10 મિનીટમાં તૈયાર કરો આ રેસિપીઓ, અઠવાડિયાના 7 દિવસ બનાવો આ 7 પ્રકારના નાસ્તા.

નાસ્તામાં રોજ અલગ અલગ વેરાયટી ઈચ્છો છો, તો આ 7 ટેસ્ટી વાનગીઓ બનાવવાની રીત જાણી લો.

નાસ્તો દિવસની સૌથી જરૂરી વસ્તુ હોય છે અને હંમેશા તેને જ લોકો ભૂલી જાય છે. દોડધામ ભરેલા જીવનમાં નાસ્તો ભૂલી જવો સામાન્ય વાત છે. આપણા માંથી ઘણા લોકો સાથે એવું થાય છે કે, સવારે નાસ્તો નથી કરી શકતા અથવા તો નાસ્તામાં હંમેશા એક જેવી જ વસ્તુ ખાવા મળે છે. મોટાભાગે લોકોનો રોજનો નાસ્તો પરોઠા જ હોય છે. એવામાં જો તમને કહેવામાં આવે કે, તમે દરરોજ અલગ પ્રકારનો નાસ્તો બનાવી શકો છો તો કેવું રહેશે? તો તમે બધા ખુશ થઈ જશો.

જો તમને એ નથી સમજાતું કે રોજ રોજ નાસ્તામાં શું બનાવવામાં આવે, તો આજે અમે તમને ક્વિક બ્રેકફાસ્ટ રેસિપીઓ વિષે જણાવીશું જે અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ બનાવી શકાય છે.

(1) પુલિયોગારે (આંબલી વાળા ભાત) : તમે નોર્મલ પુલાવ તો ઘણા ખાધા હશે, પણ શું તમે પુલિયોગારેનો ફ્લેવર ચાખ્યો છે? આ સાઉથ ઇન્ડીયન રેસિપી ફટાફટ બને છે અને તેમાં ઘણા બધા ફ્લેવર છે.

સામગ્રી :

1 કપ ચોખા

4 ચમચી આંબલી

થોડો ગોળ

સ્વાદમુજબ મીઠું

½ ચમચી રાઈ

2-3 ચમચી મગફળી અને કાજુ મિક્સ

½ ચમચી ચણા અને અડદની દાળ

1-2 લીલા મરચા

8-10 મીઠા લીમડાના પાંદડા

ચપટી ભર હિંગ

બનાવવાની રીત :

ચોખા ધોઈને પાકવા માટે મૂકી દો.

આંબલીને પાણીમાં પલાળીને મૂકી દો.

ત્યાર પછી એક તવામાં થોડું એવું ઘી ગરમ કરો અને તેમાં સરસવ, મીઠા લીમડાના પાંદડા, દાળ, લીલા મરચા વગેરે નાખો.

હવે તેમાં મગફળી નાખીને પકાવો અને જો તમે કાજુનો ઉપયોગ કરી રહ્યા છો તો તે પણ નાખો.

હવે તમે આંબલીનું પાણી (ગરબ સાથે) તે તવામાં નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો.

હવે તમે તેમાં ચોખા નાખો અને 2 મિનીટ માટે પકાવો.

ઓછા ઈંગ્રીડીયંટસ સાથે પણ તેમાં ઘણા ફ્લેવર આવશે. તમે ઉપરથી મીઠું અને ચાટ મસાલા નાખીને સર્વ કરો.

(2) બનાના શેક અને બદામ : તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રેસીપી છે. પણ અમે તમને બ્રેકફાસ્ટ ઓપ્શન વિષે જ જણાવી રહ્યા છીએ. જો તમારી પાસે સવારે માત્ર 5-7 મિનીટનો સમય રહે છે, તો આ સૌથી બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.

સામગ્રી :

3-4 કેળા

2 કપ દૂધ

વેનીલા એસેંસ (ઓપ્શનલ)

ઈલાયચી (ઓપ્શનલ)

5-6 પલાળેલી બદામ

બનાવવાની રીત :

રાત્રે સુતા પહેલા બદામને પલાળીને રાખી દો.

સવારે ઉઠીને કેળા અને બીજી સામગ્રી સાથે દૂધ મિક્સ કરી તેને બ્લેન્ડ કરી લો. હવે આ બનાના શેક સાથે બદામ ખાવ.

(3) ગોળ વાળા ભાત : જો તમને કામ ઉપર જવામાં મોડું થઇ રહ્યું છે, તો તમે મીઠા ભાતનું ઓપ્શન જરૂર ટ્રાય કરી શકો છો.

સામગ્રી :

1 કપ બ્રાઉન રાઈસ

2 ચમચી ઘી

1 ચમચી ગોળનો પાવડર (તમે ખાંડ લઇ શકો છો, પણ ગોળ વધુ હેલ્દી રહેશે)

3-4 કપ પલાળેલી બદામ

બનાવવાની રીત :

રાત્રે બદામ પલાળીને રાખવાનું ન ભૂલશો.

સવારે ઉઠીને ચોખા પકાવો અને તેને થોડા ઢીલા રાખો.

જયારે તે પાકી જાય તો તેમાં ઘી, ગોળનો પાવડર અને બદામ નાખીને ખાવ.

સવારે ઉઠીને હેલ્દી બ્રેકફાસ્ટ ઓપ્શન ઘણા વધુ પસંદ આવશે.

