આ 4 જગ્યાએ ઘર વાળાઓ સાથે જરૂર જાવ ફરવા, અહીં આધ્યાત્મ પણ છે અને મસ્તી પણ

તમે તમારા પરિવારને એક સાથે ક્યાંક ફરવા લઈ જવાનું વિચારો છો, તો સૌથી પહેલા તમને આ વાત માટે ધન્યવાદ આપવા જોઈએ. સમય બદલાઈ ગયો છે. જૂની પેઢી પાસે નવી પેઢી સાથે જોડાવા કોઈ વિષય બચ્યો જ નથી, અને નવી પેઢીને જૂની પેઢીની કોઈ વાતમાં દિલચસ્પી રહી જ નથી.

આવી અજીબ સ્થિતિમાં અંદરો અંદર પ્રેમ જાળવી રાખવા માટે ફરવા જવું એ એક સરસ ઉપાય છે. જો તમે એક સાથે ફરવા જવા માંગો છો તો તમને ૩ ફાયદા તો એમજ થઈ શકે છે. એક તો એકબીજા સાથે જોડાવાનો મોકો મળે છે. અંદરોઅંદર સંબંધોમાં સુધારો થાય છે. જીવનભર માટે મીઠી યાદો અને દિલચસ્પ કહાનીઓ મળે છે. જો પરિવારમાં કોઈ નવું સભ્ય સામેલ થયું છે, તો સાથે ફરવા જવાનું અને બધાને ઓળખવું, પરિવાર સાથે હળી મળી જવું નવા સભ્ય માટે એકદમ સરળ થઈ જાય છે.

પરિવારમાં બધાને એક સાથે ફરવા લઇ જવું એ કોઈ સરળ વાત નથી. ફરવાના મામલામાં નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધ લોકોની પોતાની અલગ પસંદ હોય છે. આવામાં ફરવા જવા માટે કોઈ એક જગ્યા નક્કી કરવી ઘણી અઘરી છે પણ, હવે નહીં. અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવી ખાસ જગ્યાઓ જ્યાં ધમાલ મસ્તી પણ થશે અને અધ્યાત્મ પણ થશે. તો ચાલો શરૂ કરીએ.

પુષ્કર :

રાજસ્થાનમાં જો તમને ક્યાંય દેશી અને વિદેશી સભ્યતાનું મિલન જોવા મળે તો તે પુષ્કરમાં જોવા મળશે. પહાડોથી ઘેરાયેલ આ અધ્યાત્મિક શહેરની હવામાં કોઈક એવી વાત છે, જે મિલો દૂરથી વિદેશી સહેલાણીઓ અહીંયા માત્ર ફરવા જ નથી આવતા અમુક તો અહીંયા વસી પણ જાય છે.

પુષ્કરને તીર્થરાજ પણ કહેવામાં આવે છે. અહીંયા સવારની શરૂઆત ભારતના એકમાત્ર બ્રહ્મા મંદિરના મંત્રોચ્ચારથી થાય છે, જ્યારે વરાહઘાટ પર થનાર પ્રસિદ્ધ આરતી સાથે સાંજની વિદાય કરવામાં આવે છે. જો તમે મંદિરોમાં દિલચસ્પી રાખો છો, તો અહીંયા ૫૦૦ મંદિર બન્યા છે.

પણ જો ખાસ મંદિરોની વાત કરીએ તો તે આ બ્રહ્મા મંદિર સિવાય નજીકમાં આવેલ રત્નાગીરી પર્વત પરનું સાવિત્રી મંદિર છે જ્યાં તમે દર્શન કરવા જઈ શકો છો.જેને મંદિર માં દર્શન કરવા છે તે દર્શન કરી લે અને જેને કુદરતી નજારો જોવાનો શોખ છે, તે પહાડીઓ પર હૈકિંગ માટે પણ જઈ શકે છે.

જો તમે ભારતીય છો તો તમને જાણીને નવાઈ લાગશે કે, પુષ્કરમાં એક મંદિર એવું પણ છે જ્યાં અંગ્રેજોને પણ અંદર જવા દીધા નહોતા. આ મંદિરનું નામ છે રંગજીનું મંદિર. પુષ્કર સરાફા બજારથી ખરીદી કરી સમય મળે તો નજીકમાં જ આ મંદિર જઈ તેની વાર્તા જાણી લેજો જે ઘણી દિલચસ્પ છે

આકર્ષણ :- કાલાબેલિયા નાચ, હોટ એયર બલૂન રાઈડ, ઇઝરાઈલી કેફે, બ્રહ્મા મંદિર.

ઋષિકેશ :

યોગ અને અધ્યાત્મ માટે આખી દુનિયામાં જાણીતા ઋષિકેશને કોણ નથી જાણતું. વિકેન્ડની રજાઓ હોય કે થોડો સમય શહેરની ભીડથી દુર વિતાવવો હોય, આસપાસના રાજ્યો જેવા કે દિલ્હી, પંજાબ, રાજસ્થાનના લોકો પોતાની ગાડીઓ લઈને ગંગા કિનારે વસેલ આ કસ્બામાં પહોંચી જાય છે.

