7 વર્ષના બાળકે ગલ્લામાંથી કોરોના પીડિતો માટે આપ્યા 333 રૂપિયા, ટ્વીટર પર થઇ રહ્યા છે વખાણ

માનવતા હજી જીવિત છે, ફક્ત 7 વર્ષના બાળકે પોતાના પિગી બેન્કમાં સાચવેલા 333 રૂપિયા કોરોના પીડિતને દાન કર્યા

કોરોના વાયરસની જંગ જીતવા માટે ભારતમાં દરરોજ મદદ માટે હાથ આગળ આવી રહ્યા છે. બિઝનેસમેન હોય કે ફિલ્મ સ્ટાર્સ બધા મદદ માટે આગળ આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ એક નાનકડો બાળક આ કડીમાં જોડાઈ ગયો છે. આ બાળકે પોતાની પિગીબેંકની(ગલ્લો) બધી સેવિંગને કોરોના પીડિત લોકો માટે સરકારને ડોનેટ કરી દીધું છે. આ બાળક 7 વર્ષનો છે અને મિજોરમના કોલસીબીના વેંગલઈ વિસ્તારમાં રહે છે.

મિજોરમના મુખ્યમંત્રી જોરામથાનાએ બાળકના વખાણ કરતા એક ફોટો શેયર કરી અને કેપશનમાં ‘હીરો’ લખીને પુરી જાણકારી જણાવી છે.

આ 7 વર્ષના બાળકે Rommel Lalmuansangaની નાનકડી પોટલીમાં 333 રૂપિયાના સિક્કા મળ્યા. Rommelએ પોતાની બધી સેવિંગ ટાસ્ક ફોર્મના કોવિડ-19 થી લડાઈમાં મદદ માટે આપ્યા છે. સીએમ એ બાળકને હીરો જણાવતા આશીર્વાદ આપ્યા.

ટ્વીટ પર બાળકની ખુબ વખાણ કરી રહ્યા છે લોકો :

તમને જણાવી દઈએ કે આનાથી પહેલા 6 વર્ષના બાળકે પણ પોતાના ગલ્લાની આખી જમા રાશિને દાન આપ્યું હતું. આ કહાનીના કાર્યકર્તા ઉમર ખાલિદે ટ્વીટર પર શેયર કર્યું હતું.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.