900 વર્ષ જૂનો દેવીનો દરબાર, જ્યાં ભક્તોની આર્થિક સમસ્યા દૂર કરે છે માં લક્ષ્મી.

દેવી લક્ષ્મીની મહિમા અપરંપાર માનવામાં આવી છે, જો તેની કૃપા કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તે વ્યક્તિનું જીવન આનદથી ભરાઈ જાય છે અને તે વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારે પણ ધનની તંગીનો સામનો નથી કરવો પડતો, માતા લક્ષ્મીજીને દિવાળીનો તહેવાર સમર્પતિ છે, આ દિવસોમાં માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, માતા લક્ષ્મીજીને ધન અને ધાન્યની દેવી કહેવામાં આવે છે.

આમ તો જોવામાં આવે તો આપણા આખા દેશમાં દેવી લક્ષ્મીજીના ઘણા બધા મંદિરો રહેલા છે, જ્યાં માતા લક્ષ્મીજીના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, આજે અમે તમને આ પોસ્ટમાં એક એવા માતા લક્ષ્મીજીના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે વાસ્તુ શિલ્પ શૈલી માટે દુનિયા ભરમાં પ્રસિદ્ધ છે, આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત માતાના આ દરબારમાં દર્શન કરવા માટે આવે છે. તેની આર્થિક મુશ્કેલીઓ માતા રાણી દુર કરી દે છે.

ખાસ કરીને અમે તમને જે મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે મંદિર કર્નાટકના હસનથી લગભગ ૧૬ કી.મી. દુર દોદગાદવલ્લી નામના ગામમાં આવેલું છે, આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ હોયસલ સામ્રાજ્યના શાસક વિષ્ણુવર્ધનના કાળમાં ૧૧૧૩-૧૧૧૪માં થયું હતું, આ મંદિર ૯૦૦ વર્ષ જુનું બતાવવામાં આવે છે, સૌથી જુના મંદિરો માંથી એક આ મંદિર હોયસલ વાસ્તુ શિલ્પ શૈલી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

દેવી માતાના આ મંદિરની અંદર મુખ્ય દેવ સ્થાન દેવી લક્ષ્મીજી છે, આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી મોટી સંખ્યામાં આવે છે, આ મંદિરની વાસ્તુ શૈલીને જોઈને લોકો હંમેશા તેની તરફ ઘણા આકર્ષિત થઇ જાય છે, આ મંદિરની ચારે દિશાઓમાં ચાર કક્ષ બનેલા છે, જે મધ્યમાં એક કેન્દ્ર માંથી અંદરથી જોડાયેલું છે, આ મંદિરની પૂર્વી ગર્ભ ગૃહમાં ધનની દેવી માતા લક્ષ્મીજી બિરાજમાન છે, માતા લક્ષ્મીજીના જમણા હાથમાં શંખ અને ઉપરના ડાબા હાથમાં ચક્ર છે, દેવી લક્ષ્મીજીની બંને તરફ પરીચારીકોની મૂર્તિઓ આવેલી છે.

આ મંદિર પ્રત્યે ભક્તોને અતુટ શ્રદ્ધા જોવા મળે છે, જે લોકોને પોતાના જીવનમાં ધનની તંગીનો સામનો કરવો પડે છે તે લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને તેમને ધનની સમસ્યા માંથી છુટકારો મળે છે, આ મંદિરમાં દેવી લક્ષ્મીજી શ્રદ્ધાળુઓની આર્થિક તકલીફો દુર કરે છે, તે ઉપરાંત મંદિરમાં જો તમે પ્રવેશ કરશો તો તમે ભગવાન શિવ, પાડા ઉપર સવાર યમ અને સમુદ્ર દેવતા વરુણની પણ મૂર્તિઓ જોઈ શકો છો, આ મંદિરના ઉપરના કક્ષમાં દેવરાજ ઇન્દ્રની મૂર્તિ પણ આવેલી છે, દેવરાજ ઇન્દ્ર પોતાના વાહન એરાવત ઉપર બિરાજમાન જોવા મળે છે.

દેવી લક્ષ્મીજીના આ મંદિરને પોતાની રીતે ઘણું જ વિશેષ માનવામાં આવે છે, હંમેશા લોકો પોતાના જીવનની તકલીફો માંથી મુક્તિ મેળવવા માટે માતાના આ દરબારમાં દર્શન કરવા માટે આવે છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાની તકલીફો માંથી તરત જ છુટકારો પ્રાપ્ત કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.