2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

નવરાત્રી 2020 : 165 વર્ષ પછી આવ્યો લિપ વર્ષ સાથેનો સંયોગ, શ્રાદ્ધ પક્ષના એક મહિના પછી શરુ થશે નવરાત્રી. દરેક શ્રાદ્ધ પુરા થતા જ બીજા દિવસથી નવરાત્રીની એકમ તિથી હોય છે અને કળશ સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે એવું નથી થઇ રહ્યું. દર વખતે શ્રાદ્ધ પુરા થતા ન બીજા દિવસથી નવરાત્રીની એકમ તિથી થાય છે અને કળશ સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે એવું નથી થઇ રહ્યું. આ વખતે શ્રાદ્ધ પુરા થતા જ અધિકમાસ શરુ થઇ જશે. અધિકમાસ શરુ થવાથી નવરાત્રી 20-25 દિવસ મોડી જશે. આ વર્ષે બે મહિના અધિકમાસ લાગી રહ્યા છે.

જ્યોતિષાચાર્ય અનીશ વ્યાસે જણાવ્યું છે કે ખાસ કરીને લીપ વર્ષ હોવાને કારણે એવું બની રહ્યું છે. એટલા માટે આ વખતે ચાતુર્માસ જે હંમેશા ચાર મહિનાનો હોય છે, આ વખતે પાંચ મહિનાનો રહેશે. જ્યોતિષના જણાવ્યા મુજબ 165 વર્ષ પછી લીપ ઈયર અને અધિકમાસ બંને જ એક વર્ષમાં આવી રહ્યા છે. ચાતુર્માસ લાગવાથી લગ્ન, મુંડન, કર્ણ છેદન જેવા માંગલિક કાર્ય નહિ થાય. તે સમયમાં પૂજા પાઠ વ્રત ઉપવાસ અને સાધનાનું વિશેષ મહત્વ હોય છે. તે દરમિયાન દેવ સુઈ જાય છે. દેવઉઠી અગિયારસ પછી જ દેવ જાગે છે.

jay ambe navratri
jay ambe navratri

આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ પુરા થશે. તેના પછીના દિવસે અધિકમાસ શરુ થઇ જશે, જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર પછી 17 ઓક્ટોબરથી નવરાત્રી વ્રત રાખવામાં આવશે. ત્યાર પછી 25 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસ આવશે. તેની સાથે જ ચાતુર્માસ પુરા થશે. ત્યાર પછી જ શુભ કાર્ય જેવા કે લગ્ન, મુંડન વગેરે શરુ થશે.

પાલ બાલાજી જ્યોતિષ સંસ્થા જયપુરના નિર્દેશક જ્યોતિષાચાર્ય અનીશ વ્યાસે જણાવ્યું કે વિષ્ણુ ભગવાનની નિંદ્રામાં જવાથી આ કાળને દેવશયન કાળ માનવામાં આવે છે. ચાતુર્માસમાં નકારાત્મક વિચાર ઉભા થાય છે. આ માસમાં અકસ્માત, આત્મહત્યા વગેરે જેવી ઘટનાઓ વધુ થાય છે. અકસ્માતથી બચવા માટે માણસે ચાતુર્માસમાં એક જ સ્થાન ઉપર ગુરુ એટલે ઈશ્વરની પૂજા કરવાનું મહત્વ જણાવ્યું છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

ક્યારથી શરુ થશે નવરાત્રી :

17 ઓક્ટોબર 2020 (શનિવાર) –પ્રતિપ્રદા ઘટસ્થાપના

18 ઓક્ટોબર 2020 (રવિવાર) – દ્વિતીયા માં બ્રહ્મચારીની પૂજા

19 ઓક્ટોબર 2020 (સોમવાર) – તૃતીય માં ચંદ્રઘંટા પૂજા

20 ઓક્ટોબર 2020 (મંગળવાર) – ચતુર્થી માં કુશ્માંડા પૂજા

21 ઓક્ટોબર 2020 (બુધવાર) – પંચમિ માં સ્કંદમાતા પૂજા

22 ઓક્ટોબર 2020 (ગુરુવાર) – ષષ્ઠી માં કાત્યાયની પૂજા

23 ઓક્ટોબર 2020 (શુક્રવાર) – સપ્તમી માં કાલરાત્રી પૂજા

24 ઓક્ટોબર 2020 (શનિવાર) – અષ્ટમી માં મહાગૌરી દુર્ગા મહા નવમી પૂજા દુર્ગા મહા અષ્ટમી પૂજા

25 ઓક્ટોબર 2020 (રવિવાર) – નવમી માં સિદ્ધી દાત્રી નવરાત્રી પારણા વિનય દશમી

26 ઓક્ટોબર 2020 (સોમવાર દુર્ગા વિસર્જન)

પાંચ મહિનાના થશે ચાતુર્માસ :

લીપ વર્ષ હોવાને કારણે એવું બની રહ્યું છે. ચાતુર્માસ જે હંમેશા ચાર મહિનાના હોય છે, આ વખતે પાંચ મહિનાના હશે. 165 વર્ષ પછી લીપ ઈયર અને અધિકમાસ બંને જ એક વર્ષમાં આવી રહ્યા છે. ચાતુર્માસ હોવાથી લગ્ન, મુંડન, કર્ણ છેદન જેવા માંગલિક કાર્ય નહિ થાય. આ સમયગાળામાં પૂજા પાઠ, વ્રત ઉપવાસ અને સાધનાનું વિશેષ મહત્વ હોય છે. તે દરમિયાન દેવ સુઈ જાય છે.

jay ambe navratri
jay ambe navratri

દેવઉઠી અગિયારસ પછી જ દેવ જાગૃત થાય છે. આ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રાદ્ધ પુરા થશે. તેના પછીના દિવસે અધિકમાસ શરુ થઇ જશે, જે 16 ઓક્ટોમ્બર સુધી ચાલશે, ત્યાર પછી 17 ઓક્ટોબરથી નવરાત્રી વ્રત રાખવામાં આવશે.

એક જ છે અધિકમાસ અને મલમાસ :

અધિકમાસને જ મલમાસ કહેવામાં આવે છે કેમ કે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નહિ થાય. એટલા માટે આ મહિનો મલીન કહેવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ મલમાસને પોતાનું નામ પુરુષોત્તમ માસ આપ્યું છે. દર વર્ષે 24 અગિયારસ આવે છે પણ આ વર્ષે અધિકમાસને કારણે 26 અગિયારસ આવશે. અધિકમાસની પહેલી પુરુષોત્તમિ અગિયારસ 27 સપ્ટેબરના રોજ અને બીજી 13 ઓક્ટોમ્બરના રોજ આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.