70 વર્ષની માં ને સ્કૂટરથી કરાવી 48 હજાર કિમીની તીર્થયાત્રા, મહિન્દ્રા એ કહ્યું, કાર કરીશ ગિફ્ટ.

આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક માં અને દીકરાની સ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે. મૈસુરમાં રહેતા આ માં અને દીકરાની કહાનીને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. આ કહાની છે, ડી કૃષ્ણ કુમારની જેની માં ક્યારે પણ શહેર માંથી બહાર ગઈ ન હતી. તેની માં ની ઉંમર ૭૦ વર્ષ છે. કૃષ્ણ કુમારની માં એ પોતાના દીકરાને એક ઈચ્છા જણાવી કે તે તીર્થયાત્રા ઉપર જવા માંગે છે. કૃષ્ણ કુમારે પોતાની માતાની ઈચ્છા પૂરી કરવા માટે ડી કુમારને સ્કુટરથી ૪૮,૧૦૦ કી.મી.ની યાત્રા કરી. આ કહાની ટ્વીટર ઉપર સામે આવી. આ કહાનીને વાંચીને બિજનેસમેન આનંદ મહિન્દ્રા પણ ઈમોશનલ થઇ ગયા.

આનંદ મહિન્દ્રાએ આ સ્ટોરીને ટ્વીટર ઉપર શેર કરી અને એક જાહેરાત કરી કે હું પોતે તેને એક કાર ગીફ્ટ કરીશ. ડી કુમાર અને તેની માતાની યાત્રા ઉપર જવાની કહાનીનો વિડીયો દ્વારા મનોજ કુમારે પણ ટ્વીટર ઉપર શેર કર્યો. મનોજ નંદી ફાઉન્ડેશનમાં સીઈઓના હોદ્દા ઉપર ફરજ બજાવે છે.

આનંદ મહિન્દ્રા એમ.મનોજ કુમારના ટ્વીટને શેર કરતા કેપ્શનમાં લખ્યું, માં અને દેશ માટે પ્રેમની એક સુંદર કહાની. મનોજ તેને શેર કરવા માટે આભાર. જો તમે તેની સાથે સંપર્ક કરી શકો તો હું તેને મારા હસ્તે એક મહિન્દ્રા KUV 100 NXT ભેંટમાં આપવા માગું છું, જેથી તે આગળની તીર્થયાત્રામાં માં સાથે કારમાં જઈ શકે, એક સમાચાર મુજબ પોતાની માં ને તીર્થયાત્રા કરાવવા માટે કૃષ્ણ કુમારે પોતાની નોકરી માંથી રાજીનામું આપી દીધું.

કૃષ્ણ કુમાર પોતાની માં ને પોતાના ૨૦ વર્ષ જુના બજાજ ચેતક સ્કુટર દ્વારા પ્રવાસ ઉપર લઇ ગયા. તેની માં શહેર પણ જોવા માગતી હતી, આનંદ કુમારે પોતાની માં ને તીર્થ યાત્રા કરાવવા સાથે સાથે શહેરમાં પણ ફેરવ્યા. કૃષ્ણ કુમારની ઉંમર ૩૯ વર્ષ છે. એક ઈન્ટરવ્યું દરમિયાન ડી કુમારે જણાવ્યું કે અમે જોઈન્ટ ફેમીલીમાં રહેતા હતા. જેને કારણે મારી માંનું જીવન માત્ર રસોઈ સુધી જ મર્યાદિત રહી ગયું હતું. પિતાના અવસાન પછી મારી માં એકદમ એકલી થઇ ગઈ હતી.

એટલા માટે મેં એ નિર્ણય કર્યો કે મારી માં પોતાના દીકરા સાથે સમય પસાર કરે અને એક માનપુવકનું જીવન જીવવાની હક્કદાર છે, એક સમાચાર મુજબ જાન્યુઆરી મહિનામાં કૃષ્ણ કુમારે આ યાત્રા શરુ કરી હતી. આ યાત્રા દરમિયાન માં અને દીકરાએ દેશના ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો. તે પ્રવાસ દરમિયાન તે સ્કુટરમાં જરૂરી વસ્તુ લઈને જતા હતા.

બીજી તરફ આનંદ મહિન્દ્રાના ટ્વીટની સોશિયલ મીડિયા ઉપર જોરદાર પ્રસંશા થઇ રહી છે. આનંદ મહિન્દ્રાએ સવારે ૧૦.૩૨ વાગ્યે આ ટ્વીટ કર્યું હતું. જેને સમાચાર લખાયા ત્યાં સુધી ૩ કલાકથી પણ ઓછા સમયમાં ૬.૭ ના લાઈક મળી ચુક્યા હતા. ૧.૭ના યુઝર્સે આ ટ્વીટને રી પોસ્ટ કરી. જણાવી આપીએ કે મહિન્દ્રા હંમેશા પોતાના ટ્વીટને લઈને સમાચારોમાં રહે છે. તેમણે ઘણી વખત એવા લોકોને મદદ કરી છે, જે કાંઈક અલગ કરવાને કારણે ચર્ચામાં આવ્યા હોય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.