છ ફેરાં પછી નવવધુ બોલી- વરરાજા કાળા છે, હું લગ્ન નહી કરું, જાણો વધુ વિગત

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને બધી જાણકારી મળતી રહેતી  હોય છે, સચેંદીના એક ગામમાં એક યુવતીના લગ્ન હતા. બેન્ડબાજાની સાથે જાન બીઠુર ના નારામઉથી મોડી સાંજે કાનપુર પહોચી. છ ફેરાં પછી અચાનક યુવતીએ કહ્યું કે વરરાજા કાળા છે, હું લગ્ન નહી કરું.

કાનપુરની એક રસપ્રદ ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે એક નવવધુએ છ ફેરાં બાદ સાતમો ફેરો લેવાની ના પાડીને લગ્ન કરવાની ના પાડી દીધી. જાણકારી મળ્યા મુજબ, ફૂલહાર કાર્યક્રમ પછી, યુવતીએ વરરાજાની સાથે છ ફેરાં લીધા, પરંતુ સાતમો ફેરો લેતી વખતે અચાનક અટકી ગઈ.

યુવતી બોલી કે વરરાજા કાળા છે, હું લગ્ન નહી કરું. નવવધુએ ના પાડી તેના કારણે બીઠુરથી આવેલી જાન બીજા દિવસે વરરાજા સાથે ખાલી હાથે પાછી ફરી. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે નવવધૂના કુટુંબીજનોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો તેમ છતાં નવવધુ લગ્ન માટે તૈયાર ન થઇ.

હકીકતમાં, સચેંડીના એક ગામમાં એક ખેડુતની દીકરીના લગ્ન હતા. જાન બેન્ડબાજાની સાથે બીઠુરના નારામઉથી મોડી સાંજે લગ્ન સ્થળ પર પહોચી એ પછી સ્વાગત થયા બાદ ખાણી પીણી અને ફૂલહારનો કાર્યક્રમ થયો. મોડી રાત્રે લગ્નની વિધિઓ પણ કરવામાં આવી હતી. વૈદિક જાપની વચ્ચે મંડપમાં છ ફેરાં પુરા થતા જ નવવધુ અચાનક અટકી ગઈ. તેણે ઘૂંઘટ ઉઠાવીને કહ્યું કે, હું લગ્ન કરીશ નહી. તેનાથી હંગામો મચી ગયો.

લગ્ન મંડપમાં જણાવ્યું કારણ :

માં બાપે કારણ પૂછ્યું તો યુવતીએ કહ્યું કે વરરાજા કાળા છે. બન્ને પક્ષના વડીલો અને સંબંધીઓ એ તે યુવતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ કોઈની પણ વાત માની નહી. પોલીસે સ્થિતિને જોઇને બન્ને પક્ષોને રાતે જ સચેંડી પોલીસ સ્ટેશન લઈ ગયા. સચેંડી એસઓએ જણાવ્યું કે, બંને પક્ષો તેમને થયેલો ખર્ચ અને એકબીજાને આપેલો સામાન પરત કરવા માટે સંમત થયા છે. સામાનની આપ-લે કર્યા પછી જાન નારામઉ પરત ફરી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.