8 સ્વાદિષ્ટ વ્યંજન જે છે આ શહેરોની ખાસ ઓળખાણ, આ ખાવા દુર દુરથી આવે છે લોકો

ભારતના દરેક શહેર પોતાની રીતે કોઈને કોઈ વિશેષતા ધરાવતા હોય છે અને સ્વાદની તો વાત જ અલગ છે. શહેરથી અલગ દુર દુરથી લોકો તે ખાવા આવે છે. જાણો આ પ્રસિદ્ધ ખાવાપીવા વિષે.

ભારતમાં શહેર બદલાતા જ હવામાન, ભાષા, રહેણીકરણી જ નહિ અહિયાંના સ્વાદ પણ બદલાઈ જાય છે. જ્યાં રાજસ્થાનના ખાવા પીવામાં મસાલાનો વધુ ઉપયોગ જોવા મળશે અને સાઉથ ઇન્ડીયન સ્વાદ લાઈટ અને સ્વાદથી ભરપુર હોય છે. જેને તમે ક્યારે પણ ખાઈ શકો છો. તો જો તમે અહિયાં બિજનેશ, ફેમીલી કે ફરવા કોઈ પણ પ્રકારની ટ્રીપ ઉપર આવો તો એક વખત તેને જરૂર ચાખો.

મુંબઈ આવીને ચાખો વડા પાવનો સ્વાદ :-

મુંબઈ જ નહિ અહિયાં આવનારા પ્રવાસીઓ પણ વડા પાવ ખાધા પછી તેના દીવાના બની જાય છે. એમ કહો કે તે અહીયાની સૌથી પ્રસિદ્ધ ડીશ છે. જેની વચ્ચે વચ્ચે નાની નાની લારી ઓથી લઈને મોટા મોટા રેસ્ટોરન્ટ સુધીના મેન્યુમાં જોવા મળી શકે છે. આમ તો બટેટામાંથી બનેલા વડા બન સાથે ખાવામાં આવે છે.

સ્વાદ વધારવા માટે લીલી ચટણી અથાણું અને આખા લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. ડીશ વિષે જાણીને તમને એ એકદમ સામાન્ય વેજીટેરીયન બર્ગર જેવું લાગશે પરંતુ તે ખાધા પછી જ તમે તેના અલગ સ્વાદને ઓળખી શકશો.

રાજથાનની જોરદાર ડુંગળી કચોરી :-

અહિયાં તમે દરેક પ્રકારની કચોરીનો સ્વાદ લઇ શકો છો, પરનું ડુંગળીની કચોરી સૌથી વધુ પ્રસિદ્ધ છે. ડુંગળીને મસાલામાં મિક્સ કરી લોટમાં ભરીને ફ્રાઈ કરવામાં આવે છે અને ચટણી સાથે પીરસવામાં આવે છ. સવારથી લઈને સાંજના નાસ્તામાં ક્યારે પણ તેનો આનંદ લઇ શકો છો.

કલકત્તાના ચટપટા પુચકા :-

તેને ચાખવા માટે તમારે શહેરથી ક્યાય પણ બહાર જવાની જરૂર નથી કેમ કે તે દરેકના પસંદગીના સ્નેક્સમાં રહેલું છે એટલા માટે શહેરની દરેક શેરી, નાકા ઉપર તમે તેનો સ્વાદ લઇ શકો છો. પરંતુ જેવી રાજસ્થાની ડુંગળી કચોરી, બિહારી લિટ્ટી ચોખા અને લખનઉના ટુંડે કબાબ પ્રસિદ્ધ છે, એવી રીતે જ કલકત્તાની પાણી પૂરી ચાખ્યા પછી તમને ખબર પડશે કે કેમ તે સૌથી અલગ છે.

આમ તો પુચકાનો સ્વાદ જ નહિ શહેર બદલતા જ નામ પણ બદલાઈ જાય છે. ક્યાંક તેને ગોળગપ્પે, ક્યાંક પાણી તાશા, ક્યાંક પાણી પૂરીના નામથી ઓળખે છે.

સાઉથ ઇન્ડિયાની ઈડલી સાંભરનો સ્વાદ અલગ છે :-

સાઉથ ઇન્ડિયાના કોઈપણ ખૂણામાં જઈને તમે આ ડીશનો સ્વાદ લઇ શકો છો. ઈડલીનો ટેસ્ટ તમને દરેક જગ્યાએ એક સરખો મળશે પરંતુ સાંભરમાં રંગ રૂપમાં સ્થળ પછી બદલાતા જોવા મળશે. ઘણી લાઈટ અને ટેસ્ટી ડીશ છે આ. તેને પણ તમે ક્યારે પણ એન્જોય કરી શકો છો.

પટનાના લિટ્ટી ચોખા છે જોરદાર :-

પટનાના પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડસ માંથી એક, જે ખાધા પછી પેટ જરૂર ભરાઈ જાય છે પરંતુ મન નહિ. ચણાના દાણામાં કાચું લસણ, ડુંગળી, મરચાનું અથાણું, લીંબુ, મીઠું ભેળવીને મસાલો તૈયાર કરવામાં આવે છે અને પછી તેને લોટની વચ્ચે ભરીને શેકવામાં આવે છે. અમુક અમુક જગ્યાએ તળીને પણ બનાવવામાં આવે છે પરંતુ શેકેલી લિટ્ટી ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. જેને બટેટા-રીંગણના ચોખા સાથે પીરસવામાં આવે છે.

દાર્જીલિંગનો ટેસ્ટી મોમોજ :-

મોમોજનો સ્વાદ પણ હવે મોટાભાગે શહેરોમાં લઇ શકાય છે, પરંતુ જે સ્વાદ દાર્જીલિંગના મોમોજમાં મળે છે તેવો કદાચ ક્યાય બીજે ન મળે. વેજીટેરીયન્સ થી લઈને નોનવેજીટેરીયન્સ દરેક સ્વાદનો આનંદ ઉઠાવી શકો છો. અહિયાં મોમોજ સાથે સૂપ પણ પીરસવામાં આવે છે. સૂપ સાથે મોમોજ ઘણો જ સ્વાદિષ્ટ કોમ્બીનેશન થાય છે.

ઘણા જ ટેસ્ટી છે અહિયાંના છોલે ભટુરે :-

છોલે સાથે કુલ્ચે હોય કે ભટુરે, પ્રસિદ્ધ તો અમૃતસરના જ છે. અહિયાં છોલે ઘણા બધા મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. ભટુરે સાઈઝમાં ઘણા મોટા હોય છે. તો અમૃતસર જયારે પણ આવો તેનો સ્વાદ લેવાનું ભૂલશો નહિ.

લખનઉના ટુંડે કબાબના નવાબ પણ હતા દીવાના :-

તે ખાવા વાળા તેના વખાણ કરતા નથી થાકતા. દુર દુરથી લોકો તેનો સ્વાદ લેવા આવે છે. મોઢામાં જતા જ ઓગળી જવા વાળા આ કબાબને અહિયાં લોકો રોટલી અને નાન સાથે એન્જોય કરે છે. કહે છે કે અહીયાની દુકાનો ઘણી જૂની છે અને કબાબ અહીયાના નવાબોના પસંદગીના ખાવા પીવાનો ભાગ હતો. તેમાં ઉપયોગમાં કરવામાં આવતા મસાલા તેનો સ્વાદ વધારી દે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.