૨૧ ની ઉંમરમાં આવી રીતે કરોડપતિ બની ગયો આ 8th નાપાસ છોકરો, આજે CBI પણ લે છે મદદ

આજે દેશમાં જીવ લેનારી ઓનલાઈન બ્લુ વ્હેલ ગેમ સતત સમાચારોમાં છે. સરકાર, ટેકનોલોજી નિષ્ણાંત, સાઈબર ટીમ, એથીકલ હેકર્સ વગેરે એ વાતની જાણકારી મેળવવા માં લાગી ગઈ છે કે આ ગેમ લોકો સુધી કેવી રીતે પહોચી રહી છે જે બધા માટે નુકશાનકારક બની રહી છે. આજે અમે તમને એક એવા એથિકલ હેકર્સ વિધે જણાવી રહ્યા છીએ, જે 8th ધોરણમાં નાપાસ થઇ ગયો હતો જેના કારણે તેને ઘેર થી ખુબ જ ઠપકો મળેલ હતો. આ છોકરાની ટીએસી સિક્યુરીટી નામની સાઈબર સિક્યુરીટી કંપની આજે કરોડો કમાઈ રહી છે. જણાવી દઈએ કે આ છોકરાએ પોતાના શોખને બિજનેશનું સ્વરૂપ આપ્યું જેને કારણે તે આજે અહિયાં સુધી પહોચ્યો છે. શું કરે છે ત્રિશનીત….

છોકરાની ઉંમર ફક્ત ૨૩ વર્ષ છે જેનું નામ ત્રિશનીત અરોરા છે. ત્રિશનીત લુધિયાનાના મધ્યમ વર્ગના કુટુંબમાં રહે છે. જેને બાળપણથી જ અભ્યાસમાં ઓછો અને કોમ્પ્યુટરમાં વધુ રસ હતો. ત્રિશનીત દિવસભર કોમ્પુટર હેકિંગનું કામ શીખતો હતો, જેના કારણે તે ભણવાથી દુર રહ્યો અને 8th માં ધોરણમાં નાપાસ થયો હતો. 8th માં ધોરણ પછી ભણવાનું છોડી દીધું. પરંતુ આગળ જઈને તેણે 12th માં ધોરણની પરીક્ષા આપી. તે એક એથિકલ હેકર છે જેનાથી નેટવર્ક કે સીસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી સિક્યુરીટી ઈવેલ્યુએટ કરી શકાય છે. તેની દેખરેખ સર્ટીફાઈડ હેકર્સ કરે છે, જેનાથી કોઈપણ નેટવર્ક કે સીસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી સિક્યુરીટી કોન્ફોડેન્શિયલ જ રહે.

મિત્રોએ મશ્કરી કરી

ત્રિશનીત આઠમાં ધોરણમાં નાપાસ થી ગયો ત્યાર પછી તેનો પરિવાર તેનાથી ખુબ જ નારાજ હતો. એટલું જ નહી તેના મિત્રો અને સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ તેની મશ્કરી કરવા લાગ્યા, ત્યાર પછી આરોરાએ નિયમિત અભ્યાસ છોડીને 12th સુધી કોરિસ્પોન્ડેસ માંથી અભ્યાસ કર્યો.

ઘરવાળાઓને ન ગમ્યું ત્રિશનીત નું કામ

ત્રિશનીત એક સામાન્ય કુટુંબમાં જન્મ્યો હતો, આવા ઘરવાળાઓને તેનું કામ ન ગમ્યું. ત્રિશનીતના પિતા એકાઉન્ટન્ટ હતા તેથી તેમણે પોતાના દીકરાનું આ એથિકલ હેકિંગનું કામ બિલકુલ ગમતું ન હતું, પરંતુ અરોરા કોમ્પ્યુટરમાં પોતાના શોખને જ કારકિર્દિ બનાવવાનો નિર્ણય લઇ ચુક્યો હતો.

CBI થી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ છે તેમના ગ્રાહક

* બે વર્ષ પહેલા જયારે તેની ઉંમર ૨૧ વર્ષ હતી, તેણે ટીએસી સિક્યુરીટી નામની સાઈબર કંપની બનાવી.

* ત્રિશનીત હવે રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાયકલ જેવી કંપનીઓ ને સાઈબર સાથે જોડાયેલી સર્વિસ આપી રહ્યા છે.

* તે હેન્કીંગ ટોક વિથ ત્રિશનીત અરોરા”ધી હેન્કીંગ એર’ અને ‘હેન્કીંગ વિથ સ્માર્ટફોન્સ’ જેવા પુસ્તકો લખી ચુક્યા છે.
દુબઈ-યુકે માં વર્ચુઅલ ઓફીસ, આવી રીતે મળી તાલીમ

* દુબઈ અને યુકેમાં કંપનીના વર્ચુઅલ ઓફીસ છે. લગભગ ૪૦% ગ્રાહકો આ ઓફિસોમાંથી કામ કરે છે.

* મીડિયા રીપોટર્સ મુજબ દુનિયાભર માં ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ કંપનીઓ ગ્રાહક છે. જેમાં તેમની કંપની ને કરોડોનું ટર્નઓવર થાય છે.

* સેલ્ફ સ્ટડી અને પિતા સાથેના માર્ગદર્શન થી તૈયાર થયા, યુટ્યુબના વિડીયો ની પણ મદદ મળી.

*તેમણે નોર્થ ઇન્ડિયાની પહેલો સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઉભો કર્યો.

મેળવી ચુક્યો છે ઘણા એવોર્ડ

તેના કામને લીધે ૨૦૧૩ માં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિહા એ સન્માનિત પણ કર્યા હતા. વર્ષ ૨૦૧૪ માં પંજાબ ના મુખ્ય મંત્રી પ્રકાશ સિહ બાદલે પ્રજા સત્તાક દિવસ ઉપર રાજ્ય એવોર્ડ આપ્યો અને વર્ષ ૨૦૧૫ માં તેમણે ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાના સહિત સાત મહાનુભાવો ની સાથે પંજાબી આઇકન એવોર્ડ આપવામાં આવેલ હતો.

બે હજાર કરોડ ટર્નઓવર ઉપર ધ્યાન

હવે ત્રિશનીતનું લક્ષ્યાંક કંપનીના બિજનેશને યુએસએ લઇ જવા ઉપર છે. તેમણે આ વર્ષ જાન્યુઆરી માં આપેલા એક જુદા જ ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે કંપનીના ટર્નઓવર ને વધારીને તેને બે હજાર કરોડ રૂપિયા સુધી લઇ જવા માંગે છે. દુનિયાભરની ૫૦૦ કંપનીઓ આ સમયે ત્રિશનીતના ગ્રાહક છે.