57 વર્ષની ઉંમરમાં આવી દેખાવા લાગી છે પુનમ ઢિલ્લોં, પોતાના જમાનામાં હતી અતિ સુંદર

કહેવાય છે કે ઉંમર તો માત્ર એક નંબર હોય છે, ખરેખર તો તમે પોતાને કેવી રીતે રજુ કરો છો તે વધુ મહત્વ ધરાવે છે, એજ કારણ છે કે તમે કોઈપણ ઉંમરમાં સુંદર દેખાઈ શકો છો, હવે બોલીવુડ હિરોઈન પુનમ ઢીલ્લોંને જ લઇ લો. ૧૮ એપ્રિલ ૧૯૬૨માં જન્મેલી પુનમ હાલમાં ૫૭ વર્ષની છે.

આમ તો હવે તે તૈયાર થઈને ઘરેથી નીકળે છે તો સૌનું ધ્યાન તેની ઉપર જ ટકી રહે છે, પુનમે આ ઉંમરમાં પણ પોતાને સારી રીતે સંભાળી રાખ્યું છે. એ કારણ છે કે હાલમાં જ જયારે તે એક પાર્ટીમાં પહોચી તો તેની આગળ બીજી બધી મહિલાઓ ફેઈલ થઇ ગઈ. વિશ્વાસ નથી આવતો તો તમે પોતે તમારી આંખોથી જ પુનમના આ ગ્લેમરસથી ભરેલા ફોટા જોઈ લો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાના હૈદરાબાદમાં આવેલા ઘરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, આ પાર્ટીની મુખ્ય હાઈલાઈટ ૮૦ના દશકમાં સાથે કામ કરી ચૂકેલા સ્ટાર્સનું રિયુનીયન હતું. પાર્ટીમાં ગોલ્ડન અને બ્લેક રંગની થીમ પણ રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં પુનમ ઢીલ્લોં ઉપરાંત જયા પ્રદા, નાગાર્જુન અને રાધિકા સરતકુમાર સહીત ઘણા બોલીવુડ અને સાઉથ ફિલ્મોના કલાકારો જોડાયા હતા.

૮૦ના દશકમાં કામ કરવાવાળા આ તમામ કલાકારો આ પાર્ટીમાં ઘણું એન્જોય કરતા જોવા મળ્યા. દરેક અહિયાં બની ઠનીને આવ્યા હતા. આમ તો આ આખી પાર્ટીમાં સાચી લાઈમ લાઈટ પુનમ ઢીલ્લોં લઇ ગઈ. પુનમ ઢીલ્લોંએ તે દરમિયાન ગોલ્ડન પ્રિન્ટ વાળું બ્લેક રંગનું ટોપ પહેર્યું હતું. તેની ઉપર ગોલ્ડન રંગનું જેકેટ અને પેન્ટ પણ પહેર્યું હતું. આ આઉટફીટમાં પુનમ પોતાની ઉંમરની સરખામણીમાં ઘણી યંગ દેખાઈ રહી હતી. પાર્ટીમાં સૌનું ધ્યાન પુનમની ઉપર ટકી રહેલું હતું. ત્યાં સુધી કે બ્લેક ડ્રેસ પહેરીને જયા પ્રદા જેવી સુંદર અભિનેત્રી પણ પુનમ આગળ ઝાંખી જોવા મળી.

હમણાં સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ પુનમનો આ અવતાર ઘણો પસંદ આવી રહ્યો છે. પોતાના જમાનામાં તો પુનમ ઘણી જ વધુ સુંદર ગણાતી હતી. દર્શક પુનમના અભિનય સાથે સાથે તેની સુંદરતાના પણ દીવાના હતા. ‘તેરી મહેરબાનીયા’, ‘નુરી’, ‘યે વાદા રહા’, ‘તેરી કસમ’, ‘રેડ રોઝ’ વગેરે તેની થોડી જાણીતી ફિલ્મો હતી. ફિલ્મો ઉપરાંત પુનમ ‘એક નઈ પહચાન’ નામની ટીવી સીરીયલમાં પણ જોવા મળી હતી. હાલમાં પુનમ ફિલ્મથી દુર થઇ ગઈ છે. આમ તો પાર્ટી અને બીજા ઈંવેંટસમાં તે જોવા મળતી રહે છે.

પુનમના લગ્ન જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ ૧૯૮૮માં બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અશોક ઠકેરીયા સાથે લગ્ન કર્યા હતા, આમ તો ૧૯૯૭માં બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા. તે લગ્નથી બંનેને બે બાળકો પણ છે જેના નામ અનમોલ અને પલોમા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો પુનમ ૨૦૧૮માં ‘દિલ હી તો હે’ નામની ટીવી સ્રીરીયલમાં પણ જોવા મળી હતી, તે વર્ષ ૨૦૨૦માં  ‘જાય મમ્મી દી’ નામની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે સુપ્રિયા પાઠક, સની સિંહ નિજ્જર અને સોનાલી સેગલ પણ જોવા મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.