એક છોકરીના ઘરે જાન લઈને પહુંચ્યા 6 વરરાજા, વારાફરતી પહુંચ્યા પોલીસ સ્ટેશન

શું થયું જયારે 6 વરરાજા એક જ છોકરી સાથે લગ્ન કરવા આવ્યા, છેલ્લે લીધો પોલીસનો સહારો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક ચકિત કરવા વાળો મામલો સામે આવ્યો છે. અહીં એક છોકરી સાથે લગ્ન કરવા માટે એક પછી એક 6 વરરાજા જાન લઈને એક જ ઘરમાં પહુંચી ગયા. પરંતુ ત્યાં કંઈક એવું થયું કે થોડા કલાકો પછી બધા પોલીસ સ્ટેશન પહુંચી ગયા અને પોલીસને ફરિયાદ કરી મદદ માંગી.

બધા વરરાજાઓએ પોલીસને જણાવ્યું આજે અમારા લગ્ન થવાના હતા પરતું જ્યારે અમે જાન લઈને પહુંચ્યા તો ત્યાં ન દુલ્હન મળી, ન તેના ઘરવાળા અને ન લગ્ન કરાવવા વાળા. તે ઘરમાં તાળું લગાવેલું હતું.

વરરાજાઓએ જણાવ્યું ‘અમને શગૂન જન કલ્યાણ સેવા સમિતિનો એક પત્ર મળ્યો હતો, જેમાં ગરીબ છોકરીઓના લગ્ન કરાવવા માટે વરરાજાઓની શોધ કરવામાં આવી રહી છે, જયારે અમે સંસ્થાના ભોપાલ સ્થિત ઓફિસ સાથે સંપર્ક કર્યો તો તેમણે છોકરી જોવા માટે બોલાવ્યા અને લગ્નની વાત નક્કી થવા પર બધા પાસેથી 20-20 હજાર જમા કરાવ્યા.’

તેના પછી તેઓએ બધા વરરાજાના પરિવાર વાળાઓ ને એક પછી એક પોતાની ઓફિસે બોલાવ્યા અને શુભ મુહૂર્ત ની વાત કરતા લગ્નની તારીખ નક્કી કરી. એમપીના અલગ-અલગ જિલ્લાના 6 છોકરાઓ ને 25 માર્ચની તારીખ આપવામાં આવી. પરંતુ આપવામાં આવેલ તારીખ પર જયારે છોકરા વાળા જાન લઈને પહુંચી તો ત્યાં કોઈ મળ્યું નહિ.

લગ્ન વાળા ઘરે તાળું જોઈ છોકરા વાળા ચક્તિ થઇ ગયા. કલાકો સુધી છોકરીવાળાઓને ફોન કરવાનો પ્રયત્નો કર્યા પરંતુ ફોન લાગ્યો નહિ. તેના પછી વરરાજા અને તેના પરિવાર વાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહુંચી ગયા.

કોલાર પોલીસ સ્ટેશને વરરાજાઓની ફરિયાદ પર સમિતિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધી લીધો છે. જેના પછી શરુ થયેલ તપાસમાં રોશની નામની મહિલાનું નામ સામે આવ્યું છે જે દુલ્હનની માં બનીને ફરિયાદીને ઠગતી હતી. તેના સિવાય રીન્કુ અને કુલદીપ પણ આ કેશમાં મુખ્ય રૂપથી જોડાયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.