એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

એક દુર્જન વ્યક્તિ એક સંત પાસે આવીને તેમને ગમે તેવા અપશબ્દો બોલી તેમનું અપમાન કરવા લાગ્યો, જાણો પછી શું થયું? ગુસ્સો એક એવો અવગુણ છે, જેના લીધે ઘણા પ્રકારની મશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુસ્સામાં બોલેલા શબ્દોને કારણે જ ઘર-પરિવારની સાથે જ સમાજમાં પણ અપમાનિત થવું પડી શકે છે. જો કોઈ આપણી નિંદા પણ કરે છે, તો આપણે શાંત રહેવું જોઈએ. આપણે મૌનથી પણ વિરોધીઓને પરાજિત કરી શકીએ છીએ. આવા સંબંધમાં એક લોક કથા પ્રચિલત છે.

કથા અનુસાર જુના સમયમાં એક સંત હંમેશા શાંત રહેતા હતા. ક્યારેય કોઈના પર ગુસ્સો કરતા ન હતા, અને બીજાને પણ એ જ સલાહ આપતા હતા કે ગુસ્સો કરવો નહિ. ઘણા લોકો રોજ તેમના પ્રવચન સાંભળતા હતા. ક્યારેક ક્યારેક અમુક લોકો તેમને જુઠ્ઠા અને પાખંડી પણ કહેતા હતા. પણ સંત તેમને કાંઈ કહેતા ન હતા. સંતના સારા અને શાંત વ્યવહારને કારણે તેમની ખ્યાતિ આસપાસના ક્ષેત્રોમાં પણ ફેલાઈ રહી હતી.

sadhu sant
sadhu sant

એવામાં એક વ્યક્તિએ વિચાર્યું કે, તે સંતને ગુસ્સો અપાવી શકે છે. તેણે ગામના લોકોને કહ્યું કે, તે સંતને જુઠ્ઠા સાબિત કરી દેશે. પછી તે સંતના આશ્રમમાં પહોંચ્યો અને સંતને ખરું-ખોટું કહેવા લાગ્યો. થોડી વારમાં જ ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા.

તે વ્યક્તિ બોલવા લાગ્યો કે આ સંત નથી ચોર છે. રોજ રાત્રે ચોરી કરે છે અને સવારે સાધુ બનવાનો ઢોંગ કરે છે. હું આને અને આખા પરિવારને સારી રીતે જાણું છું. આના પરિવારમાં પણ બધા ચોર છે. તે વ્યક્તિ વારંવાર સંતને ખરાબ વાતો કહી રહ્યો હતો, પણ સંત ચુપચાપ તેની વાતો સાંભળી રહ્યા હતા.

ઘણી વાર સુધી તે વ્યક્તિ બોલતો જ રહ્યો, અને બોલતા બોલતા થાકી ગયો. સંતે તેને એક ગ્લાસ પીવાનું પાણી આપ્યું અને કહ્યું કે, તમે બોલતા બોલતા થાકી ગયા છો, તમને તરસ પણ લાગી છે. આ પાણી પી લો.

sadhu sant
sadhu sant

સંતના આ વ્યવહારને જોઈને તે વ્યક્તિ શર્મશાર થઈ ગયો. તે સંતની માફી માંગવા લાગ્યો. સંતે તેને કહ્યું કે, ભાઈ તમે જે પણ વાતો બોલી રહ્યા હતા, મેં તેના પર ધ્યાન નથી આપ્યું, તમે જે બોલી રહ્યા હતા તે વાતો મેં ગ્રહણ જ નથી કરી. સંતની આવી વાતો સાંભળીને તે વ્યક્તિ સમજી ગયો કે સંતે સાચે જ ગુસ્સાને જીતી લીધો છે. આ સાચા સંત છે.

પ્રસંગની શીખ : આ કથાની શીખ એ છે કે જો આપણે પોતાના પર નિયંત્રણ રાખીએ અને બીજાની ખરાબ વાતો પર ધ્યાન નહિ આપીએ, તો આપણે ગુસ્સાથી બચી શકીશું. મૌનથી જ વિરોધીઓને ચૂપ કરી શકાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.