50 લોકોની પથરી કાઢી નાખી અનુભવી શ્રી રશ્મિકાન્ત પરમારે તમે પણ કરી શકો છો આ ઈલાજ

એક અનુભવ જે અમને શ્રી રશ્મીકાંત પરમારજી એ મોકલેલ અને તમારી બધા સુધી પહોચાડવાનું જણાવેલ. તેમણે અનેક લોકોની પથરી સારી કરેલ હતી. આવો જાણીએ તેના ઘરેલું ઉપયોગ તેમના જ શબ્દોમાં.

એક અનુભવ જે તમારી સાથે શેર કરવા માગું છું. પથરીની દવા જેનાથી ઘણા લોકોને ફાયદો થયો અને જેનાથી પથરી રેતી જેવી બનીને પેશાબ સાથે નીકળી જાય છે અને ચા ગાળવાની ચારણીથી પેશાબ ચાળવાથી આપણે રેતી જોઈ શકીએ છીએ. અમે લગભગ ૬૦ લોકોને આ દવા કરાવી તો તેમાં ૪૦ લોકોને એક વખતમાં જ ઠીક થઇ ગયું ૧૦ લોકોને બીજી વખત આ પ્રયોગ કરવો પડ્યો પણ લગભગ ૧૦ લોકોને ત્રણ ચાર વખતમાં પણ ફાયદો ન થયો.

તો આવો જાણીએ શું પ્રયોગ કર્યો હતો રશ્મીકાંત પરમારજી એ.

૧. પત્થર તોડ જેને પખાનબેદ પણ કહે છે તેના ૧૨ થી ૧૫ પાંદડા (આ છોડ તમને કોઈ પણ નર્સરીમાં મળી જશે).

૨. જવાખાર ૧૫-૨૦ ગ્રામ (તે કોઈ વિશ્વાસપત્ર ગાંધી પાસેથી લેવી, કેમ કે તેમાં ભેળસેળ પણ આવે છે, પ્રયોગની સફળતા માટે સારા પ્રકારની પત્થર તોડ જોઈએ,) અસલ પત્થર તોડ લગભગ રેતી જેવા રંગની હોય છે.

પ્રયોગની રીત .

પત્થર તોડના પાંદડાને સારી રીતે ધોઈ ને મિક્સ કરીને તેમાં એક ગ્લાસ પાણી અને જવાખાર પણ નાખો પછી મિક્સરમાં લગભગ ૪-૫ મિનીટ સુધી તેને ફ્રશ કરી લો. હવે તેમાં ૭ ગ્લાસ પાણી બીજું નાખી લો. હવે તેને સારી રીતે મિક્સ કરીને કાચના વાસણમાં ભરો અને તેને ગાળવું નહિ એમ જ ઉપયોગ કરવાનો છે.

હવે તમારી પાસે 8 ગ્લાસ લીક્વીડ છે. એક દિવસમાં ૪ ગ્લાસ પીવાનું છે. ૪ કલાકના અંતરે એક ગ્લાસ પીવાનું છે. દિવસમાં ૪ ગ્લાસ પીવાનું છે. અને બાકીના ચાર ગ્લાસ બીજા દિવસે પીવાના છે. અને તેની સાથે દર અડધા કલાક પછી માટલાનું શુદ્ધ પાણી પીવાનું છે. અને આ બે દિવસ બની શકે તો એકદમ આરામ કરવાનો છે. આ બે દિવસોમાં ઘણો પેશાબ લાગશે. અને દર વખતે ચારણીથી તમારો પેશાબ ચેક કરો. તમને રેતી જેવા કણ જોવા મળશે જે આ પ્રયોગને સફળ થવાની નિશાની આપશે.

આ પ્રયોગને એક અઠવાડિયા પછી તમે ફરી પથરી માટે તપાસ કરાવો. જો થોડી પથરી રહી ગઈ હોય તો તે એક અઠવાડિયા કે પંદર દિવસ પછી ફરી થી આ પ્રયોગ થી ૮૦% પેશાબમાં કેટલી પણ મોટી હોય તે નીકળી જાય છે. મોટાભાગના કેસમાં આ પ્રયોગ પછી ઓપરેશન કરાવવાની સ્થિતિ નથી આવતી.

પત્થર તોડ વિષે

સંસ્કૃતમાં નામ – પર્ણ બીજ, હેમસાગર

હિન્દી – પત્થર ચટમ, પત્થર ચુર, પત્થર ચટ, પાષાણબેદ, પખાણબેડ

બંગાળી – કોપ્પટ, પત્થર કુચી

તેલુગુ –રાનાપલા

તામિલ – રુનાક્લી

આ છોડ સામાન્ય રીતે લોકોના ઘરમાં શોભા વધારવા માટે કુંડામાં લગાવવામાં આવે છે. કોઈપણ નર્સરીમાં સરળતાથી મળી જશે. તેના છોડની કિંમત પણ ૧૫ થી ૨૦ રૂપિયા હોય છે. અને આ કલમ લગાવવાથી ફૂટી નીકળે છે. આ કુંડામાં તો શું પત્થરો વચ્ચે પણ નીકળી જાય છે. તે માત્ર પેશાબ માર્ગ જ નહિ પણ પિત્તાશય ની પથરીને પણ કાઢવામાં સક્ષમ છે. તેને અનેક ઔષધીય પ્રયોગો માં ઉપયોગ કરવામાં આવે છે. શરીરમાં ક્યાય પણ ગાંઠ થઇ જાય અને મોઢું ન બનતું હોય તો તે જગ્યાએ પાંદડા ને થોડા ગરમ કરીને બાંધી દો. થોડા જ દિવસોમાં ભલે તે સ્તનની ગાંઠ હોય કે શરીરના કોઈ બીજા અંગની ગાંઠ હોય તો પણ મોઢું બનાવી લે છે. આવો ગજબનો છે આ છોડ.

rshmikant parmar

રશ્મીકાંત પરમારજી એ પોતાની ફેસબુક પ્રોફાઈલ માંથી અમારી સાથે સંપર્ક કરેલ અને પોતાનો અનુભવ આમારી સાથે શેર કરેલ અને તેમણે લોકોના ભલા માટે પ્રચાર કરવાનું કહ્યું અને તેમના જણાવ્યા પછી અમે તેમનો અનુભવ અહિયાં તમારી સુધી પહોચાડ્યો. આભાર.