80% લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કરે છે આ ભૂલો, જણાવી જરૂરી છે પછી પછતાવાથી કોઈ ફાયદો નથી.

તમે હંમેશા જોયું હશે મોટા ભાગના લોકો મળના વેગોને રોકવાનો પ્રયાસ કરતા હોય છે, જેવા કે મળ, મૂત્ર, પાદ, છીંક, ભૂખ, ઊંઘ, ખાંસી, મહેનતને કારણે શ્વાસનું રોકવું, બગાસું, આંસુ, કે વીર્યના વેગોને રોકતા હોય છે અને તેને કારણે નાના એવા રોગ ઉભા થઇ જાય છે. લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને દિવસે મોડે સુધી ઊંઘે છે.

સૂર્યનો તાપ ન લેવો :-

જો કે આખા વિશ્વના ડોકટરો મને છે કે સવારે ઉઠતા સૂર્યના ગુલાબી કિરણો શરીર ઉપર પડવાથી અસીમિત શક્તિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આરોગ્ય વધારવા માટે તડકો ખાવા વિષે શ્રીમદ્દ રામચરિત માણસમાં શ્રી તુલસીદાસજી એ લખ્યું છે ‘सेइये भानु पीठ उरू आगी’’ એટલે કે સૂર્યનું સેવન પીઠ ઉપર કરવું જોઈએ. વિશ્વના ઘણા એવા ઉપચારકો તડકાના કિરણો દ્વારા રોગોનો ઉપચાર કરતા હોય છે.

ખોટો વટ પડવો :-

પોતાનો વટ દેખાડવા માટે અટપટા કાર્ય જે તેમની હિંમત બહાર છે, તે કરે છે. જેવા કે ઋતુ અનુસાર કપડા ન પહેરવા, શકતીથી વધુ ખાવું, વજન ઉપાડવું કે કોઈ વસ્તુને ખેંચવી કે કામ કરવું. જેનાથી તે રોગી હોય છે, અને કમરની પાસે કરોડ રજ્જુનું હાડકું ખસી જાય છે એટલે એ કે સ્લીપ ડિસ્કને કારણે કમર દર્દ વગેરે થઇ જાય છે.

એકદમ ગરમ વાતાવરણ માંથી આવીને કુલર સામે બેસી જાય છે અને ઠંડા વાતાવરણથી ઉઠીને ગરમ વાતાવરણ (તડકા) માં જતા રહે છે, જેનાથી દુ:ખાવાના રોગ કે શરદી વગેરે થઇ જાય છે.

કમરનું ન દબાવવું :-

બાળકની કમરમાં કરધની જરૂર બાંધવી જોઈએ, તેનાથી આંતરડા ઉતરવાની શક્યતા દુર થાય છે. મોટા થયા પછી બધા મહેનતનું કામ કરતી વખતે કમર બાંધી રાખે છે. ધોતીની ફેંટથી કે પાયજામાના નાળાથી કે નીકર કે પેન્ટના બેલ્ટથી. પોલીસ અને મિલેટ્રીમાં તો બેલ્ટ બાંધવો ફરજીયાત જ મનાવામાં આવે છે, કેમ કે મહેનતના સમયે કમર બાંધેલી ન હોય તો આંતરડા ઉતરવા કે કમરના દુ:ખાવાના રોગની શક્યતા રહે છે.

આંખોનું રક્ષણ ન કરવું :-

આંખોને વધુ તાપ કે વધુ પ્રકાશથી અને ધૂળ અને ધુમાડાથી બચાવી રાખવી ઘણું જરૂરી હોય છે. દિવસમાં ચાર વખત આંખોના મુખમાં પાણી ભરીને ઠંડા જળથી સ્વચ્છ પાણીથી છાંટીને ધોતા રહેવું જોઈએ અને રાત્રે કોઈ સારો સુરમો, કાજળ કે નેત્ર-રક્ષક ટીપા નાખવા જોઈએ.

માતાથી બાળકને જોખમ :-

કદાચ જ તમે જાણતા હો કે ખાવાનું ખાધા પછી છ કલાક સુધી સ્ત્રી સંગ કરવો નુકશાનકારક હોય છે. માતાઓને સ્નાન, ક્રોધ કે સહવાસના અડધા કલાક પછી શાંત થઇને બાળકને સ્તનપાન કરાવવું જોઈએ, નહિ તો બાળક રોગી થઇ જાય છે. માતાઓએ સુતા સુતા, પડખું ફરીને સુઈ બાળકને સ્તનપાન ન કરાવવું જોઈએ, તેનાથી બાળકને કાનના રોગ થઇ જાય છે.

આ માહિતી આયુર્વેદ પલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.