6 દિવસ પછી શનિ બદલશે ચાલ, 6 રાશિઓ પર પડશે પ્રભાવ

શનિ ફરી એકવાર પોતાની ચાલ બદલવા તૈયાર છે. વર્ષ ૨૦૧૯ માં એમ તો શનિ ધનું રાશિમાં જ સ્થિત રહેશે. એપ્રિલ ૨૦૧૯ માં શનિ ધનું રાશિમાં જ વક્ર ગતિ કરશે. જે સપ્ટેમ્બરમાં ફરી પુનઃ પોતાના માર્ગમાં આવી જશે. ૩૦ એપ્રિલ ૨૦૧૯ થી શનિ ધનુંમાં જ વક્ર ગતિ કરશે. આનાથી ૬ રાશીઓમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. પંડિત મનીષ દુબે શાસ્ત્રીના મત મુજબ શનિની ચાલ બદલાતા જ મોટું પરિવર્તન થવું વ્યાજબી છે. આ વાત એમણે દમોહમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા દરમિયાન કહી હતી. આ આ અવસરે એમણે શ્રીમદ ભાગવત ગીતાનો સાર પણ લોકોને સંભળાવ્યો.

પંડિત મનીષ દુબે શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે જો શનિની રાશિ પરિવર્તનની વાત કરવામાં આવે તો હાલમાં ૨૦૧૯ માં એવી કોઈ સ્થિતિ નથી. માર્ગી અને વક્રી જરૂર થઈ શકે છે. આ સંયોગ ૩૦ એપ્રિલ ૨૦૧૯ એ બની રહ્યો છે જયારે શનિ ધનું રાશીમાં જ વક્રી ગતિ કરશે. ૧૮ સપ્ટેમ્બરએ ધનું રાશિમાં ફરીવાર શનિ પોતાના માર્ગમાં આવી જશે.

૨૦૧૯ના અંત ભાગમાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ એ શનિ ફરી અસ્ત થઈ જશે. અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી આ સ્થિતિમાં રહેશે. ૨૦૧૯ માં શનિ વધારે સમય પૂર્વષાઢા નક્ષત્રમાં સ્થિત રહેશે અને ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ એ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

૩૦ એપ્રિલ ૨૦૧૯ માં વક્રી ગતિ કરી રહેલા શનિના કારણે રાશીઓમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. ૬ એવી રાશિઓ પર સૌથી વધારે અસર જોવા મળશે. તો ચાલો બે બે ના ક્રમમાં જાણી લઈએ કે કઈ રાશિ પર કેવું પરિવર્તન થવાનું છે

કુંભ, મેષ રાશિ :-

પૈસાની તંગી પૂર્ણ થશે. અને આ રાશીઓના લોકોને નોકરી અને વ્યાપારમાં ઘણી સફળતા મળશે. ચિકિત્સા અને કાનૂન સબંધિત મુદ્દાઓને સુરક્ષિત રાખવામાં મદદ મળશે. ભવિષ્યની યાત્રા અને યોજના બનાવવા માટે આ એક સારો દિવસ છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યને સમાજ માટે લાભદાયક થશે. આથી બીજાને બની શકે એટલી મદદ કરો. તમારા યશ વૈભવમાં વૃદ્ધિ થશે. શરીફ કારોબારીઓને વ્યાપારમાં આશા કરતા વધુ લાભ મળશે.

તુલા , સિંહ રાશિ :-

વ્યાપારમાં તમને કોઈ મોટું કાર્ય કરવું પડી શકે છે. જેનાથી તમારા જીવનમાં મોટો બદલાવ જોવા મળી શકે એમ છે મિત્રો સાથે તમારા સબંધ સારા થશે. વ્યાપારમાં તમને જરૂર લાભ થશે. આવકના ક્ષેત્રમાં સતત વધારો થશે. પ્રયત્ન કરો કે તમારા કાર્ય દ્વારા સમાજનું હિત થાય અને બીજાનું ભલું કરો. અપાર ધન લાભના યોગ બની રહ્યા છે, જેનાથી તમારા ભાગ્ય પુરી રીતે બદલાઈ શકે છે.

કર્ક , વૃશ્ચિક રાશિ :-

સમય સાથે માલામાલ થઈ શકો છો, અંદરો અંદર પ્યાર વધશે અને એકબીજા સાથે સંબધ મજબૂત થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે, તમારા જીવનમાં મુશ્કેલીઓ પુરી થઈ જશે. કાર્યક્ષેત્રમાં કોઈ તમને ગંભીરતાથી સાંભળશે. તમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ કરોડપતિ પણ બની શકે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.