૭૦૦ વર્ષ જુના આ ઝાડનો થયો માણસની જેમ ઈલાજ, ડોકટરે ચડાવ્યા ગ્લુકોઝના બાટલા

ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશમાં ઘણા ધર્મો અને સમુદાયોના લોકો મળીને રહે છે. ભારતમાં ઘણા રાજ્ય છે અને દરેક રાજ્યોની પોતાની જુદી જુદી સંસ્કૃતિ છે. ભારતમાં આમ તો ઘણા ધર્મોને માનવા વાળા લોકો છે, પણ સૌથી વધુ લોકો હિંદુ ધર્મને માને છે.

તમને જણાવી આપીએ હિંદુ ધર્મ પરંપરાઓનું ઘણું મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં ઘણી જાતની પરંપરાઓ નિભાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી દેવતાઓ સાથે નદીઓ, જંગલો અને પહાડો ની પણ પૂજા કરવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ થશે કે હિંદુ ધર્મ મુજબ કુદરતની આ વસ્તુઓને મનુષ્ય જેટલું જ મહત્વ આપવામાં આવે છે.

જ્યાં આ આધુનિક યુગમાં લોકો જંગલનો નાશ કરવા ઉપર છે, ત્યારે ઘણા લોકો જંગલોને બચાવવા માટે પોતાનું બલીદાન આપવાથી પાછા નથી પડતા. ઘણી જગ્યાઓ ઉપર ઝાડની જાળવણી લોકો કરતા પણ વધુ રાખવામાં આવે છે. હાલમાં જ તેલંગાના ના મહબૂબ નગર જીલ્લામાં એક જુના વડના ઝાડનો ઈલાજ એવી રીતે કરવામાં આવી રહેલ છે, જેમ કે કોઈ માણસનો ઈલાજ કરવામાં આવતો હોય.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે આ જુના વડના ઝાડને દુનિયાનું બીજું સૌથી મોટું ઝાડ માનવામાં આવે છે. મળેલી માહિતી મુજબ ૭૦૦ વર્ષ જુના આ વડના ઝાડની હાલત ખરાબ છે અને તેને બચાવવા માટે સંઘર્ષ ચાલી રહેલ છે. ઝાડને સજીવ કરવા માટે સલાઈન ના બાટલા ચડાવવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન ના જાણકાર લોકો આ ઝાડને કેમિકલ ચડાવી રહેલ છે. મીડિયાના રીપોર્ટ મુજબ આ ઝાડ ઉપર ઉધઈ લાગી ગયેલ છે અને ઉધઈએ આ ઝાડને પોલું કરી નાખેલ છે.

વડના આ ઝાડમાં જંતુનાશક ની ઘણી બધી બોટલો એ આશાએ લગાવેલ છે કે કદાચ ઝાડને ફરી વખત સારું કરી શકાય. ઇન્જેક્શનની મદદથી જંતુનાશકો આ ઝાડની ડાળીઓ અને થડમાં પહોચાડવામાં આવી રહયા છે. તમને જણાવી આપીએ ૭૦૦ વર્ષ જુનું આ ઝાડ મહબૂબનગર ના ફીલ્લામરી વિસ્તારમાં આવેલ છે. આ ઝાડ ત્રણ એકર જમીનમાં ફેલાયેલ છે. આ ઝાડને દુનિયાનું સૌથી વિશાળકાય ઝાડ માનવામાં આવી રહેલ છે. તે કારણ છે કે આ ઝાડને જોવા માટે દુર દુર થી પ્રવાસીઓ આવતા રહે છે. ઝાડની હાલત ને ધ્યાનમાં રાખીને હવે અહિયાં લોકોના આવવા જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

ઝાડની હાલત સુધારવા માટે વન વિભાગના અધિકારીઓ એ સલાઈન ડ્રીપમાં ઇન્જેક્શન ઘણા કેમિકલ પણ ભેળવેલ છે, આવી રીતે ઘણી બોટલો તૈયાર કરવામાં આવેલ છે. ઝાડના ઈલાજ માટે બોટલો ને બે બે મીટરના અંતરે ઇન્જેક્શન લગાવીને લટકાવવામાં આવેલ છે. તેની સાથે જ ઝાડનો ઈલાજ ઘણી બીજી રીતે પણ કરવામાં આવી રહેલ છે. ઝાડને આધાર આપવા માટે ઝાડની આજુબાજુ કોક્રેટનું સ્ટ્રકચર પણ બનાવવામાં આવેલ છે. જીલ્લાના જીલ્લાધિકારી રાન્લ્સ રોસ વ્યક્તિગત રીતે ઝાડના ઈલાજની દેખરેખ કરી રહેલ છે. હવે તો એ જોવાની વાત છે કે આટલી સારવાર પછી ઝાડને બચાવી શકાશે કે નહી.


Posted

in

,

by

Tags: