8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

ઈંસ્ટાગ્રામ ઉપર 8 હજારની સુંદર ચોલી 1300 જોઇને ખરીદવામાં કરી ઉતાવળ, પછી ડીલીવરીમાં જે નીકળ્યું તે જોઈ હોંશ ઉડી ગયા.

સોશિયલ મીડિયા ઉપર ઘણી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ બીજી કંપનીના નામથી લીસ્ટેડ કરી રહી છે.

ખોટી પ્રોડક્ટ્સ મળ્યા પછી તેને પાછી આપવી કે કસ્ટમર કેયર સાથે વાત કરવાનું ઓપ્શન નથી મળતો

સોશિયલ મીડિયા હવે એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાંથી તમે શોપિંગ પણ કરી શકો છો. અહિયાં આપણેને ઘણી વખત એવી પ્રોડક્ટ્સ જોવા મળી જાય છે, જે આપણે સમજ્યા વિચાર્યા વગર ખરીદી લઈએ છીએ. ખરીદતી વખતે આપણે સેલર કે વેબસાઈટ વિષે જાણકારી નથી મેળવતા. એવી એક ભૂલને કારણે આપણે ઘણી વખત છેતરપીંડીનો ભોગ બની જતા હોઈએ છીએ.

આ વખતે છેતરપીંડીની ઘટના ઈંસ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર સામે આવી છે. ઇન્દોર (મધ્ય પ્રદેશ) ના રહેવાસી વંશ સિંહ બનાવટી પ્રોડક્ટને કારણે 1299 રૂપિયાની છેતરપીંડીનો ભોગ બની ગયો. આ સમાચાર વાંચીને તમે તેના વિષે જાણી શકશો કે કેવી રીતે કોઈ સેલર તમને છેતરપીંડીનો ભોગ સરળતાથી બનાવી લે છે. અમારો પ્રયત્ન છે કે તમે આ સમાચાર દ્વારા હંમેશા માટે એલર્ટ રહો અને બીજાને પણ કરો.

ઈંસ્ટાગ્રામ ઉપરથી ચોલી ખરીદવી પડી મોંધી

ઈંસ્ટાગ્રામ પેઝ ઉપર આ ચોલી દેખાડવામાં આવી

વંશે જણાવ્યું કે ઈંસ્ટાગ્રામ ઉપર સર્ફિંગ દરમિયાન તેને એક ચોલી પસંદ આવી ગઈ. તેણે વિચાર્યું કે તેની બહેનને ચોલી ગીફ્ટ આપીને સરપ્રાઈઝ આપવામાં આવે, પરંતુ તે, તે વાત જાણતા ન હતા કે ચોલીની ડીલીવરી તેને સરપ્રાઈઝ કરી દેશે. તેણે આ ચોલી wear_your_glamour ના પેઝ ઉપર જોયો. આ સુરત (ગુજરાત)ની વેબસાઈટ છે, જે પુરુષ અને સ્ત્રી બંનેના કપડા ઓનલાઈન સેલ કરે છે.

વંશે ચોલી માટે 1299 રૂપિયાનું પેમેન્ટ કર્યું

આમ તો, ત્યારે એ પેઝ ઉપર ક્લિક કરી તો shulabh. com ની વેબસાઈટ ખુલી ગઈ. તે વાત ઉપર વંશે ધ્યાન ન આપ્યું અને ચોલીને કેશ ઓન ડીલીવરી સાથે ખરીદી લીધી. આ ચોલીની કિંમત 7,999 હતી. જેની ઉપર 6,700 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું. એટલે વંશને માત્ર 1,299 રૂપિયા આપવા પડ્યા.

ચોલીની ડીલીવરીએ ચોકાવ્યો

ચોલીની ડીલીવરીમાં ખોલી જોયું તો ફાટેલા જુના કપડા નીકળ્યા

28 ઓગસ્ટના રોજ જયારે લેંઘાની ડીલીવરી થઇ, તો વંશે બહેનને સરપ્રાઈઝ આપતા બોક્ષ આપી દીધું. બંનેએ બોક્સ ખોલવાનું શરુ કર્યું, જેનો તે વિડીયો પણ બનાવવા લાગ્યા. બોક્સ ખોલતા જ જયારે ચોલી સામે નીકળી તો બંને તેને જોઇને ચોંકી ગયા. તે એ ચોલી ના હતી, જેને ઈંસ્ટાગ્રામ ઉપર પેઝ ઉપર જોયી હતી. એટલું જ નહિ, બોક્સમાં જુના અને ફાટેલા કપડા નીકળ્યા, જે સામાન્ય રીતે આપણે ભીખારીઓને પહેરતા જોઈએ છીએ. હવે એ વાત સ્પષ્ટ થઇ ગઈ હતી કે 1299 રૂપિયા પડી ગયા.

