આ 3 વસ્તુઓનું અપમાન કરવાનો અર્થ છે ભગવાનને દુ:ખ પહોંચાડવું, માણસનું બધું ધન નષ્ટ થાય છે

એક સારો વ્યક્તિ ખૂબ જ સમજી વિચારીને તેના જીવનમાં દરેક પગલું ભરે છે અને પૈસાની સાથે સાથે ઈજ્જત પણ કમાય છે. હંમેશાં પોતાની ઈજ્જતની વાત કરનારા લોકો તે વસ્તુઓથી પણ બચવા ઇચ્છે છે કે જેનાથી તેમના કમાયેલા પૈસા હંમેશાં જળવાઈ રહે. નારદપુરાણ અને શાસ્ત્રોનાં ઘણાં પુસ્તકોમાં, કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતા તમામ પુણ્યના કાર્યોનું ફળ એક જ ક્ષણમાં સમાપ્ત થાય છે.

આવું કોઈની પણ સાથે થઈ શકે છે, પછી ભલે તે શ્રીમંત હોય કે ગરીબ, તેથી આપણે કુદરત દ્વારા બનાવેલી દરેક વસ્તુનું માન રાખવું જોઈએ, ખાસ કરીને માનવજાતથી આ 3 વસ્તુઓનું અપમાન કર્યાનો અર્થ ભગવાનને દુખ પહોંચાડવા જેવો થાય છે, તેના સિવાય તે શું શું ગુમાવે છે તે તેની કલ્પના પણ નથી કરી શકતો.

આ 3 વસ્તુઓનું અપમાન કરવાનો અર્થ ભગવાનને દુખ પહોંચાડવા જેવો થાય છે

ગાયનું અપમાન

આ પ્રકૃતિની રચનામાં, ફક્ત માણસોએ જ નહીં પરંતુ દેવોએ પણ ગાયને વિશેષ દરજ્જો આપ્યો છે. પુરાણોમાં ગાયને નંદા, સુનંદા, સુરભી, સુશીલા અને સુમન કહેવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે કૃષ્ણ કથામાં સમાવિષ્ટ તમામ પાત્રોમાં ગાયનું પણ વિશેષ સ્થાન છે. ગાયને કામધેનુ અને ગૌ માતા માનવામાં આવે છે, ગાય દ્વારા જ મનુષ્યને દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર મળે છે.

બ્રહ્માંડ પંચતત્વથી બનેલું છે અને તે પાંચ તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છે અને આ પાંચ તત્વો ગાય વંશમાંથી મળેલા તત્વો દ્વારા પોષાય છે અને શુદ્ધ બને છે, તેથી ગાયને પંચતત્વોની માતા પણ કહેવામાં આવી છે. દેવી પુરાણ અને હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે લોકો ગાયનું અપમાન કરે છે તે ભગવાનનું સીધું અપમાન કરે છે અને તેનું પ્રાયશ્ચિત કરવાની તક પણ માણસને મળતી નથી.

તુલસીનો છોડ

વિષ્ણુપુરાણ અને હિન્દુ ધર્મમાં વર્ણવવામાં આવ્યું છે કે તુલસીનું અપમાન કરવું એ ભગવાનનું અપમાન કરવા સમાન છે. તુલસીનું સૌથી મોટુ અપમાન એ છે કે ઘરે તુલસીનો છોડ રાખીને પણ એની પૂજા ન કરવી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ છે તે સ્થાન દૈવીય દ્રષ્ટિએ પૂજનીય સ્થળ હોય છે અને તે ઘરમાં રોગનું આગમન થતું નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, તુલસી, જે ધાર્મિક કાર્યોમાં પૂજાય છે, તેના કરતાં વધારે ઔષધી તરીકે ઉપયોગી છે.

ગંગાજળ

હિન્દુ ધર્મમાં ગંગાનું આગમન સ્વર્ગમાંથી સીધું પૃથ્વી પર થયું અને એવું માનવામાં આવે છે કે માતા ગંગા પોતે ગંગા નદીની અંદર રહે છે. વિષ્ણુપુરાણ અને શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગંગાનું અપમાન કરે છે તેને તેના દ્વારા કરવામાં આવેલા બધા સારા કાર્યોના ફળ મળતા નથી. તેથી, માતાની જેમ પવિત્ર ગંગાજળનું સન્માન કરવું જોઈએ. તેનો ઉપયોગ ઘણી ધાર્મિક વિધિઓમાં પણ થાય છે.