એક એવું ચમત્કારીક જ્યોતિર્લીંગ, જેના દર્શન માત્રથી જ ભક્તોની દુર થાય છે તકલીફો

આપણો દેશ ધાર્મિક દેશ માનવામાં આવે છે, અને અહિયાં કોઈપણ દિવસે કોઈને કોઈ ચમત્કાર જોવા જરૂર મળે છે. તેવા ઘણા બધા મંદિર રહેલા છે જે પોતાની કોઈને કોઈ વિશેષતા અને ચમત્કાર માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તે સ્થળો માંથી એક મહારાષ્ટ્રના પુણેથી લગભગ ૧૧૦ કી.મી. દુર સહાદ્રી નામના પર્વત ઉપર આવેલું ભીમાશંકર જ્યોતિર્લીંગ છે. ૧૨ મુખ્ય જ્યોતિર્લીંગ માંથી તેનો છઠ્ઠો નંબર છે.

આ જ્યોતિર્લીંગને મોટેશ્વર મહાદેવ નામથી પણ ઓળખવામાં આવે છે. જો આપણે પૌરાણીક માન્યતાઓ મુજબ જોઈએ તો અહિયાં ભગવાન શંકરએ કુંભકર્ણના પુત્ર ભીમેશ્વરનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લીંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિના તમામ દુ:ખ દુર થઇ જાય છે. જે ભક્ત અહિયાં દર્શન કરે છે તેને પોતાના તમામ દુ:ખો માંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

શિવ પુરાણ મુજબ જુના સમયમાં ભીમેશ્વર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો તે રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. જયારે તેને ખબર પડી કે તેના પિતાનું મૃત્યુ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામજીએ કર્યુ છે, તો તે ઘણો ગુસ્સે થઇ ગયો હતો. ભગવાન વિષ્ણુજીને નુકશાન પહોંચાડવા માટે તેણે બ્રહ્માજીની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરી લીધા હતા. બ્રહ્માજી તેની તપસ્યાથી પસન્ન થયા અને તેની સામે પ્રગટ થઇને વરદાન માગવાનું કહ્યું. ત્યારે તે રાક્ષસ બ્રહ્માજી પાસે વરદાન મેળવીને પોતે ઘણો શક્તિશાળી બની ગયો તો.

તેણે ઇન્દ્ર વગેરે દેવતાઓને હરાવી દીધા, અને ત્યાર પછી તેણે પૃથ્વીને જીતવાની શરુઆત કરી. અહી કામરૂપ દેશના રાજા સુદક્ષીણ સાથે તેનું ભયંકર યુદ્ધ થયું. અંતે ભીમેશ્વરે રાજા સુદક્ષીણને હરાવીને પોતાના બંધક બનાવી લીધા હતા. રાજા સુદક્ષીણ શિવ ભક્ત હતા તે કેદમાં તે એક પાર્થિવ શિવલિંગ બનાવી અને તેમની પૂજા કરવા લાગ્યા.

જયારે આ વાતની જાણકારી ભીમેશ્વરને થઇ ત્યારે તે ઘણો ગુસ્સે થઇ ગયો, અને રાજા સુદક્ષીણનો વધ કરવાના ઉદેશ સાથે ત્યાં પહોંચી ગયો. જયારે ભીમેશ્વરે સુદક્ષીણને પૂછ્યું કે તું આ શું કરી રહ્યો છે? ત્યારે સુદક્ષીણએ તેને જવાબ આપ્યો કે હું જગતના સ્વામી ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યો છું. ભગવાન શિવ પ્રત્યે રાજા સુદક્ષીણની ભક્તિ જોઇને ભીમેશ્વરે જેવી તે શિવલિંગ ઉપર તલવાર ચલાવી ત્યારે ત્યાં ભગવાન શિવજી પ્રગટ થયા, પ્રગટ થઈને ભગવાન શિવજીએ કહ્યું કે ભીમેશ્વર છું અહી અમારા ભક્તોની રક્ષા માટે પ્રગટ થયો છું.

ભગવાન શિવજી અને રાક્ષસ ભીમેશ્વર વચ્ચે યુદ્ધ થયું અંતે પોતાના હુંકાર (ગર્જના) માત્રથી ભીમેશ્વર અને બીજા રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા, ત્યારે દેવતાઓ અને ઋષી મુનીઓ એ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી હતી કે તમે આ સ્થાન ઉપર હંમેશા માટે નિવાસ કરો, આવી રીતે તમામની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવજી તે સ્થાન ઉપર ભીમાશંકર જ્યોતિર્લીંગના સ્વરૂપમાં સ્થિર થઇ ગયા હતા.

જો તમે ભીમાશંકર મંદિરનો પ્રવાસ કરવા માંગો છો તો ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે જાવ. ગીષ્મ ઋતુ સિવાય કોઈપણ સમયે તમે અહિયાં જઈ શકો છો. જે શ્રધાળુ આ સ્થળ ઉપર આવે છે તે અહિયાં ઓછામાં ઓછું ૩ દિવસ જરૂર રોકાય છે. અહિયાં શ્રધાળુઓને રહેવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને અહિયાં તમામ પ્રકારની સગવડ મળી રહેશે.