બીયર વિના પાર્ટીની મજા ફિક્કી રહે છે. બીયરમાં તમે ઘણા રૂપિયા ખર્ચો છો, પણ જો તમને એકદમ સસ્તામાં એક એવી મશીન મળી જાય જેનાથી આપ ઘરે બેઠા બીયર બનાવી શકો તો કેવું રહે. જી હાં, ફક્ત 6040 રૂપિયામાં તમે એક એવું મશીન ખરીદી શકો છો, જે એકદમ સસ્તામાં ઘરેબેઠા આપની ફેવરિટ બીયર તૈયાર કરી આપે છે.
જો આપની પાસે બીયર વેચવાનું લાઇસન્સ છે, તો આપ ફ્રેશ બીયર બનાવીને સારો એવો નફો કમાઈ શકો છો. આ સિવાય એ મશીન આલ્કોહોલ વગરની ફ્રૂટ બીયર ચપટી વગાડતા તૈયાર કરી આપે છે. જેની બજારમાં ખૂબ માંગ છે તો આપ તેનો ધંધો પણ શરૂ કરી શકો છો.
ક્યાથી મળશે મશીન?
The Beer Machine નામની એક અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીએ આ ખાસ મશીન બનાવ્યું છે, જે ખુબજ સરળતાથી ઘરેબેઠા આપના માટે બીયર તૈયાર કરી શકે છે. આ મશીનથી આપ ફક્ત 27 રૂપિયામાં જ એક ગ્લાસ બીયર તૈયાર કરી શકો છો. કંપનીના દાવા પ્રમાણે આ મશીન ફક્ત 40 સેંટ્સ એટલે કે 27 રૂપિયામાં જ એક ગ્લાસ બીયર બનાવી દે છે.
મશીનની કિંમત કેટલી છે?
આ મશીન ઇકોમર્સ વેબસાઇટ એમેઝોન પર સરળતાથી ઉપલબ્ધ છે. બાકી રાજકોટ જેવા શહેરોમાં કોઈએ બનાવી દીધું હોય તો તમને હજુ સસ્તામાં મળી શકે છે. અહીંયા આ મશીનની કિંમત 89 ડોલર લગભગ 6040 રૂપિયા છે. આ મશીનની સાથે કંપની એક ખાસ બીયર મિક્સ પણ આપી રહી છે, જેનાથી આપ જુદાં-જુદાં પ્રકારની બિયર તૈયાર કરી શકો છો.
કંપનીએ અલગ-અલગ બીયર મિક્સ વેરાયટી પણ બહાર પાડી છે. જેને કંપનીની ઓફિશિયલ સાઇટ પરથી પણ મંગાવી શકો છો. આપને જણાવી દઈએ કે આને મંગાવવા માટે શિપિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.
નોટ: દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને અમે તમને એના માટે પ્રોત્સાહિત નથી કરતા.
જવ નાં પાણી નાં ફાયદા વાંચવા ક્લિક કરો >>>> જવ નાં પાણી પીવાના 6 ફાયદા તો તેના અનાજના 25 ફાયદા થાય છે જે જાણીને તમે ચકિત રહી જશો
વિડીયો