જો તમારા પરિવારમાં રોમાંચના શોખીન લોકો છે, તો રિવર રાફટિંગ, બંજી જમ્પિંગ, ફ્લાઈંગ ફોક્સ, ક્લિક ડાઇવિંગ જેવી રોમાંચક રમતોથી ફુરસત નહિ મળે. ઋષિકેશમાં આના ટ્રેઈન લોકો ઘણી સુરક્ષાની વ્યવસ્થા સાથે રાફટિંગ કરાવે છે. આથી ડરવાની પણ કોઈ જરૂર નથી.

અઘ્યાત્મમાં રુચિ રાખવાવાળાને અહીંયા બનેલ ધ્યાન અને યોગ કેન્દ્રોમાં ઘણી શાંતિ મળશે. ગંગા કિનારે ત્રિવેણી ઘાટમાં ડૂબકી લગાવી સાંજે મહા આરતી જોવાનું પણ અલગ જ સુખ છે. અહીંયા રોકાઈને સારામાં સારી હોટલથી માંડીને સસ્તા તંબુઓ સુધી બધું જ સરળતાથી મળી રહે છે.

આકર્ષણ :- યોગ, ધ્યાન, વોટર સ્પોર્ટસ, રાફટિંગ, લક્ષ્મણ ઝુલા, કેંપિંગ.

હમ્પી :

કોઇ જમાનામાં હમ્પી ભારતનું સૌથી અમીર સામ્રાજ્ય વિજયનગરનું એક ગામ હતું. પરિવાર સાથે ફરવાના સ્થળ તરીકેના નજરે જોવામાં આવે તો હમ્પી તમને ઘણું ગમશે કેમકે આ ખુબજ શાંત જગ્યા છે.

તુંગભદ્રા નદીના કિનારે વસેલ હમ્પીમાં તમને દૂર દૂર સુધી ખીણ અને પહાડીઓ જોવા મળશે. જો તમારા પરિવારમાં કોઈને રોક કલાઇબિંગનો શોખ છે, તો તે અહીંયા પૂરો કરી શકાય છે. નદીના બીજા કિનારે જશો તો તમે અનેગુંડી નામની હિપ્પીયોની વસ્તીમાં પહોંચી જશો. નજીકમાં જ સનાપુર ઝરણામાં કોરેકલ હોડીમાં બેસી બધા પરિવારજનો સાથે બેસી સફર કરી શકાય છે.

પરિવારના જે લોકોને મંદિર, ઐતિહાસિક જગ્યા અને પૌરાણીક વાર્તાઓમાં રસ હોય તેમના માટે અહીંયા મોજ છે. અહિયાનું ૫૦ મીટર ઊંચું વિરૂપાક્ષ મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે. સાંજે પરિવારજનો સાથે માતંગા હિલ પર પહોંચી જાવ જ્યાંથી ડૂબતા સુરજનો નજારો તમારું દિલ જીતી લેશે.

આકર્ષણ :- મંદિરના અવશેષો, હાથીઓનો તબેલો, ક્લિફ જમ્પિંગ, રોક કલાઈબિંગ.

મહાબળેશ્વર :

મુંબઈથી આશરે ૨૬૦ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વતોની હરિયાળી વચ્ચે મહાબળેશ્વર વસેલું છે. સ્ટ્રોબેરીના બગીચા માટે જાણીતા મહાબળેશ્વરમાં જો રોમાંચ અને મોજ મસ્તી કરવી છે તો લિંગમાલા ઝરણાં સુધી ટ્રેકિંગ કરી જઈ શકો છો.

ઝરણાં જોવા છે તો ચોમાસાની મોસમમાં જાવ, સાથે જ કંઈક સરસ ખાવાનું લઈ જાવ તો તમારા પરિવાર માટે પીકનીક જેવું થઈ જશે.

અહીંયાંથી ૨૫ કિલોમીટર દૂર વાદીઓથી ઘેરાયેલ પ્રતાપગઢ કિલ્લો છે, જે કોઈક જમાનામાં મરાઠા સામ્રાજ્યનું ખાસ ગઢ માનવામાં આવતું. ૫ કિલોમીટર દૂર રાજપુરીની રહસ્યમયી ગુફાઓ છે જેમાં ભગવાન કાર્તિકેયનું મંદિર પણ છે. તો રોમાચ સાથે અધ્યાત્મ પણ મળી જશે. સાંજે બધા વિલ્સન પોઇન્ટ પહોંચી જાવ, જ્યાંથી ડૂબતા સુરજ સાથે નારંગી આકાશ તમે કેમેરામાં કેદ કરી શકો છો.

આકર્ષણ :- વેના ઝરણાં પર શિકારાની સવારી, પ્રતાપગઢ કિલ્લો, મહાબળેશ્વર શિવ મંદિર, રાજપુરીની ગુફાઓ, વેલિન્ગ્તન પોઇન્ટ, કનોટ પિક.

તો કેવી લાગ્યુ આ ચાર ખાસ જગ્યાઓ વિશે જાણીને, જ્યાં તમે નિશ્ચિત થઈને પરિવાર સાથે રજાઓનો આનંદ માણી શકો છો. જો તમે આ જગ્યાઓ પર ફરી આવ્યા છો તો નીચે કોમેન્ટ બોક્સમાં તેના અનુભવ લખીને જણાવો.

આ માહિતી રાજીવ દિક્ષિતજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.