આવો જાણીએ ગુજરાતના 9 સૌથી ફેમસ અને ઐતિહાસિક સ્થળો વિષે, અહીં એકવાર તો જવું જ જોઈએ.

આ છે ગુજરાતના 9 સૌથી ફેમસ અને ઐતિહાસિક સ્થળો, અહીં વિદેશથી લોકો ફરવા માટે આવે છે, તમે ગયા છો કે નહિ?

ગુજરાત ભારતના પશ્ચિમમાં આવેલા રાજ્યો માંથી એક છે. ગુજરાત પોતાની જીવંત સંસ્કૃતિ, કુદરતી દ્રશ્યો, સ્વાદિષ્ટ વાનગી ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ સ્થળો માટે પ્રસિદ્ધ છે. ઘણા આકર્ષણોને કારણે જ ગુજરાતને ધ લેંડ ઓફ લીજેન્ડ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને ગુજરાતના 9 સૌથી પ્રસિદ્ધ સ્થળોની સાથે સાથે ઐતિહાસિક સ્થળો વિષે પણ જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્થળો વિષે જાણ્યા પછી તમે પણ અહિયાં જરૂર ફરવાનો પ્લાન બનાવી શકો છો, તો આવો જાણીએ.

(1) લક્ષ્મી વિલાસ પેલેસ : ગુજરાતમાં આવેલ લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી રાજસી સંરચનાઓ માંથી એક છે. લગભગ 700 એકરમાં ફેલાયેલો આ મહેલ વડોદરાના ગાયકવાડ શાહી કુટુંબનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ મહેલનું નિર્માણ 1890 માં થયું હતું અને કહેવામાં આવે છે કે તે પૂરુ કરવામાં લગભગ 12 વર્ષનો સમય લાગ્યો હતો.

(2) કચ્છનું રણ : પર્યટનની દ્રષ્ટિએ વિશ્વ કક્ષાએ ગુજરાતની ઓળખ બનાવવા વાળા સ્થળોમાંથી એક સ્થળ છે કચ્છનું રણ. દુનિયાનું સૌથી મોટું મીઠા માંથી બનેલું આ રણ ગુજરાતમાં ફરવા માટે સૌથી વધુ ફેમસ છે. કચ્છનું રણ એક વિશાળ ક્ષેત્ર છે, જે થારના રણનો જ એક ભાગ માનવામાં આવે છે. તેનો થોડો ભાગ ભારતમાં છે તો થોડો ભાગ પાકિસ્તાનમાં છે.

(3) જુનાગઢ : ગુજરાતનું જુનાગઢ ઐતિહાસિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. જુનાગઢ મોહબ્બત મકબરા, ઉપરકોટ કિલ્લો, ગીરનાર હિલ્સ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ઐતિહાસિક અને ઉત્તમ સ્થળો માટે પ્રસિદ્ધ છે. ઘણા લોકો તેને રાજ્યની શાસક રાજધાની પણ કહે છે.

(4) અંબાજી : અંબાજી ગુજરાતનું મુખ્ય પર્યટન સ્થળ હોવાની સાથે સાથે એક ધાર્મિક સ્થળ પણ છે. આ સ્થળ ખાસ કરીને દેવી અંબાની પૂજા સાથે જોડાયેલું છે અને તે ગબ્બર ડુંગર પાસે આવેલુ છે. ગબ્બર ડુંગર એક સુંદર પર્યટન સ્થળ છે જે લગભગ 999 સીડીઓથી ઉપર આવેલું છે.

(5) પાટણ : ગુજરાતમાં આવેલુ પાટણ એક ઐતિહાસિક સ્થળ છે જે રાણીની વાવના નામથી પણ પ્રસિદ્ધ છે. રાણીની વાવને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે પાટણ મધ્યકાળમાં લગભગ 650 વર્ષો સુધી રાજ્યનું પાટનગર રહ્યું છે. અહિયાં આજે પણ દુર દુરથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે.

(6) ગીરનાર : ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાં સામેલ ગીરનાર લીલાછમ પહાડો છે. આ સ્થળ ગુજરાતમાં ટ્રેકર્સ માટે એક સ્વર્ગ સમાન છે. તે એક ધાર્મિક સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. અહિયાં દર વર્ષે પરિક્રમા મહોત્સવનું પણ આયોજન થાય છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં થાય છે.

(7) ચાંપાનેર પાવાગઢ : ગુજરાતમાં આવેલ ચાંપાનેર સૌથી ઉત્તમ સ્થળો માંથી એક છે. તે એક પુરાતત્વ પાર્ક છે. આ પાર્કમાં સુંદર વાસ્તુશિલ્પના ઘણા ચમત્કાર રહેલા છે, જેને જોવા માટે ફક્ત દેશ માંથી જ નહિ પણ વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. પાવાગઢના પાહાડો ઉપર આવેલા ચાંપાનેરને રામાયણ કાળ સાથે પણ જોડીને જોવામાં આવે છે.

(8) સાપુતારા : ગુજરાતના ડાંગ જીલ્લામાં આવેલુ સાપુતારા એક હિલ સ્ટેશન તરીકે પણ પ્રસિદ્ધ છે. સમુદ્ર કાંઠાથી લગભગ 875 મીટરની ઉંચાઈ ઉપર આવેલું સાપુતારા સુંદર લીલાછમ જંગલો, પહાડો અને ઝરણા માટે પણ ફેમસ છે. અહિયાં તમને આદિવાસી લોકો પણ જોવા મળી શકે છે. ગુજરાતમાં સાપુતારા સૌથી વધુ ટ્રેકિંગ માર્ગ અને હરિયાળી માટે પ્રસિદ્ધ છે..

(9) ગીર નેશનલ પાર્ક : ગીર નેશનલ પાર્ક ગુજરાતના સૌથી ફેમસ સ્થળો માંથી એક છે. લગભગ 1965 માં સ્થાપિત ગીર નેશનલ પાર્ક આજના સમયમાં એશિયાટીક સિંહો માટે દુનિયાભરમાં ફેમસ છે. ગુજરાતમાં ફરવાના સ્થળની શોધમાં છો તો ગીર નેશનલ પાર્ક એક ઉત્તમ સ્થળ હોઈ શકે છે. આ પાર્ક સાસણ ગીર નેશનલ પાર્કના નામથી પણ પ્રસિદ્ધ છે.

મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને ફેસબુક ઉપર જરૂર શેર કરશો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.