80 ના દશકમાં હતી આ પ્રસિદ્ધ બાળ કલાકારની બોલબાલા, હવે જીવી રહી છે ગુમનામ જીવન.

એક જમાનો હતો જ્યારે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે આ છોકરી હતી બધાની પહેલી પસંદ, હવે તેને ઓળખવી પણ છે મુશ્કેલ.

હિન્દી સિનેમામાં હંમેશાથી જ મુખ્ય કલાકારો સાથે જ બાળ કલાકારોનું પણ મહત્વ જોવા મળે છે. સમયે સમયે બાળ કલાકારોએ બોલીવુડમાં એક ખાસ અને અલગ ઓળખ ઉભી કરી છે. 70, 80 અને 90 ના દશકમાં બાળ કલાકારોની ઘણી બોલબાલા હતી. આજે અમે તમને 80 ના દશકની એવી જ એક પ્રસિદ્ધ બાળ કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો લુક હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે અને તે દુબઈમાં રહે છે.

80 ના દશકમાં મોટાભાગની ફિલ્મોમાં બાળ કલાકારનો રોલ બેબી ગુડ્ડુએ નિભાવ્યો હતો. 80 ના દશકમાં બેબીની હિન્દી સિનેમામાં બાળ કલાકાર તરીકે બોલબાલા હતી. બેબી તે સમયની ઘણી હીટ ફિલ્મોનો ભાગ રહી છે. તેનું સાચું નામ શાહિંદા બેગ છે, તે ફિલ્મ નિર્દેશક એમ. એમ. બેગની દીકરી છે.

શાહિંદા બેગે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઔલાદ, સમંદર, પરિવાર, ઘર ઘર કી કહાની, મુલ્જિમ, નગીના અને ગુરુ સહીત લગભગ 32 ફિલ્મોમાં કામ કર્યું છે. બાળ કલાકાર તરીકે તેમની મોટાભાગની ફિલ્મો હીટ રહી છે. 1980 માં મુંબઈમાં જન્મેલી બેબી ગુડ્ડુએ આશરે 3 વર્ષની નાની ઉંમરમાં જ હિન્દી સિનેમામાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. કહેવામાં આવે છે કે, તેને અભિનેત્રી કિરણ જુનેજા ફિલ્મોમાં લઈને આવી હતી.

અભિનેત્રી કિરણ જુનેજાએ તેની પાસે બાળ કલાકાર તરીકે બોલીવુડમાં કામ કરાવ્યું અને થોડા સમયમાં જ તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. ઘણા ઓછા સમયમાં તે બાળ કલાકાર તરીકે પોતાની મોટી અને ખાસ ઓળખ ઉભી કરી ચુકી હતી. 80 ના દશકમાં દરેક બીજી ફિલ્મમાં તે જોવા મળવા લાગી.

ઘણા મોટા કલાકારો સાથે કર્યું કામ : હિન્દી સિનેમામાં લગભગ 32 ફિલ્મોમાં કામ કરી ચુકેલી બેબીએ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું. શ્રીદેવી, જયા પ્રદા, અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી સહીત તે સમયના ઘણા કલાકારો સાથે તેણે સ્ક્રીન શેર કરી. ખાસ વાત એ છે કે, ઘણી ફિલ્મોમાં તેણે છોકરાનું પાત્ર પણ ભજવ્યું.

પાપ ઔર પુણ્યથી કર્યું ડેબ્યુ : બાળ કલાકાર તરીકે બેબીના ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ 1984 થી થઇ હતી. તે સમય દરમિયાન તેની ફિલ્મ પાપ ઔર પુણ્ય રીલીઝ થઇ હતી. તે દર્શકોના દિલ ઉપર પોતાની પહેલી જ ફિલ્મથી રાજ કરવામાં સફળ રહી હતી. ફિલ્મો સાથે જ શાહિંદાએ ટુથપેસ્ટ અને સોફ્ટ ડ્રીંકની જાહેરાત પણ કરી. તેનાથી પણ તે ઘણી પ્રસિદ્ધ થઇ હતી.

રાજેશ ખન્નાએ બનાવી ટેલીફિલ્મ : તે સમયના દરેક મોટા કલાકાર બેબી ગુડ્ડુને પસંદ કરતા હતા અને તેને ફિલ્મી કલાકારો પાસેથી ઘણો પ્રેમ મળતો હતો. હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્નાએ તો બેબી ગુડ્ડુ માટે એક ટેલીફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં શાહિંદા બેગ મુખ્ય પાત્રમાં હતી અને આ ફિલ્મનું નામ હતું આધા સચ આધા જુઠ.

1991 માં આવી છેલ્લી ફિલ્મ : જોકે શાહિંદા બેગ ઘણા લાંબા સમય સુધી બોલીવુડમાં કામ ન કરી શકી. આશરે 11 વર્ષની ઉંમરમાં જ તેણે હિન્દી સિનેમાને વિદાય આપી દીધી હતી. કહેવામાં આવે છે કે, એવું તેણે પોતાના અભ્યાસ ઉપર ફોકસ કરવા માટે કર્યું હતું. તે વર્ષ 1991 માં છેલ્લી વખત ફિલ્મી પડદા ઉપર જોવા મળી હતી. તે દરમિયાન તેની ફિલ્મ ઘર પરિવાર રીલીઝ થઇ હતી. આ ફિલ્મ સાથે જ એક બાળ કલાકાર તરીકે બોલીવુડ સાથે તેનો સંબંધ પૂરો થઇ ગયો.

નાનપણમાં કરવામાં આવેલા શાહિંદા બેગના કામથી દરેક લોકો પ્રભાવિત હતા અને તેમને લાગતું હતું કે, આગળ જઈને શાહિંદા ફિલ્મોમાં જ પોતાની કારકિર્દી બનાવશે, પણ એવું થઇ ન શક્યું. બોલીવુડમાં તે એક મોટું નામ બની ગઈ હતી અને તેના પિતા પણ ફિલ્મ નિર્દેશક હતા, તેના માટે એક મુખ્ય અભિનેત્રી બનવું અઘરું ન હતું, પણ તેને કાંઈક બીજું જ મંજુર હતું.

હવે ક્યાં છે અને શું કરી રહી છે બેબી ગુડ્ડુ?

ફિલ્મી દુનિયા સાથે સંબંધ તોડ્યા પછી શાહિંદા વિદેશ જતી રહી હતી. તે પરણિત છે અને હાલ દુબઈમાં રહે છે. તે ત્યાં અમીરાત એયરલાઈન્સ સાથે કામ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.