આવી ગયો શિયાળો અને શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો આપશે આ હેલ્ધી સૂપ, આજે જ કરો ટ્રાય!

પાલક સૂપ

સામગ્રી

-પાંચ સો ગ્રામ પાલક

-ત્રણથી ચાર ટામેટાં

-એક ઈંચ આદું

-મીઠું સ્વાદ પ્રમાણે

-અડધી ટીસ્પૂન સંચળ

-એક ટેબલસ્પૂન લીંબુનો રસ

-બે ટેબલસ્પૂન બટર

-બે ટેબલસ્પૂન ક્રીમ

-એક ટેબલસ્પૂન કોથમીર સમારેલી

રીત

પાલક, ટામેટાં અને આદુંના કટકા કરી તેને બાફી લો. ત્યારબાદ તેની પ્યૂરી બનાવી લો. હવે પ્યૂરીમાં 5-6 કપ પાણી નાખી ગળણીથી ગાળી લો. તેને ધીમા તાપે મીઠું, સંચળ અને મરી નાખી 2-3 મિનિટ પકવો. સૂપને તાપ પરથી ઉતારી તેમાં બટર અને લીંબુનો રસ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

નીચે વિડીયો માં પણ જોઈ શકો છો પાલક સૂપ બની શકે કે ઉપર ની રીત કરતા અલગ હોય

વિડીયો – ૧ પાલક સૂપ

 

ટોમેટો એન્ડ ફેનિલ સૂપ

સામગ્રી

-છ ટામેટાં

-સો ગ્રામ વરિયાળી

-બેથી ત્રણ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ

-એક નંગ ડુંગળી

-સાતથી આઠ કળી લસણ

-સ્વાદ પ્રમાણે અધકચરાં મરી

-એક કપ સમારેલી કોથમીર

-મીઠું સ્વાદ પ્રમાણે

રીત

એક નોનસ્ટિક કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને સાંતળી લો. ત્યારબાદ તેમાં અધકચરાં મરી અને ટામેટાંને સમારીને નાખો. હવે વરિયાળીને એક પાતળા કપડામાં બાંધી પોટલી બનાવી પેનમાં નાખી થોડી વાર પકવો. ત્યારપછી કોથમીરની પણ પોટલી બનાવી નાખો. પેનમાં મીઠું અને 2 કપ પાણી નાખી પકવો. થોડી વાર બાદ વરિયાળી અને કોથમીરની પોટલી કાઢી તેમાં સમારેલી કોથમીર અને થોડું ઓલિવ ઓઈલ મિક્સ કરો. સૂપને મિક્સરમાં બ્લેંડ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

વિડીયો ટોમેટો એન્ડ ફેનિલ સૂપ

ચીઝી કોલીફ્લાવર સૂપ

સામગ્રી

-અઢી સો ગ્રામ ફ્લાવર

-સવા કપ દૂધ

-એક નંગ ડુંગળી

-એક ટીસ્પૂન બટર

-સ્વાદ પ્રમાણે મરી પાઉડર

-સર્વિગ માટે ગ્રેટેડ ચીઝ

રીત

ફ્લાવરને ધૂઓ ને તેના મોટા-મોટા કટકા કરી લો. હવે ફ્લાવર, દૂધ અને 3 કપ પાણી મિક્સ કરી બોઇલ કરી લો. બધી સામગ્રી બોઇલ થઈ જાય એટલે તેને બ્લેંડરમાં બ્લેંડ કરી લો. એક કડાઈમાં બટર ગરમ કરી ડુંગળી સાંતળી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં ફ્લાવરનું મિશ્રણ મિક્સ કરી મીઠું અને મરી પાઉડર મિક્સ કરી લો. સૂપ ઘટ થઈ જાય એટલે તેને ગ્રેટેડ ચીઝથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

નીચે વિડીયો માં જોઈ શકો છો આ સૂપ બનાવા ની રીત બની શકે કે ઉપર જણાવેલી રીત થી અલગ હોય

