75 કિલોના સલમાન ખાનને ખોળામાં ઉઠાવવા લાગી સોનાક્ષી સિંહા, જુઓ પછી શું થયું

બોલીવુડમાં હાલના દિવસોમાં માત્ર એક જ સ્ટાર છે જેનું સ્ટારડમ આકાશને સ્પર્શ કરે છે, તેના નામથી જ સિનેમાઘરોમાં ટીકીટો વેચાઈ જાય છે, પછી ફિલ્મ સારી હોય કે ખરાબ જો ભાઈજાન તેમાં છે તો ફેંસ થીએટર સુધી જરૂર જાય છે, હવે તો તમે સમજી ગયા હશો કે અમે અહિયાં સલમાન ખાનની વાત કરી રહ્યા છીએ. સલમાન ખાનની ‘દબંગ 3’ ફિલ્મ હાલના દિવસોમાં બોક્સ ઓફીસ ઉપર છવાયેલી છે.

આ ફિલ્મને લઈને દર્શકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેવામાં આ બંને CAA પ્રોટેસ્ટને લઈને પણ ભાઈજાનની ફિલ્મને એટલું જોરદાર ઓપનીંગ મળ્યું જેની તેમને આશા હતી. આમ તો પહેલા વીકેંડમાં સલમાનની ફિલ્મ ૭૩ કરોડની કમાણી કરવામાં સફળ રહી છે, એટલે કે આવનારા સમયમાં તે ખુબ જલ્દી ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ જશે. ઘણા લોકોનું માનવું છે કે વર્તમાનમાં દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે જો તેવી પરિસ્થિતિ ન હોત તો ભાઈની ફિલ્મને વધુ સારો રિસ્પોન્સ મળી શક્યો હોત.

તે તમામ વાતો વચ્ચે સોશિયલ મીડિયા ઉપર સલમાન ખાન અને તેની દબંગ સીરીઝની અભિનેત્રી સોનાક્ષી સિંહની એક તસ્વીર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે, આ ફોટામાં સોનાક્ષી આશ્ચર્યજનક રીતે જ સલમાનને પોતાની બાથમાં ઉપાડતી જોવા મળી રહી છે. સલમાન એક ઘણો હસ્ઠ પુષ્ઠ અને મજબુત માણસ છે, ભાઈનું શરીર જોરદાર છે.

તેવામાં એક છોકરી માટે સલમાનને બાથમાં ઉપાડવો ઘણું મુશ્કેલ કામ છે. આમ તો આપણી સોનાક્ષી સિન્હાએ પણ દેખાડી દીધુ કે દબંગાઈની બાબતમાં તે પણ સલમાનથી પાછી પડે તેમ નથી. તે એકદમ આરામથી સલમાનને પોતાની બાથમાં ઉપાડી લે છે.

જેમ કે તમે તસ્વીરોમાં જોઈ શકો છો. પહેલી તસ્વીરમાં સોનાક્ષી સલમાનને ઉપાડવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. તે દરમિયાન સલમાનના ચહેરા ઉપર કોઈ હાવભાવ નથી રહેતા. જેવી જ બીજી તસ્વીરમાં સોનાક્ષી સલમાનને બાથમાં ઉપાડવામાં સફળ થઇ જાય છે તેવો જ સલમાન આશ્ચર્યચકિત થઇ જાય છે.

જાણકારી મુજબ સલમાનનો આ ફોટો દબંગ 3ના બીહાઈંડ ધ સીનનો છે. હવે આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. દર્શકોને સોનાક્ષીનો આ અંદાઝ ઘણો પસંદ આવી રહ્યો છે. સોનાક્ષી જીમમાં ઘણો સમય પસાર કરે છે. તેના કારણે જ તે સલમાનને ઉપાડવામાં સફળ રહી.

સોનાક્ષીએ પોતાનું બોલીવુડ ડેબ્યુ પણ દબંગ ફિલ્મથી જ કર્યું હતું. આ ફિલ્મની દરેક કડીમાં ઇન્સ્પેક્ટર ચુલબુલ પાંડેની પત્ની રજ્જોનું પાત્ર નિભાવી રહી છે, સલમાન સોનાક્ષીની દબંગ સીરીઝના દરેક પાર્ટ બોક્સ ઓફીસ ઉપર હીટ સાબિત થયા છે.

આ ફિલ્મમાં કલાકાર મહેશ માંજરેકરની દીકરી સાંઈ માંજરેકરે પણ ડેબ્યુ કર્યું છે. ફિલ્મનું મુન્ના બદનામ હુઆ ગીત પણ દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ વખતે દબંગ 3માં વિલન સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર કીચ્ચા સુધીન બન્યા છે.

તમને લોકોને દબંગ 3 કેવી લાગી અમને કમેન્ટમાં જરૂર જણાવો. શું સોનાક્ષીની જેમ તમે પણ સલમાન ખાનને બાથમાં ઉપાડી શકો છો?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.