7 દિવસની અંદર આ 4 કપલ્સના ઘરે ગુંજી બાળકની કિલકારીઓ, 2 જોડીઓના ઘરે એક જ દિવસે થયા બાળક

ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોના ઘરે ૧ અઠવાડિયાની અંદર જ બાળકોનો કલબલાટ ગુંજ્યો, સૌથી ખાસ અને આશ્ચર્યજનક વાત તો એ છે કે અમુક કલાકારોના ઘરે એક જ દિવસમાં બાળકોનો જન્મ થયો. માતા પિતાના આ લીસ્ટમાં સૌથી પહેલા કોમેડી સુપરસ્ટાર કપિલ શર્માનું નામ રહેલું છે. ત્યારપછી એકતા કપૂરની પ્રસિદ્ધ ધારાવાહિક ‘યે હે મોહબ્બતે’ ના હિરો કરણ પટેલના ઘરમાં પણ બાળકનો કલબલાટ ગુંજ્યો. આજે અમે તમને ટેલીવિઝનના એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આ અઠવાડિયામાં માતા પિતા બન્યા.

સૌથી પહેલા અમે તમને જણાવીએ છીએ કપિલ શર્મા વિષે, કોમેડી કિંગ માનવામાં આવતા કપિલ શર્મા અને ગીન્ની ચતરથના લગ્ન ગયા વર્ષે ડીસેમ્બર ૨૦૧૮ના રોજ થયા હતા. તેમના લગ્ન જાલંધરમાં થયા હતા. હજુ કપિલ અને ગીન્નીના લગ્નનું ૧ વર્ષ પણ પૂરું નથી થયું અને તે એક બાળકના માતા પિતા બની ગયા.

૧૦ ડિસેમ્બરે ગીન્નીએ એક દીકરીને જન્મ આપ્યો. હજુ સુધી તેની દીકરીનો ફોટો અને નામ શેર નથી કર્યા. કપિલ શર્માએ સોશિયલ મીડિયા ઉપર પોતે પિતા બનવાની જાણકારી શેર કરી. કપિલ શર્મા આજકાલ સોની ટીવી ઉપર કપિલ શર્મા શો માં જોવા મળી રહ્યા છે. કપિલ શર્માના આ શો ના પ્રોડ્યુસર સલમાન ખાન છે.

કપિલ શર્મા પછી ટેલીવિઝનની એક બીજી અભિનેત્રીના ઘેર બાળકનો ક્લબલાટ ગુંજ્યો. આ હિરોઈનનું નામ છે રુચા હસન્બિસ, ૧૦ ડીસેમ્બરના દીવસે રુચાએ એક દીકરીને જન્મ આપ્યો. પોતાના બાળકની જાણ રુચાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આપી. રુચાએ પોતાના બાળકનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું અમારા આનંદનો ખજાનો. અમારી દીકરી આવી ગઈ છે. તમને યાદ હશે રુચાએ સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી પ્રસિદ્ધ સીરીયલ ‘સાથ નિભાના સાથીયા’ માં રાશીની ભૂમિકા નિભાવી હતી.

ધારાવાહિક ઉત્તરણમાં અભિનય કરી ચુકેલા અભિનેતા ગૌરવ બજાજના ઘરે પણ આ અઠવાડિયામાં બાળકનો કલબલાટ ગુંજી ઉઠ્યો. ગૌરવની પત્નીનું નામ સાક્ષી શેરવાની છે. સાક્ષીએ ૧૧ ડીસેમ્બરના રોજ ઇન્દોરમાં એક દીકરાને જન્મ આપ્યો. દીકરાના જન્મ પછી ગૌરવે કહ્યું કે તે ઘણો જ ખુશ છે. હજુ તેમણે પોતાના બાળકનું નામ નથી રાખ્યું અને પોતાના દીકરાને જુનીયર બજાજ કહીને બોલાવે છે. ગૌરવ અને સાક્ષીએ ૧૦ ડીસેમ્બરે પોતાની મેરેજ એનીવર્સરી સેલીબ્રેટ કરી હતી.

એકતા કપૂરની પ્રસિદ્ધ ધારાવાહિક ‘યે હે મોહબ્બતે’ માં રમન ભલ્લાનું પાત્ર નિભાવનારા કરણ પટેલ પણ એક બાળકના પિતા બની ગયા છે. કરન પટેલ અને તેની પત્ની અંકિતા ભાર્ગવ ૧૪ ડીસેમ્બરના રોજ માતા પિતા બન્યા. અંકિતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. અંકિતા અને કરનનું આ પહેલું બાળક છે. કરણ પટેલે સોશિયલ મીડિયા ઉપર તે વાતની જાણકારી આપી. સમાચારો મુજબ અંકિતા અને તેની દીકરી બંને જ એકદમ સ્વસ્થ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.