ઇરફાન ખાન, ખાન હોવા છતાં શાકાહારી હતા તેમના માટે ઘરના કહેતા કે “પઠાણના ઘરમાં બ્રાહ્મણ જન્મ્યો છે.”

“પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થઈ ગયો છે.” ઈરફાન ખાનના ઘરવાળા શા માટે તેમના તેમના વિષે આવું કહેતા હતા?

ઈરફાનના ખાનના નિધન ઉપર ફિલ્મ, રમત અને રાજનીતિ જગતના બધા નાની મોટી હસ્તીઓએ બહુ જ ઊંડાણ પૂર્વકનો શોક જતાયો છે, તેમના નિધનને દેશ માટે મોટું નુકશાન જણાવ્યું છે.

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને એક ટીવી ટીવીના શો ‘આપકી અદાલત’માં એકવાર કહ્યું હતું કે તેમના ઘરવાળા તેમને કહે છે કે પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થઈ ગયો છે, ઇંડિયા ટીવીના એડિટર ઇન ચીફ રજત શર્માના શો આપકી અદાલતમાં ઈરફાન ખાને કહ્યું હતું કે તેમના પિતા શિકારી હતા અને કેટલીય વાર તેમણે પણ તેમને શિકાર કરવા લઈ જતા અને તેમને પણ જંગલ જોવાનું ઘણું ગમતું હતું.

પરંતુ ઈરફાન પ્રાણીઓને મરતા જોવા માંગતા નોહતા, ઇંડિયા ટીવીના શો આપકી અદાલતમાં તેમણે જણાવ્યું કે શિકાર પછી પ્રાણીઓ મરતા હતા, તો તેમને ઘણું દુઃખ લાગતું હતું. ઈરફાન ખાને જણાવ્યું જે પ્રાણીઓના માર્યા પછી એ વિચારવા લગતા કે પ્રાણીઓની માં અને પુત્રનું શું થતું હશે અને શિકાર પછી આ બધું તેમના મગજમાં ચાલ્યા કરતુ.

ઈડિયા ટીવીના શો આપકી અદાલતમાં ઈરફાને કહ્યું હતું કે એક વાર તેમના પિતાએ તેમની પાસે બંધુક ચલાવડાવી હતી અને એક પ્રાણી મરી ગયું હતું. અને તે સમયે એ પ્રાણીના મોતને કારણે તેમના પર તેની ઊંડી અસર પડી હતી. શો માં ઈરફાન ખાને કહ્યું કે તેમના ઘરવાળા તેમના માટે એવું કહેતા હતા કે “પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થઈ ગયો છે.”

ઈરફાન ખાનનું બુધાવરે મુંબઈમાં મૃત્યુ થઈ ગયું છે, પોતાના અભિનયને કારણે ઈરફાન ફક્ત દેશ જ નહિ પરંતુ વિદેશમાં પણ ઓળખાતા હતા. હોલીવુડની કેટલીય ફિલ્મોમાં તે કામ કરી ચૂકેલા છે. ઇરફાન ખાનના નિધન ઉપર ફિલ્મ, રમત અને રાજનીતિ જગતમાં તમામ નાના મોટા અભિનેતા ઘણી દુઃખની લાગણી પ્રગટ કરી છે અને તેમના મૃત્યુને દેશ માટે બહુ મોટું નુકશાન જણાવ્યું છે.

વિડીયો :

આ માહિતી ઈન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.