બિઝનેસમેનના મોબાઈલ ઉપર આવેલા ૬ મિસ્ડકોલ અને એકાઉન્ટ માંથી ૧.૮૬ કરોડ રૂપિયા થઈ ગયા ગાયબ

તમારા માંથી કદાચ જ કોઈ એવા હશે જે મિસ્ડ કોલ આવ્યા પછી તે નંબર ઉપર કોલ નહિ કરતા હોય. ઘણા બધા લોકો મિસ્ડ કોલ પછી તે નંબર ઉપર કોલ કરે છે, જેથી ખબર પડી શકે કે કોણે અને ક્યા કામ માટે કોલ કર્યો હતો. પરંતુ જો તમે પણ મિસ્ડ કોલ પછી એ નંબર પર ફોન કરો છો તો આજે જ બંધ કરી દો. કેમ કે તમારી સાથે દગો થઇ શકે છે અને તમારી સંપૂર્ણ કમાણી બીજાના ખાતામાં જઈ શકે છે.

મુંબઈના એક બિઝનેસમેનના મોબાઈલ નંબર ઉપર ૨૭-૨૮ ના રોજ અડધી રાત્રે ૬ મિસ્ડ કોલ આવ્યા અને ત્યાર પછી તેના જુદા જુદા એકાઉન્ટ માંથી ૧.૮૬ કરોડ રૂપિયા ગાયબ થઇ ગયા. પીડિતનું નામ વી શાહ છે.

શાહના ફોન ઉપર રાતના ૨ વાગ્યે +૪૪ કોડ વાળા નંબર ઉપરથી ૬ મિસ્ડ કોલ આવ્યા. જણાવી દઈએ કે તે બ્રિટેનનો કોડ છે. ત્યાર પછી તેમણે સવારમાં આ નંબર ઉપર કોલ કર્યો તો જાણવા મળ્યું કે પોતાનું સીમ જ બંધ થઇ ગયું છે. ત્યાર પછી તપાસમાં જાણવા મળ્યું કે શાહની ફરિયાદ ઉપર જ તેના નંબરને બ્લોક કરી દેવામાં આવ્યો છે.

ત્યાર પછી શાહ બેંકમાં ગયા તો જાણવા મળ્યું કે તેના ખાતા માંથી ૧.૮૬ કરોડ રૂપિયા ગાયબ છે, અને જુદા જુદા ૧૪ ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે. અને કુલ ૨૮ ટ્રાંજેક્શન કરવામાં આવ્યા છે. તે બેંકના પ્રયાસો પછી માત્ર ૨૦ લાખ રૂપિયા પાછા મળ્યા છે અને બીજા પૈસા નથી મળી શક્યા.

તપાસમાં જાણવા મળ્યું કે ૨૭ ડીસેમ્બરની રાત્રે ૧૧.૧૫ વાગ્યે શાહના નંબર માંથી નવા સીમ કાર્ડ માટે અરજી કરવામાં આવી અને ૨ વાગ્યે રાત્રે તેના નંબર ઉપર સતત ૬ મિસ્ડ કોલ આવ્યા. આ આખી ઘટના સીમ કાર્ડ સ્વીપની છે. પોલીસના જણાવ્યા મુજબ હેકર્સ પાસે શાહના સીમ કાર્ડની સંપૂર્ણ જાણકારી હતી.

આમ તો આ ઘટના મિસ્ડ કોલનો જવાબ આપવાનો નથી, કેમ કે શાહનો ફોન સાઈલેંટ હતો અને તેમણે મિસ્ડ કોલ વાળા નંબર ઉપર કોલ પણ કર્યો ન હતો. સાઈબર નિષ્ણાંતના જણાવ્યા મુજબ હેકર્સએ શાહના એકાઉન્ટ વિષે જાણકારી એક સોફ્ટવેર દ્વારા મળી ગઈ હતી. આમ તો તમારે પણ સતર્ક રહેવાની જરૂર છે અને મિસ્ડ કોલ આવવા ઉપર અજાણ્યા નંબર હોય તો કોલ બેક કરો જ નહિ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.