(4) દહીં વાળા ભાત : જો તમને ગળ્યુ ખાવાનું અને થોડું ભારે ખાવાનું નથી પસંદ, પણ તમે સવારે ઉઠીને હેલ્દી વસ્તુ ખાવાનું પસંદ કરો છો, તો તમે દહીં વાળા ભાત ખાઈ શકો છો.

સામગ્રી :

1 કપ ચોખા

10-12 મીઠા લીમડાના પાંદડા

½ ચમચી સરસવ

કાપેલી લીલી કોથમીર

1 કપ સાદું દહીં

ચપટી ભર હિંગ

2 કાપેલા લીલા મરચા

સિંધવ મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત :

સૌથી પહેલા ભાતને બાફવા માટે મૂકી દો.

હવે એક તવામાં તોડું તેલ લઈ તેમાં મીઠા લીમડાના પાંદડા, સરસવ, હિંગ વગેરે નાખીને વઘાર તૈયાર કરો.

હવે તમે પાકેલા ચોખામાં દહીં અને કાપેલી લીલી કોથમીર મિક્સ કરીને ઉપરથી તે વઘાર નાખી દો.

તમારા દહીં ચાવલ તૈયાર છે.

(5) રાગી માલ્ટ : જો તમે ફટાફટ બનતું હેલ્દી ડ્રીન્કસ માગો છો, તો રાગી માલ્ટ ઘણું જ સારું ઓપ્શન હોઈ શકે છે. તે વેઇટ લોસ માટે સારી રેસિપી છે.

સામગ્રી :

3-4 ચમચી રાગીનો લોટ

મીઠું

પાણી

2 ચમચી દહીં

½ ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત :

સૌથી પહેલા રાગીના લોટમાં થોડું પાણી નાખીને તેને પલાળી લો.

હવે એક તવામાં 2 કપ પાણી ગરમ કરો અને તેમાં તે માલ્ટ નાખો. તેને 3-4 મિનીટ પાકવા દો.

હવે તેને ગ્લાસમાં કાઢીને થોડું દહીં અને લીંબુના રસ સાથે સર્વ કરો.

(6) કોબીજ કાજુ ઉપમા : ઉપમા તો લગભગ દરેક ઘરમાં બને છે. પણ જો તેને કોબી અને કાજુની સાથે પકાવવામાં આવે તો તે વધુ સારું ઓપ્શન બની શકે છે.

સામગ્રી :

1 કપ સોજી

2 ટમેટા

10-12 મીઠા લીમડાના પાંદડા

4 ચમચી કાપેલી કોબી

1 કાપેલી ડુંગળી

½ ચમચી પીસેલું આદુ

5 લસણ

1 કપ દહીં

1 નાની ચમચી જીરુ

1 નાની ચમચી સરસવ

1 નાની ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી દાળ

1 ચમચી અડદ દાળ

1 ચમચી કાજુ

બનાવવાની રીત :

એક તવામાં થોડું ઘી એડ કરો અને તેમાં જીરુ, રાઈ, ચણાની દાળ, અડદની દાળ, કાજુ વગેરે એડ કરીને શેકો.

હવે તેમાં કાપેલું આદુ, કાપેલી ડુંગળી, કાપેલા લીલા મરચા, મીઠી લીમડો, ટમેટા, મીઠું વગેરે નાખો.

ત્યાર પછી તેમાં કાપેલી કોબી મિક્સ કરો અને 30 સેકંડની અંદર પાણી મિક્સ કરી દો.

હવે તેમાં ધીમે ધીમે કરીને સોજી મિક્સ કરો.

એક વખત તે થોડા મોટા થઇ જાય તો ફ્લેમને બંધ કરી દો અને તેમાં ઉપમા તૈયાર કરો.

(7) બેસનના ચીલા : જો તમે રેગ્યુલર આમલેટ કે પછી ઢોંસા ખાઈને કંટાળી ગયા છો, તો ફટાફટ તમે બેસનના ચીલા બનાવી શકો છો.

સામગ્રી :

2 કપ બેસન

તમારી પસંદનું સમારેલું શાક (બીન્સ કે લીલા શાકભાજી ન નાખો)

થોડો અજમો

મીઠું સ્વાદમુજબ

ચાટ મસાલા સ્વાદમુજબ

પકાવવા માટે તેલ

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે બધા શાકભાજી જેમ કે ડુંગળી, ટમેટા, શિમલા મરચું, ગાજર વગેરે જે પણ ઉપયોગ કરી રહ્યા છો, તેને સમારીને બેસનમાં મિક્સ કરો.

ત્યાર બાદ થોડો અજમો નાખો અને ચાટ મસાલો અને મીઠું પણ નાખો.

હવે તમે તેને સારી રીતે મિક્સ કરીને 2 મિનીટ રાખી દો અને તવો ગરમ કરી લો.

તવો ગરમ થતા જ તમે તેમાં તેલ નાખો (ઘણું ઓછું) અને તેને સારી રીતે ફેલાવી લો. હવે ઢોંસાના બેટરની જેમ ચીલા ફેલાવો અને પછી તેને પકાવો.

એક સાઈડથી પાક્યા પછી બીજી સાઈડ ફેરવો. તે પકાવવામાં લગભગ 3-4 મિનીટનો સમય લાગશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.