7 સીટર WagonR જૂનમાં લોન્ચ થશે, કંપની ઉતારશે હાઈબ્રીડ અવતાર.

મારુતિ સુઝુકી તાજેતરમાં વેગનઆરનું ઇલેક્ટ્રિક વેરીયંટ લોન્ચ કરી રહી છે.

આજના દોડધામ વાળા સમયમાં સમયમાં લોકોને વાહનની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે, વાહન વગર કોઈપણના કાર્ય સમયસર પુરા કરવામાં ઘણી જ તકલીફ રહે છે, તે પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, અને કંપની વાળા પણ નવા નવા મોડલ બહાર પાડતા રહે છે, આવું જ એક નવું મોડલ ટૂંક સમયમાં મારુતિ સુઝુકી બહાર પાડવા જઈ રહી છે. અને તે પણ ૬-૭ સીટ વાળી કારનું નવું મોડલ. અને સામાન્ય રીતે ૪ સીટ વાળી કાર વધુ પ્રમાણમાં માર્કેટમાં આવતી હોય છે.

આજના સમયમાં કારની અનેક કંપનીઓ પણ જાત જાતની ઓફર અને નવા નવા સુધારા વધારા સાથેના મોડલો બહાર પાડીને ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયાસ કરે છે, અને ગ્રાહકોનીઓ જરૂરિયાતો મુજબ નવા મોડલો માર્કેટમાં બહાર પાડતા રહે છે.

મારુતિ સુઝુકી ૭ સીટવાળી ઓલ ન્યુ વેગનઆરની કિંમત ૫ થી ૬ લાખ રૂપિયા વચ્ચે જ હોઈ શકે છે.

કારનું વેચાણ મારુતિના પ્રીમીયમ રીટેલ ચેનલ નેક્સા દ્વારા કરવામાં આવશે.

મારુતિ સાત સીટવાળી ઓલ ન્યુ વેગનઅઆર જુનમાં લોન્ચ કરવા જઈ રહી છે. તેની કિંમત ૫ થી ૬ લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. વેગનઆર સાત સીટની હાઈબ્રીડ વેરીયંટને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આમ તો ઇલેક્ટ્રિક વેરીયંટના લોંચીંગની શક્યતાઓ જોવા મળી રહી છે. આ કારનું વેચાણ મારુતિના પ્રીમીયમ રીટેલ ચેનલ નેસકા દ્વારા કરવામાં આવશે.

ટૂંક સમયમાં થશે ૬ સીટ વાળી Ertiga નું લોંચીંગ :-

સાત સીટ વાળી કાર ૧.૨ લીટર, ફોર સિલેંડર પેટ્રોલ એન્જીન વેરીયંટ સાથે આવશે, જે 82bhp નું પાવર અને ૧૧૩ ન્યુટન મીટરનું ટોક જનરેટ કરશે. તેમાં ૫ સ્પીડ મેનુઅલ અને ૫ સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમીશનનું ઓપ્શન મળશે. નવી વેગનઆરને મોટા વ્હીલ બેસ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. વેગનઆર ઉપરાંત મારુતિ સુઝુકી ટૂંક સમયમાં જ Ertiga ની ૬ સીટ વાળી વેરીયંટ લોન્ચ કરી શકે છે.

૭ સીટર વેગર આર વિષે તમારો શું વિચાર છે? વેગર આર શું તમારી પાસે છે? કોમેન્ટ બોક્ષમાં જણાવો અને એની કઈ બાબત તમને સૌથી વધુ ગમે છે તે પણ જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.