વિડીયો ચીઝી કોલીફ્લાવર સૂપ

ગ્રીન પી એન્ડ કોર્ન સૂપ

સામગ્રી

-બે કપ વટાણા

-એક કપ મકાઈના દાણા

-અડધો કપ ડુંગળી સમારેલી

-બે કળી લસણ

-એક ટીસ્પૂન તેલ

-મીઠું સ્વાદ પ્રમાણે

-પા કપ દૂધ

-એક ટીસ્પૂન સમારેલી કોથમીર

-એક ટીસ્પૂન સમારેલો ફુદીનો

રીત

એક બાઉલમાં વટાણા, મકાઈ, ડુંગળી, લસણ, મીઠું અને 4 કપ પાણી નાખી બાફી લો. વેજિટેબલ્સ બોઈલ થઈ જાય એટલે તેની પ્યુરી બનાવી લો. સર્વ કરતી વખતે તેમાં દૂધ, કોથમીર અને ફુદીનો નાખી 2 મિનિટ ઉકાળી ગરમ ગરમ સર્વ કરો.

નીચે વિડીયો માં પણ જોઈ શકો છો ગ્રીન પી એન્ડ કોર્ન સૂપ

વિડીયો ગ્રીન પી એન્ડ કોર્ન સૂપ

હોટ એન્ડ સૉર સૂપ

સામગ્રી

-એક ટેબલસ્પૂન તેલ

-એક ટેબલસ્પૂન આદું-લસણ

-બે નંગ લીલાં મરચાં

-બે ટેબલસ્પૂન ફ્લાવર

-બે ટેબલસ્પૂન ગાજર

-બે ટેબલસ્પૂન કેપ્સિકમ

-બે ટેબલસ્પૂન કોર્નફ્લોર

-એક ટીસ્પૂન ચીલી સોસ

-બે ટીસ્પૂન ડાર્ક સોયા સોસ

-મીઠું સ્વાદ મુજબ

-પા ટીસ્પૂન મરી પાઉડર

-પા ટીસ્પૂન વિનેગર(ઓપ્શનલ)

-એક ટેબલસ્પૂન લીલી ડુંગળી

રીત

કોબીજ, ગાજર, કેપ્સિકમ, આદું, લસણ, લીલાં મરચાં બધું જીણું સમારી અલગ રાખો. એક કપ પાણી માં કોર્નફ્લોર, સોસ, સોયા સોસ મિક્સ કરી લો. સોસ પેનમાં તેલ ગરમ કરી આદુ-લસણ સાંતળી, આજીનો મોટો, ફ્લાવર, ગાજર, કેપ્સિકમ બધું વારા ફરતી ઉમેરી સાંતળો. કોર્નફ્લોરનું પાણી ઉમેરી ઉકળવા દો. બીજો 1 કપ પાણી (જરૂર મૂજબ) રેડો. મીઠું, મરી પાવડર ઉમેરો. એક-બે ઉભરા આવે એટલે ગેસ બંઘ કરી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. તૈયાર છે હોટ એન્ડ સૉર સૂપ.

નીચે હોટ એન્ડ શોર સૂપ ની વિડીયો છે બની શકે તે ઉપર ની રીત થી અલગ હોય

વિડીયો હોટ એન્ડ સૉર સૂપ

ક્રીમી વેજિટેબલ સૂપ

સામગ્રી

-દોઢ કપ સમારેલાં મિક્સ શાકભાજી,(ફણસી, ગાજર, લીલાં વટાણાં)

-અડધો કપ સમારેલા કાંદા

-દોઢ ટેબલસ્પૂન મેંદો

-અઢી કપ દૂધ

-બે ટેબલસ્પૂન માખણ

-મીઠું સ્વાદાનુસાર

-પીરસવા માટે ખમણેલું ચીઝ

રીત

એક પેનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા 1 મિનિટ સુધી સાંતળી લો. તેમાં મેંદો અને શાકભાજી નાખી બીજી 2થી 3 મિનિટ સાંતળો. તેમાં 2 કપ પાણી અને મીઠું મેળવી શાકભાજી બરોબર બફાઈને નરમ થાય ત્યાં સુધી રાંધો. અંતમાં તેમાં દૂધ મેળવી, સૂપને ધીમા તાપે 2થી 3 મિનિટ રાંધો. તેના પર ખમણેલું ચીઝ છાંટી ગરમ ગરમ પીરસો.

Dr. Alka V. Gohel

વિડીયો  ક્રીમી વેજિટેબલ સૂપ