500 અને 2,000 રૂપિયાની ફાટેલી નોટ બદલાવા જશો તો કેટલા મળશે પૈસા, જાણો અહીં બધી જાણકારી

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે. તેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, તો અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. અમુક બાબતો વિષે લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ જ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

રીઝર્વ બેંકે ફાટેલી – તૂટેલી અને ખરાબ નોટ બદલવાના આરબીઆઈ નોટ રીફંડ રૂલ્સ ૨૦૦૯ માં ફેરફાર કર્યો છે. હવે તમે ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકો છો.

જો તમારી પાસે જૂની અને ફાટેલી-તૂટેલી નોટ છે તો તેને બદલવા માટે દુઃખી થવાની જરૂર નથી. તમે તમારી કોઈ પણ નજીકની બેંક બ્રાંચમાં આ નોટોને બદલી શકો છો. કોઈ પણ બેંક શાખામાં નોટ લેવાની ના નથી કહી શકતી. તમામ બેંક ફાટેલી-તૂટેલી અને જૂની નોટોને બદલવા માટે માન્ય છે. ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ) નો તમામ બેંકોને સ્પષ્ટ આદેશ છે. બેંકોએ નોટ બદલી આપવાની સુવિધાનું બોર્ડ પણ લગાવવું પડશે. ફાટેલી નોટના બાકી ભાગના આધારે બેંક તેનું રીફંડ આપશે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી તમામ જરૂરી વાતો.

તમે ૨,૦૦૦ રૂપિયા, ૫૦૦ રૂપિયા અને ૨૦૦ રૂપિયાની નવી ફાટેલી તૂટેલી નોટ સરળતાથી બદલી શકો છો. આરબીઆઈના નવા નિયમ મુજબ નોટના ડેમેજ ભાગના હિસાબે જ એક્સચેંજ રેટ નક્કી થશે.

કઈ નોટ ઉપર કેટલા મળશે પૈસા?

૨૦૦૦ રૂપિયાની નોટ : ૨૦૦૦ની નવી નોટના કુલ ૧૦૯.૫૬ વર્ગ સેન્ટીમીટર એરિયામાંથી ૮૮ વર્ગ સેન્ટીમીટર આપવાથી પૂરું રીફંડ મળશે જયારે ૪૪ વર્ગ સેન્ટીમીટર આપવાથી અડધું રીફંડ મળશે.

૫૦૦ રૂપિયાની નોટ : ૫૦૦ રૂપિયાની નવી નોટનો આકાર ૯૯ વર્ગ સેન્ટીમીટર છે. તેમાંથી ૮૦ વર્ગ સેન્ટીમીટર ભાગ આપવાથી પૂરું રીફંડ મળશે. અને ૪૪ વર્ગ સેન્ટીમીટર ભાગ જમા કરાવવા ઉપર અડધું રીફંડ મળશે.

૨૦૦ રૂપિયાની નોટ : ૨૦૦ રૂપિયાની નવી નોટના કુલ એરિયા ૯૬.૩૬ વર્ગ સેન્ટીમીટરમાંથી ૭૮ વર્ગ સેન્ટીમીટર આપવા ઉપર નોટનું પૂરું રીફંડ મળશે. અડધું રીફંડ મેળવવા માટે નોટનો ઓછામાં ઓછો ૩૯ વર્ગ સેન્ટીમીટર એરિયા આપવાનો રહેશે.

૧૦૦ રૂપિયાની નોટ : ૧૦૦ રૂપિયાની નોટનું પૂરું રીફંડ ત્યારે મળશે જયારે નોટનો ૯૩.૭૨ વર્ગ સેન્ટીમીટરના એરિયામાંથી ૭૫ વર્ગ સેન્ટીમીટર આપવામાં આવશે. અને ૩૮ વર્ગ સેન્ટીમીટરનો એરિયો આપવા ઉપર અડધું રીફંડ મળશે.

૫૦ રૂપિયાની નોટ : ૫૦ ની નવી નોટનો આકાર ૮૯.૧૦ વર્ગ સેન્ટીમીટરમાંથી ૭૨ વર્ગ સેન્ટીમીટર ભાગ આપવાથી નોટનું પૂરું રીફંડ મળી જશે. અને નોટનો ૩૬ વર્ગ સેન્ટીમીટર ભાગ આપવા ઉપર અડધું રીફંડ મળશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.