તમે પણ 8 મુ પાસ છો લઇ લો 10 લાખ સુધીની લોન, વાંચી લો ક્યાંથી, કેવીરીતે, મળશે સપોર્ટ

જો તમે 8મુ ધોરણ પાસ છો તો પણ 10 લાખ રૂપિયા ની લોન સરકાર પાસેથી લઇ શકો છો. તેના માટે બસ એક આસાન એવી શરત તમારે પૂરી કરવી જોઇશે. લોનની રકમ સરકાર તરફથી વધારવામાં આવે છે તમારું શિક્ષણનું સ્તર સનાતક સ્તર થી વધુ છે. વધુમાં વધુ 25 લાખ ની લોન સરકાર તમને આપશે. જો કે આ લોન લેવા માટે એક શરત પૂરી કરવી પડશે.

આવી રીતે મળશે લોન

લોન લેવા માટે તમારે પહેલા કોઈ ધંધો શરુ કરવાની તૈયારી કરવી પડશે અને તેનો પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો પડશે. પ્રોજેક્ટ રીપોર્ટ જોયા પછી સરકાર તરફથી ખાદી ગ્રામ ઉદ્યોગ લોન જાહેર કરશે.

તમારો ધંધો શરુ કરવા માટે છે સ્કીમ

કોઈ પણ નવો ધંધો શરુ કરતા પહેલા સૌથી જરૂરી વસ્તુ છે પૈસા. જો તમારી પાસે વર્કિંગ કેપિટલ નથી તો કોઈ પણ પ્રકારનો ધંધો શરુ કરવો માત્ર સપનું જ રહે છે તેને હકીકત બનાવવામાં તકલીફ પડશે. આ લોન એ શરતે આપવામાં આવશે કે તમે આ પૈસાનો ઉપયોગ માત્ર ધંધો શરુ કરવા માટે જ ઉપયોગ કરશો.

તેમને મળશે લોન

પહેલેથી જ આ લોન મળે છે જેનું નવું નામ પ્રધાન મંત્રી રોજગાર સુજન કાર્યક્રમ (પીએમઈજીપી) છે તેના તરફથી 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ આવી રીતે લોન લઇ શકે છે. આ શહેરી અને ગ્રામીણ બન્ને જગ્યાએ રહેતા લોકોને મળશે. જનરલ કેટેગરીના વ્યક્તિ પણ આ સ્કીમનો લાભ લઇ શકે છે. તે સાથે જ એસ.સી, એસ.ટી. ઓ.બી.સી. ઓછી આવકવાળા, મહિલાઓ, દિવ્યાંગ, ભૂતપૂર્વ લશ્કરના કર્મચારી, ઉત્તર પૂર્વ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકોને ખાસ સહાયતા પણ આપવામાં આવશે. આ પ્રકારની લોન માટે સ્વયં સહાયતા ગ્રુપ, સોસાયટી અને ચેરીટેબલ ટ્રસ્ટ પણ અરજી કરી શકે છે.

આવી મળશે છૂટ

શહેરી વિસ્તારના અરજદારો પાસે લોન લેવા માટે ઓછામાં ઓછા 10 ટકા પોતાની મૂડી હોવી જોઈએ. તેમજ ગ્રામીણ વિસ્તારના અરજદારો પાસે 5 ટકા પોતાનું મૂડી હોવી જોઈએ. લોન ઉપર જનરલ કેટેગરીના શહેરી અરજદારોએ આખા પ્રોજેક્ટના 25 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા અરજદારોએ 15 ટકા છૂટ મળશે. તેમ અન્ય કેટેગરીના અરજદારોને 25 ટકા થી લઈને 35 ટકા સુધીની છૂટ મળશે.

મળી શકશે આટલી લોન

જો તમે કોઈ પણ જાતની કોઈ ફેક્ટરી લગાવો તો 25 લાખ સુધીની લોન લઇ શકે છો. તેમજ સર્વિસ સેક્ટરમાં ધંધો શરુ કરવા માટે મર્યાદા 10 લાખ રૂપિયા છે. (આમાં લોન પર વ્યાજ અને કેટલો સમય લાગે છે આ પ્રોસેસ થી લોન પાસ થવા માં અને અન્ય મુશ્કેલીયો વિષે પણ તમે તમારી રીતે રીસર્ચ કરો જાણકારી મેળવો ને સાહસ કરો મોટા કોઈ ઉદ્યોગપતિ પોતાની મૂડી થી મોટા નથી થયા બધા જ બેંકો ની લોન લઇ ને કેટલાય ભાગી પણ ગયા છે પણ નાના માણસો પાસે થી બેંક કોઈપણ રીતે પૈસા કઢાવતી હોય છે એટલે એ બધુ રિસ્ક પણ જોજો )