રાજસ્થાનથી પ્રયાગરાજ માટે નીકળી 64 ટન વજનની હનુમાનની મૂર્તિ, સંગમમાં કરાવવામાં આવશે ગંગા સ્નાન.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

રાજસ્થાનથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માટે હનુમાનજીની એક મૂર્તિ રવાના કરવામાં આવી છે અને પ્રયાગરાજમાં આ મૂર્તિને ગંગા સ્નાન કરાવવામાં આવવાનું છે. હનુમાનજીની આ મૂર્તિ ઘણી જ વિશાળ અને વજનદાર છે અને આ મૂર્તિનું વજન ૬૪ ટન જેટલું છે. રવિવારે આ મૂર્તિ રાજસ્થાનના ભીલવાડાથી રવાના થઇ ગઈ છે અને ઉત્તર પ્રદેશ પહોચવામાં આ મૂર્તિને લગભગ એક અઠવાડિયાનો લગભગ સમય લાગી જશે.

રવિવારે બપોરે હનુમાનજીની ૨૮ ફૂટ લાંબી આ મૂર્તિ મહંત બાબુગીરીના સાનિધ્યમાં રવામાં રહી છે. આ મૂર્તિને પ્રયાગરાજ પહોચાડવા માટે એક ખાસ ટ્રોલી બનાવવામાં આવી છે અને આ ટ્રોલીમાં ૨૮ પૈડા છે. ટ્રોલી ઉપર આ મૂર્તિને રાખવામાં લગભગ ૪૦ લોકો દ્વારા ચાર ક્રેનની મદદ લેવી પડી. ઘણી મહેનત પછી આ મૂર્તિ ટ્રોલી ઉપર યોગ્ય રીતે રાખવામાં આવી.

૧૪ દિવસનો લાગશે સમય :-

હનુમાનજીની આ મૂર્તિને મહંત બાબુગીરીના સાનિધ્યમાં પ્રયાગરાજ પહોચાડવામાં આવશે અને આ મૂર્તિને પ્રયાગરાજ પહોચવામાં સાત દિવસનો સમય લાગી જશે. આવી રીતે મૂર્તિને પછી રાજસ્થાન લાવવામાં સાત દિવસ બીજા લાગી જશે. એટલે આ મૂર્તિ લગભગ ૧૪ દિવસનો પ્રવાસ કરશે.

આ મૂર્તિનો પ્રવાસ ભીલવાડાથી શરુ કરવામાં આવશે. જે ગંગાપુર, નાથદ્વારા થઈને બુધવારે ઉદયપુર પહોચી છે. એક દિવસ ઉદયપુરમાં વિશ્રામ કર્યા પછી આ મૂર્તિને મંગલવાડ, ચિત્તોડગઢ, કોટા, શિવપુરીના રસ્તે થઇ ઉત્તર પ્રદેશ લાવવામાં આવશે. આ મૂર્તિ લગભગ ૨૧૦૦ કી.મી.નો પ્રવાસ કરશે.

લોકોએ કર્યા સુત્રોચાર :-

રવિવારે જયારે આ મૂર્તિને પ્રયાગરાજ માટે રવાના કરવામાં આવી તો તે સમયે આશ્રમમાં રહેલા લોકોએ જય હનુમાનના સુત્રોચાર કર્યા. મૂર્તિને લઇ જતી વખતે લોકોની ઘણી ભીડ આશ્રમની બહાર જમા થઇ ગઈ હતી. જેના કારણે ૧૨ કી.મી.નું અંતર દોઢ કલાકમાં કાપ્યું હતું. સંકટ મોચન હનુમાન મંદિરના મહંત બાબુગીરી મહારાજે આ મૂર્તિ વિષે જણાવ્યું કે આ મૂર્તિ ૬૪ ટનની છે. જે ૨૧૦૦ કી.મી.નો પ્રવાસ કરશે.

આ મૂર્તિઓને આ પ્રવાસ કરાવવામાં ઘણા દિવસો લાગી જશે. આ મૂર્તિ સાથે મહંત બાબુગીરી સાથે એક ડઝનથી વધુ લોકો પણ પ્રયાગરાજ માટે રવાના થયા છે. પ્રયાગરાજ પહોચીને આ મૂર્તિને સંગમના કાંઠા ઉપર લઇ જવામાં આવશે અને ત્યાં આ મૂર્તિને સ્નાન કરાવવામાં આવશે. સ્નાન કરાવ્યા પછી આ મૂર્તિ પાછી મંદિર લઇ જવામાં આવશે અને તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.