50 ની ઉંમરમાં પણ યુવાન અને કૂલ દેખાવું છે તો આ સ્ટાર્સની લાઇફસ્ટાઇલનું રહસ્ય જાણી લો.

બાળપણથી યુવાની અને પછી ગઢપણ આ સફર દરેકે પસાર કરવી પડે છે. સામાન્ય રીતે લોકો ઘરડા થવાથી ગભરાય છે. તેમને લાગે છે કે ઉંમર વધુ થવાથી તેનું ચાર્મ અને આકર્ષણ ઓછું થઇ જશે. પરંતુ એવું નથી, જો તમે તમને સારી રીતે ફીટ અને મેંટેન રાખો છો, તો ગઢપણમાં પણ યંગ અને ફૂલ દેખાઈ શકો છો.

હવે બોલીવુડના થોડા પ્રસિદ્ધ કલાકારોને જ લઇ લો. તે બોલીવુડ સ્ટાર્સ ૫૦ વર્ષથી ઉપરના થઇ ગયા છે પરંતુ છતાં પણ લુક અને સ્ટાઈલની બાબતમાં યંગ લોકોને પાછા પાડી દે છે. તેવામાં આજે અમે તમને ૫૦ વર્ષની ઉંમર પાર કરી ગયેલા તે બોલીવુડ અભિનેતાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનો લુક, સ્ટાઈલ અને પર્સનાલીટી તમે પણ અપનાવી શકો છો, જો તમે આ કલાકારોની લાઈફસ્ટાઈલ અને નિયમો ફોલો કરશો, તો તમે પણ ગઢપણમાં ફૂલ જોવા મળશો.

શાહરૂખ ખાન :-

બોલીવુડ કિંગ શાહરૂખ ખાન ૫૪ વર્ષના થઇ ગયા છે. પરંતુ આજે પણ તેમના લુક અને સ્ટાઈલનો કોઈ જવાબ નથી. શાહરૂખ આજે પણ ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે જોવા મળી રહ્યા છે. શાહરૂખના યંગ લુકનું રહસ્ય તેની સારી ફેશન સેંસ અને કસરત છે, શાહરૂખની બોડી વધુ હેવી નથી. તે પાતળા છે. એટલા માટે તે જીમમાં લાઈટ વર્ક આઉટ જ કરે છે. તેની સાથે જ તેની વાતચીત કરવાની પદ્ધતિ અને ચાલવા ફરવાનો અંદાઝ પણ ઘણો આકર્ષક છે.

થોડા વર્ષો પહેલા તો તેમણે ૮ પેક એબ્સ સુધી બનાવી લીધા હતા. જો તમારી બોડી પણ શાહરૂખની જેવી વધુ હેવી નથી, તો તમે તેની સ્ટાઈલની કોપી કરી શકો છો.

આમીર ખાન :-

૫૪ વર્ષના આમીર હંમેશા યંગ અને ફ્રેશ જોવા મળે છે. 3 ઈડિયટ્સ ફિલ્મમાં તો તેમણે સ્ટુડેંટનું પાત્ર પણ કર્યું હતું. આમીર પોતાની સ્ટાઈલ હંમેશા સિમ્પલ રાખવાનું પસંદ કરે છે. આમીરની હાઈટ ઓછી છે એટલા માટે તે જીમમાં હેવી વર્ક આઉટ નથી કરતા. તે પોતાની હાઈટના હિસાબે બોડીને મેંટેન કરે છે. જો તમારી હાઈટ પણ ઓછી છે અને તમને સિમ્પલ અને આકર્ષક લુક પસંદ છે, તો આમીર ખાનને ફોલો કરી શકો છો.

સલમાન ખાન :-

સલમાન ખાનની બોડી ઘણી સારી છે. તે મોટાભાગે ફોર્મલમાં જોવા મળે છે. તેની સાથે જ તે જેકેટનો ઉપયોગ વધુ કરે છે. તે તેને યંગ અને ફૂલ લુક આપે છે. સલમાન આમીર અને શાહરૂખથી પહેલા બોલીવુડમાં આવ્યા હતા. તેમણે પોતાને ઘણી જ સારી રીતે મેંટેન કર્યું છે. સલમાન પોતાના ડાયટને લઈને ઘણા સ્ટ્રીકટ છે. તે માપ મુજબ જ ખાય છે. સાથે જ જીમમાં હેવી વર્કઆઉટ પણ કરે છે, જો તમને સલમાનનો અંદાઝ પસંદ આવે છે, તો તમે તેની આ લાઈફસ્ટાઈલને ફોલો કરી શકો છો.

અક્ષય કુમાર :-

૫૨ વર્ષના અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી ફીટ અને એનર્જીટીક કલાકાર માનવામાં આવે છે. તે રોજ સવારે ૪ વાગ્યે ઉઠે છે અને કસરત કરે છે. રાત્રે ૯ વાગ્યે ઊંઘી જાય છે. સિગરેટ કે દારુનું સેવન પણ નથી કરતા. તેની સાથે જ માર્શલ આર્ટમાં પણ કુશળતા મેળવી છે. જીમમાં પણ તે ઘણો સમય પસાર કરે છે.

આમ તો હેવી વર્કઆઉટને કારણે તે લાઈટ વર્કઆઉટ કરવા અને બીજી ફીજીકલ એક્ટીવીટી કરવાનું પસંદ કરે છે. અક્ષયની હાઈટ પણ વધુ છે. તે ફોર્મલ અને ટ્રેંડી બંને પ્રકારના લુક ટ્રોય કરે છે. તેવામાં લાંબી હાઈટ વાળા લોકો તેની ફેશન અને લાઈફસ્ટાઈલ ફોલો કરી યંગ દેખાઈ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.