7 મે ની સવાર થતા જ ચમકી જશે આ 5 રાશિઓનું નસીબ, કુંડળીમાં શરુ થશે રાજયોગ.

હિન્દૂ ધર્મમાં ઘણા બધા તહેવાર અને પર્વ મનાવવામાં આવે છે. પરંતુ અખાત્રીજનું કાંઈક અલગ જ મહત્વ હોય છે. શહેરના જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્મા જણાવે છે કે વૈશાખ શુક્લા પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં સ્થિત હોય છે, આથી આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે એમના ભગવાનની કૃપાનું ફળ અક્ષય થઈ જાય છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા કાર્યના પરિણામનો ક્ષય થતો નથી એવી માન્યતા છે કે આ દિવસે સોનુ ખરીદવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી નારાયણની પૂજા અર્ચના સફેદ કમળ કે સફેદ ગુલાબથી કરવાનું શુભ અને વિશેષ ફળદાયક માનવામાં આવે છે.

બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ :-

પંડિતજી જણાવે છે કે વર્ષ ૨૦૧૯ માં અખાત્રીજનો અદ્દભુત સંયોગ બની રહ્યો છે. આવો સંયોગ પુરા દશક પછી થઈ રહ્યો છે. આના પહેલા વર્ષ ૨૦૦૩ માં ૫ ગ્રહોનો એવો યોગ બન્યો હતો અને હવે વર્ષ ૨૦૧૯ માં ફરી આવો સંયોગ બનશે, જયારે ૪ ગ્રહ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં ફરશે. આથી થોડી રાશિઓ માટે આ દિવસ પ્રગતિશીલ છે જાણો કઈ છે એ રાશિઓ

સિંહ રાશિ :-

તમારા માટે અખાત્રીજનો દિવસ સર્વ શ્રેષ્ઠ રહેશે. આ દિવસે તમારા માટે કોઉ પણ ધાતુની ખરીદી કરવી ઉત્તમ રહેશે. આકસ્મિક ધન લાભ થવો સુનિશ્ચિત છે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. સાહસ અને ઉત્સાહજનક વાતાવરણ રહેશે. આત્મબળ વધવાના સંકેતો છે. જે જાતક બેરોજગાર છે એમના માટે આ સમય ઉત્તમ રહેશે. આજના દિવસે તમે સહકર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત કરશો.

કન્યા રાશિ :-

અખાત્રીજનો દિવસ તમારા માટે થોડો ઘણો સારો નરસો રહશે. આ સમય તમારા ખર્ચાઓમાં પસાર થશે. મોટા ભાગે ખર્ચા પારિવારિક હશે. યાત્રા કરતી વેળાએ સાવધાની રાખવી. જો સૂર્યાસ્ત પછી ચાંદીની ખરીદી કરશો તો સર્વશ્રેષ્ઠ રહેશે. ‘ૐ સોમ સોમાય નમઃ’ મંત્ર નો જાપ કરવો સર્વ શ્રેષ્ઠ રહેશે.

મિથુન રાશિ :-

તમારા માટે અખાત્રીજનો દિવસ મંગલકારી રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આ સમય તમને ઘણો અનુકૂળ રહેશે. તમે આત્મવિશ્વાસ સાથે પોતાના કામ પુરા કરવામાં સફળ થશો. આ સમયે તમે તમારા અંદર નવી ઉર્જાનો અનુભવ કરશો. આર્થિક લાભના યોગ બનશે. સ્વાસ્થય તમારું સારું રહેશે. સંતાન પક્ષ પણ તમને સહયોગ આપશે.

વૃશ્ચિક રાશિ :-

અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. રાજનીતિજ્ઞમાં પણ અનુકૂળ સ્થિતિ મેળવશો પ્રતિયોગી પરીક્ષાઓમાં સાક્ષાત્કાર એટકે કે સારા પરિણામ મળી શકે છે. આ રાશિના જાતક આ સમયે શેર, સોના ચાંદી અને જમીન વગેરેમાં રોકાણ કરી શકે છે. ચાંદીના પાત્રમાં પોતાના ઇષ્ટદેવને ખીર ચડાવવાથી શ્રેષ્ઠ રહેશે અને આકસ્મિક ધનની પ્રાપ્તીનો યોગ થશે.

તુલા રાશિ :-

આ દિવસે તમારા માટે સોનાની ખરીદી કરવાનું શ્રેષ્ઠ રહેશે. ભાગ્યમાં પ્રગતિનું વાતાવરણ રહેશે. તમારા માટે આ સમય સૌભાગ્યશાળી કહેવામાં આવી શકે છે. ભાગ્ય દરેક પગલે તમારો સાથ આપશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની અપેક્ષા રાખી શકો છો. ધન પ્રાપ્તિના યોગ પણ તમારા માટે બની રહ્યા છે. અધ્યાત્મ તરફ પણ તમારું ધ્યાન વધી શકે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.