90 સેકેંડની એ હવાઈ જંગમાં શું શું થયું? અભિનંદન સાથે, જાણો એક એક ક્ષણની ખબર.

વિંગ કમાંડર અભિનંદનનું આજે આખો દેશ અભિવાદન કરી રહ્યો છે. અને દરેક દેશવાસીના દિલમાં એમના માટે આદરનો ભાવ છે. કારણ કે એમણે ભારતને એક અલગ જ નામ આપ્યું છે. અભિનંદનની બહાદુરીની પ્રશંસા આખી દુનિયા કરી રહી છે. અહીં સુધી કે જે દેશની કેદમાં તે લગભગ 60 કલાક રહ્યા હતા, ત્યાંની સામાન્ય જનતા પણ એમના માટે તાળી વગાડી રહી છે.

એમણે દુશ્મનોને ધૂળ ચટાડવાનું છે કામ કર્યુ છે, એ કરવું પાકિસ્તાની સેનાના વશની વાત નથી. અભિનંદનના દેશમાં પાછા આવવાથી આખો દેશ ખુશ છે. પરંતુ પાકિસ્તાનમાં રહેવા દરમ્યાન એમણે ઘણું બધું ટોર્ચર સહન કર્યુ છે. 90 સેકેંડની એ હવાઈ જંગમાં શું શું થયું અભિનંદન સાથે તે એકે મોટો સવાલ છે. અને એના માટે આ સમયે દિલ્લીમાં એયરફોર્સ હોસ્પિટલમાં તે પોતાની અગ્નિ પરીક્ષા આપી રહ્યા છે.

90 સેકેંડની એ હવાઈ જંગમાં શું શું થયું અભિનંદન સાથે :-

અભિનંદને એક પાકિસ્તાની ફાઈટર પ્લેનનો નાશ કરી પોતાની બહાદુરીનું પ્રમાણ આપ્યું છે, અને એમના આ કામની પ્રશંસા દરેક વ્યક્તિ કરી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર એ 90 સેકેંડની દરેક વાતો સામે આવી છે. વિંગ કમાંડર અભિનંદનનો આભાર તો આખો દેશ વ્યકત કરી રહ્યો છે.

અને તે હકીકતમાં દેશના હીરો બની ગયા છે. અભિનંદન અને પાકિસ્તાનના F-16 જેટના પાયલટ વચ્ચે જે જંગ લડવામાં આવી હતી એ ફક્ત 90 સેકંડની હતી. જેમાં એમણે આખા દેશનું દિલ જીતી લીધું અને તે એવી જંગ હતી જેવી બોલીવુડની ફિલ્મોમાં પણ નહિ દેખાડવામાં આવી હોય.

એમની એ 90 સેકંડ શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઇન્ડિયાની 70 મિનિટ વાળી સ્પીચ કરતા વધારે રસપ્રદ રહી છે. અને તે 90 સેકંડ દરેકના દિલમાં વસી ગઈ છે. આ 90 સેકેંડ ભારતીય એયરફોર્સના ઇતિહાસની રોચક પળોમાં કેદ થઇ ગયા અને તે એ જ 90 સેકેંડ છે. જે દરેક ભારતીયને હંમેશા યાદ રહેશે. અમે એ બહાદુર જવાનની વાત કરી રહ્યા છીએ જેમણે પાકિસ્તાનની બે અમરામ (AMRAAM) મિસાઇલોનો સામનો કર્યો અને એમનું ફાઈટર પ્લેન પણ નષ્ટ કરી દીધું.

ભારતીય વાયુસેની ઓફિસ માંથી એક વાત બહાર આવી છે કે એ મિસાઈલ અમરામ મિસાઈલ હતી. જે ફક્ત F-16 વિમાન જ ચલાવી શકે છે. ભારતીય વાયુસેનાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આ મિસાઈલના ટુકડા પણ દેખાડ્યા. એ પાકિસ્તાનના મોં પર જવાબ હતો, કારણ કે પાકિસ્તાનનું કહેવું હતું કે એમણે F-16 વિમાન ઉડાડ્યું જ નથી.

પાકિસ્તાનનું આ વાતને નકારવું એટલા માટે જરૂરી હતું કારણ કે, એમણે આ વિમાન અમેરિકા પાસેથી એ શરતે લીધા હતા કે તેઓ આ વિમાનનો ઉપયોગ તેઓ દેશની સુરક્ષા માટે કરશે ન કે બીજા દેશ પર હુમલો કરવા. F-16 અને મિગ-21 નું ટકરાવું અને F-16 નું નીચે પડી જવું એ વાતનો પુરાવો છે કે અભિનંદન સાચે જ એક બહાદુર જવાન છે. એમને ખબર હતી કે એમનું વિમાન ક્રેશ થકે છે, છતાં પણ તે F-16 ને નષ્ટ કરીને જ માન્યા.

શું થયું હતું એ ઐતિહાસિક દિવસે? :-

દિવસની શરૂઆત સામાન્ય દિવસોની જેમ જ થઇ, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જો જંગનો માહોલ હતો તો એ કોઈ નવી વાત ન હતી. સવારે પાકિસ્તાની ફાઈટર જેટ જેમાં અમેરિકાનું F-16, ફ્રાન્સનું મિરાજ અને JF-17 ફાઈટર પ્લેન શામેલ હતું તે ભારતીય સીમામાં ઘુસ્યા. પણ તે ભૂલી ગયા હતા કે ભારતની બઘી એયર ડિફેન્સ સિસ્ટમ પહેલાથી જ એલર્ટ હતી.

ભારતની Airborne Warning and Control System (AWAC) એ પ્લેનની જાણકારી આપી. ત્યારે ભારતીય વાયુ સેનાના પાયલટ અવંતિપોરા, શ્રીનગર અને આસપાસની એયર ફિલ્ડમાં ઉડ્યા અને એ સમયે પાકિસ્તાની પ્લેનના એ સમૂહની નજીક મિગ-21 વિમાન જ હતું. ત્યાર બાદ શરુ થઈ એ 90 સેકેંડનું રમત જેમાં અભિનંદન મિગ-21 લઈને F-16 ની પાછળ પડી ગયા.

જમીનથી લગભગ 9,000 ફૂટની ઊંચાઈ પર F-16 ઉડી રહ્યું હતું ત્યારે મિગ-21 ની ઊંચાઈ 15,000 ફૂટ હતી. પરંતુ એ સમયે પાકિસ્તાની ફાઈટર પ્લેને પોતાની ચાલ ચાલી. જેવો જ મિગ વિમાને પોતાનો નિશાનો સાધ્યો કે F-16 વધારે ઉપર જવા લાગ્યું.

હાઈ ટેક્નિક વાળું F-16, 26,000 ફૂટની ઊંચાઈ પર ઉડવા લાગ્યું. એ સમયે મિગ-21 વિમાને તરત 60 અંશના ખૂણે ફાયર કર્યુ અને રુસમાં બનેલી Vympel R-73 મિસાઈલ સીધી F-16 તરફ છોડી દીધી. પણ એની સાથે ઉડી રહેલા બીજા વિમાને મિગ-21 ને પોતાનો નિશાનો બનાવી લીધો. પણ ભારતના વીરે હાર નહિ માની. ત્યાર બાદ તે પેરાશુટની મદદથી પીઓકેમાં ઉતરી ગયા અને પોતાના સાહસને કારણે તે આજે ભારતમાં પાછા આવી ગયા છે.

ભારતના આ વીર સપુત માટે એક શેયર અને લાઇક અવશ્ય કરજો. કોમેન્ટમાં જય હિન્દ પણ લખો. જય હિન્દ…