એક મીકેનિકે ખોલ્યું રહસ્ય…એન્જીનની પાસે લગાવો ફક્ત આ એક વસ્તુ…બે ગણી થઇ જશે બાઈકની એવરેજ

કોઈ કવી એ સાચું જ કહ્યું છે કે, “મંઝીલ ઉન્હી કો મિલતી હે, જિનકે સપનો મેં જાન હોતી હે. પંખ સે કુછ નહિ હોતા, હોંસલોં સે ઉડાન હોતી હે.” બધા જાણે છે કે ભારત સંશોધકોનો દેશ કહેવામાં આવે છે. એવી જ એક શોધ સફળ થઇ છે યુપીના કાશાંબી જીલ્લામાં. જ્યાં વિવેક નામના યુવાને કાંઈક એવું જ કારસ્તાન કરી બતાવ્યું છે, કે લોકો તેને ગુદડીનો લાલ કહેવા લાગ્યા.

ખાસ વાત એ છે કે વિવેકના ગામનું નામ પણ ગુડદી છે. વિવેકનું આ કારસ્તાન જો સફળ થઇ ગયું, તો તેને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કોઈ ચમત્કારથી ઓછું નહિ માનવામાં આવે. આમ તો આ દુનિયામાં શોધ અને ટેકનોલોજીમાં ભારતીયોની કોઈ સરખામણી નથી કરી શકતા. શોધ નામનું ટેલેન્ટ આપણે ત્યાં ગલીઓમાં ફરે છે. અને એને યોગ્ય તક મળી જાય તો પોતાની સાચી શક્તિનો પરિચય કરાવી આપે છે.

કોશાબી જીલ્લાના ગુડદી ગામના વિવેક પટેલએ ૨૦૦૧ માં ૧૨ માં ધોરણના અભ્યાસ દરમિયાન ફીજીક્સમાં એક ફોર્મ્યુલા મળ્યો હતો. વિવેકએ જણાવ્યું, આ ફોર્મ્યુલાને મેં બાઈક, જનરેટર સહીત બીજા વાહનોની એવરેજ વધારવામાં ઉપયોગ કરવા લગાવ્યો. છેવટે તેને સફળતા મળી. તેના માટે વિવેકે પીપરી, પહાડપુર ગામના એક મિસ્ત્રીની દુકાન ઉપર કામ શીખવાનું શરુ કર્યું. જ્યાં લગભગ બે વર્ષ સુધી આ ફોર્મ્યુલા ઉપર કામ કર્યું. આ સખ્ત મહેનતનું ફળ ત્યારે મળ્યું જયારે ટેકનીકને ઉત્તર પ્રદેશ કાઉન્સિલ ફોર સાયન્સ એંડ એડ ટેકનોલોજી (યુપીસીએસટી) અને મોટી લાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઇલાહાબાદ (એમએનએન આઈટી) એ પ્રમાણિત કર્યું છે.

વિવેક મુજબ તેની ટેકનીકથી બાઈકની એવરેજ ૧૫૦ કી.મી. પ્રતિ લીટર થઇ જશે જે ૫૦-૬૦ ની એવરેજ આપે છે. વિવેકે જણાવ્યું કે, બાઈક રીપેરીંગ શીખતા દરમિયાન જ એન્જીનમાં ફેરફારના ટેસ્ટ પણ શરુ કર્યા. ૨૦૧૨ માં બજાજનું ડિસ્કવર બાઈક ખરીદ્યું, પછી એન્જીનમાં થોડા ફેરફાર કર્યા. આ ફેરફારને કારણે તેની એવરેજ ડબલ થઇ ગઈ. વિવેકની તે દરમિયાન ૧૭ વર્ષની મહેનત સફળ થઇ. વિવેક મુજબ એવરેજ વધારવા માટે બાઈકમાં લગાવેલું કાર્બોરેટર બદલીને તે પોતાનું કાર્બોરેટર લગાવી દે છે. જે બનાવવામાં માત્ર ૫૦૦ રૂપિયા ખર્ચ લાગે છે.

વિવેકની આ સફળતામાં અમુક લોકોએ આગળ આવીને મદદ કરી. તેની સાથે જ અમુક લોકોએ સ્ટાર્ટઅપ શરુ કરવાની સલાહ આપી. વિવેકે જણાવ્યું કે તેને કાર્બોરેટર બનાવવાના કામ માટે લગભગ ૭૫ લાખ રૂપિયાની જરૂર છે. જેના માટે જમ્મુ કાશ્મીરના કટરા આવેલા માતા વેશ્નવ દેવી યુનીવર્સીટીના ટેકનોલોજી બિઝનેસ ઈંકયુબેશન સેન્ટર તરફથી વિવેકને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે ૭૫ લાખ રૂપિયાની મદદને મંજુરી મળી ગઈ છે.

વિવેકનો દાવો છે કે આજે તે વગર કોઈ ખર્ચે કોઈપણ બાઈકની એવરેજ ૩૦ થી ૩૫ કી.મી. વધારી દે છે. અત્યાર સુધી તે લગભગ ૨૦૦ થી વધુ બાઈકોની એવરેજ વધારી ચુક્યો છે. વિવેકનો દાવો છે કે કંપનીઓ જે એવરેજ આપે છે તેમાં કાર્બોરેટરમાં પ્રતિ મિનીટ ૧૦ થી ૧૨ ગ્રામ પેટ્રોલ, ડીઝલ પડે છે. જેને તે સેટ કરીને ૬ થી ૮ ગ્રામ કરી દે છે. જેથી એવરેજ વધી જાય છે. તેનાથી એન્જીન ઉપર પણ કોઈ લોડ નથી પડતો.

વિવેકની શોધના ઇનોવેશનને માન્યતા મળી ગઈ છે. યુસીસીએસટીના જોઈન્ટ ડાયરેક્ટર ઇનોવેશન રાધેલાલ મુજબ વિવેકએ પેટ્રોલના સપ્લાઈને નિયંત્રિત કરી એવરેજ વધારવાની મહેનત કરી છે. તે દરમિયાન બાઈકની એવરેજમાં દોઢ ગણાથી બમણા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે. પેટ્રોલનું પ્રમાણ નિયંત્રણ કરવાથી એન્જીન ગરમ થતું નથી. અને પેટ્રોલનો વપરાશ ઓછો થઇ જાય છે. સ્પીડ અને પીકઅપમાં પણ કોઈ ફરક નથી પડતો. ટકનીકી રીતે પ્રમાણિત કરવા માટે મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના મીકેનીકલ એન્જીનીયર ડીપાર્ટમેન્ટ માંથી તેની ટેસ્ટીંગ કરાવી.