

ચંદ્રશેખર પારેખ (RJS) LA-05 topper

નીતુ રાની (RJS)

વંદના શર્મા (RJS)

હુકમીચંદ્ર ગહલોહીયા (RJS)

અવિનાશ ચાંગલ (RJS)

મહેન્દ્ર કુમાર સેની (RJS) (APO) (L.O) SYN BANK

ધર્મપાલ શર્મા (RJS) LA 2008

પ્રિયંકા રાઠોર (JLO-2016)

સુરેશ કુમાર (JLO 16) (RJS 2018)

ઉષા પ્રજાપત (RJS 2018)

રણવીર રાઠોર (APO 2017)

સુરેખા જાંગીડ (APO 2017)

જ્યોતિ પારિક (APO 2018)

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.