67 વર્ષનો વરરાજો અને 65 ની નવવધૂ, મંત્રી અને કલેકટર પણ જોડાયા લગ્નમાં

પ્રેમમાં લોકો હદથી વધારે આગળ નીકળી જાય છે. તેમાં ઉંમરનું કોઈ બંધન હોતું નથી, તે તો ફક્ત થઇ જાય છે. આ વાતને એક કપલે સાબિત કર્યું છે. દેશમાં શનિવારે એક એવા લગ્ન થયા જેમાં 67 વર્ષના વરરાજા અને 65 વર્ષની નવવધુ હતી. એટલું જ નહિ સ્ટેજ પર જ નવવધુએ વરરાજાને કિસ પણ કરી. આ અનોખા લગ્ન કેરળના ત્રિશૂરમાં થયા.

ત્રિશૂરમાં રામવર્મપુરમના એક ઓલ્ડ એજ હોમ એટકે કે, વૃદ્ધાશ્રમમાં આ અનોખા લગ્ન થયા. 67 વર્ષના વરરાજા કોછાનિયાન મેનન અને 65 વર્ષની લક્ષ્મી અમ્માલએ પારંપરિક રીતિ-રિવાજોની સાથે આ લગ્ન કર્યા.

શનિવારે થયેલ આ સ્પેશ્યલ લગ્નમાં જોડાવા માટે કેરળના કૃષિ મંત્રી વીએસ શિવકુમાર અને કલેકટર એસ શાનવાસ વિશેષ રૂપથી આવ્યા હતા. લગ્ન પહેલા મહેંદીની રસમ પણ થઇ હતી.

આ બંને એક બીજાને ઘણા વર્ષોથી જાણતા હતા, પરંતુ વચ્ચેના વર્ષોમાં તેમનો કોઈ કોન્ટેક્ટ થયો નહિ. કોછાનિયાન લક્ષ્મી અમ્માલની પતિના અસિસ્ટેંટના રૂપમાં કામ કરી ચુકયા હતા.

જયારે કોછાનિયાનના પરિવાર વાળાઓએ તેમને તરછોડી દીધા તો તે ઓલ્ડ એજ હોમમાં ચાલ્યા ગયા. એ પછી લક્ષ્મીના પતિનું પણ મૃત્યુ થઈ ગયું, તો તે પણ તે જ ઓલ્ડ એજ હોમમાં આવી ગઈ. તેના પછી બંનેમાં ફરીથી પ્રેમ જાગ્યો અને બંનેએ એકબીજા સાથે લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.