આ 4 હીરો કાપી શકે છે બોલીવુડના ત્રણેય ખાનનું પત્તુ, નંબર 1 વાળાએ લગાવી દીધી છે હિટ ફિલ્મોની લાઈન

બોલીવુડમાં ત્રણ ખાન એવા છે જેની ફિલ્મો જોવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. સલમાન, આમીર અને શાહરૂખ ખાન છે બોલીવુડના એવા હીરો જેની ફિલ્મો બહાર પડતા પહેલા જ સુપરહિટ થઇ જાય છે અને આજે પણ સુપરહિટ થાય છે. મોટા પડદા ઉપર આ ત્રણ ખાનનો જાદુ ઘણા લાંબા સમયથી જળવાયેલો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ ત્રણ ખાનનો જાદુ ધીમે ધીમે ઓછો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે જ બોલીવુડમાં આવેલા થોડા એવા મોટા કલાકારો જે માત્ર અભિનયમાં જ નંબર વન નથી પરંતુ તેની ફિલ્મો દર્શકોને ખુબ પસંદ પણ આવી રહી છે.

હવે ફિલ્મોની બાબતમાં લોકોનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. એવું નથી કે તે મસાલા ફિલ્મો કે પછી ત્રણ ખાનને જોવાનું પસંદ નથી કરતા પરંતુ તેમને સમજાઈ ગયું છે કે આજકાલની જનરેશનના હીરો પણ કોઈથી પાછા પડે તેવા નથી, તો આવો એક નજર કરીએ એવા જ થોડા નામચીન અભિનેતાઓ ઉપર જેની ફેન ફોલોઈંગ ઓછી નથી અને એ કહેવું ખોટું નહિ હોય કે આવનારા સમયમાં તેઓ આ ત્રણ ખાનનું પત્તું કાપી શકે છે.

આયુષ્યમાન ખુરાના

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાનું. આયુષ્યમાન આજે બોલીવુડના સક્સેસફૂલ અભિનેતાઓ માંથી એક છે. અભિનેતા હોવા સાથે સાથે આયુષ્યમાન એક ઉત્તમ ગાયક પણ છે. આયુષ્યમાનની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘વિક્કી ડોનર’ હતી.

આ ફિલ્મ મોટા પડદા ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. પહેલી ફિલ્મથી જ આયુષ્યમાને દર્શકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું. આજે આયુષ્યમાનના નામે એકથી એક ચડીયાતી હીટ ફિલ્મો છે. તે એક પછી એક સતત હીટ ફિલ્મો આપી રહ્યા છે. આયુષ્યમાનના ખાતામાં બધાઈ હો, આર્ટીકલ ૧૫, ડ્રીમ ગર્લ અને બાલા જેવી સુપરહિટ ફિલ્મો છે.

રણવીર સિંહ

રણવીર સિંહ બોલીવુડના એક એવા અભિનેતા છે જે પોતાના બિંદાસ નેચર અને અભિનય માટે ઓળખાય છે. થોડા જ વર્ષોમાં રણવીર અભિનયના ઉસ્તાદ થઇ ગયા છે. તે પોતાના રોલમાં એવી રીતે ઢળી જાય છે કે સામે વાળા બસ તેનું પરફોર્મન્સ જોતા રહી જાય છે.

આજે રણવીરના દુનિયાભરમાં લાખો ફેંસ છે. તે વાતમાં કોઈ શંકા નથી કે બોલીવુડમાં તે સ્થાન ઉપર પહોચવા માટે રણવીરે ઘણી મહેનત કરી છે. આજે રણવીરના નામે ગલી બોય. બાજીરાવ મસ્તાની, બેંડ બાજા બારાત, પદમાવત, દિલ ધડકને દો જેવી સુપરહિટ ફિલ્મો છે અને આવનારા સમયમાં તે કપિલ દેવની બાયોપિક ૮૩માં જોવા મળવાનો છે.

વીકી કૌશલ

વીકી કૌશલ આમ તો ઘણા સમયથી બોલીવુડમાં હતા અને તેને સાચી ઓળખ ફિલ્મ ‘ઉરી’ માંથી મળી છે. વીકી કૌશલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા એવા કલાકાર છે જે પોતાના અભિનયનો જાદુ પાથરી ચુક્યા છે. વીકી કૌશલ ફિલ્મ ‘સંજુ’ માં જયારે સંજય દત્તના દોસ્ત બનીને સામે આવ્યા હતા ત્યારે તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા.

ત્યારપછી ફિલ્મ ઉરીની સફળતાએ તેમને ઘણા આગળ લાવી દીધા છે. હાલમાં જ તેની ઉપર ફિલ્માવવામાં આવેલુ ગીત ‘બડા પછતાઓગે’ ઘણું હીટ થયું છે, આજે વીકી પાસે મોટા મોટા પ્રોજેક્ટસ છે. એટલું જ નહી, સમાચારો તો ત્યાં સુધી છે કે તે બોલીવુડની ટોપ હિરોઈન કેટરીના કેફને તે ડેટ કરી રહ્યા છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ બોલીવુડના એક જાણીતા અભિનેતા છે. તે હજુ સુધી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરી ચુક્યા છે. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ અને ‘જજમેંટલ હે ક્યાં’ એ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી હતી. રાજકુમાર રાવને આજે દુનિયાભરમાં લોકો ઓળખે છે. થોડા જ દિવસોમાં તેમણે ઘણી ખ્યાતી અને પૈસા કમાઈ લીધા છે.

આજે પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માટે રાજકુમાર રાવની પાછળ ડાયરેક્ટર્સની લાંબી લાઈન લાગેલી રહે છે. એટલી સફળતા પ્રાપ્ત કર્યા પછી રાજકુમાર રાવ ઘણા ડાઉન ટુ અર્થ છે અને ઘણું સામાન્ય જીવન જીવવામાં રસ ધરાવે છે. સમાચારો મુજબ તો રાજકુમાર રાવ હાલના દિવસોમાં પત્રલેખાને ડેટ કરી રહ્યા છે. રાજકુમારના નામે સીટી લાઈટસ, શાદી મેં જરૂર આના, મેડ ઈન ચાઈના, બરેલી કી બરફી જેવી ફિલ્મો નોંધાયેલી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.