ના રીટર્ન, ના કસ્ટમર કેયર

રીટર્ન પોલીસીને લઈને કોઈ માહિતી ન મળી

બનાવટી પ્રોડક્ટ કે ખોટી પ્રોડક્ટ આવવાથી કસ્ટમર સૌથી પહેલુ કામ તેને પાછી મોકલવાનું કામ કરે છે, કે પછી કસ્ટમર કેયર સાથે વાત કરવાનું. વંશે પણ એવું જ કર્યું, પરંતુ તે બની ન શક્યું.

ખાસ કરીને shulabh. com ઉપર કસ્ટમર કેયરનો કોન્ટેક નંબર અને ઈમેલ એડ્રેસ આપ્યું છે, પરંતુ તે કોઈ કામનું નથી. અમે પણ જયારે વેબસાઈટ ઉપર આપવામાં આવેલા નંબર 79841 75*** ઉપર કોલ કર્યો ત્યારે ટ્રુ કોલરમાં તે અંકિતા જૈનના નામે રજીસ્ટર હતો. ફોન ઉપર સામેથી કોઈ છોકરીએ હેલો પણ કર્યું, પરંતુ બીજી જ સેકન્ડે તેણે ફોન કાપી નાખ્યો. ત્યાર પછી ફોન સ્વિચ્ડ ઓફ થઇ ગયો.

વેબસાઈટ ઉપર આપવામાં આવેલા નંબર બંધ છે

બીજી તરફ, જયારે અમે વેબસાઈટ ઉપર રીટર્ન ઉપર ક્લિક કરી, ત્યારે ત્યાં એવો કોઈ વિકલ્પ ન હતો કે પ્રોડક્ટને રીટર્ન કરી શકાય. તેની ફરિયાદ માટે અમે wear_your_glamour ઉપર પણ ઘણી વખત કોન્ટેક્ટ કર્યો, પરંતુ ત્યાં પણ કોઈએ કોલ પીક ન કર્યો. એટલે પ્રોડક્ટ્સ આવ્યા પછી રીટર્ન જેવી કોઈ સુવિધા નથી.

સોશિયલ પ્લેટફોર્મ ઉપર શોપિંગ સાથે જોડાયેલી જરૂરી બાબતો

જયારે પણ તમે કોઈ સોશિયલ પ્લેટફોર્મ ઉપર આવી પ્રોડક્ટ જુવો છો, જો તમને પહેલી નજરમાં પસંદ આવી જાય ત્યારે તેને ખરીદવામાં ઉતાવળ ન કરો. સૌથી પહેલા સેલર, તેની પોલીસી, કોન્ટેક્ટની જાણકારી મેળવી લો. બની શકે તો તેની સાથે જોડાયેલી માહિતીને પણ જોઈ લો.

જો સેલર નવો છે ત્યારે પ્રોડક્ટ ઉપર કેશ ઓન ડીલીવરીનું ઓપ્શન પસંદ કરો. જો સેલર પેમેન્ટ પહેલા લઇ રહ્યો છે ત્યારે તે પ્રોડક્ટ્સ ખરીદવાથી દુર રહો. COD દરમિયાન પણ પેમેન્ટ પછી તે પ્રોડક્ટને ડીલીવરી બોયની સામે જ ખોલીને ચેક કરી લો.

એવી પ્રોડક્ટ જો બીજા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મોંઘી છે, પરંતુ નવા સેલર તેને સસ્તા વેચી રહ્યા છે, ત્યારે સમજી લો કે તમારી સાથે દગો થઇ શકે છે. તેવામાં પ્રોડક્ટની કિંમતને લઈને જાણકારી જરૂર મેળવો.

પ્રયત્ન કરો કે જે પ્રોડક્ટ તમને પસંદ આવી છે, તે કોઈ બીજા સેલર જેવા કે અમેજન, ફ્લીપકાર્ટ, મંત્રા કે બીજા પ્રસિદ્ધ વિશ્વસનીય સેલર પાસે ઉપલબ્ધ છે. જો ત્યાં તે પ્રોડક્ટ ઉપલબ્ધ છે, તો ત્યાંથી જ ખરીદો.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.