આ 5 ભારતીય ક્રિકેટર્સ નો ‘પહેલો પ્રેમ’ રહી ગયો હતો અધૂરો, કોઈની થઇ ગઈ મૃત્યુ તો કોઈએ આપ્યો દગો

પ્રેમથી કોઈ બચી શકતું નથી. તે એક ના એક દિવસે બધાને પોતાની ઝપટ માં લઈને જ રહે છે. સામાન્ય માણસ હોય કે સેલીબ્રિટી બધા તેની ઝપટમા આવી જાય છે. પણ દરેક સબંધની એક ઉંમર હોય છે. કોઈ સબંધ જીવનભર ચાલે છે તો અમુક સબંધ નાની ઉંમરમાં જ ખલાશ થઇ જાય છે. જો વ્યક્તિને છેલ્લા શ્વાસ સુધી ચાલનારો પ્રેમ મળી જાય તો તે સૌથી નસીબદાર હોય છે. કેમ કે સમયપસાર કરનારા લોકોનો અનેક મળી જાય છે પણ સાચો પ્રેમ કરનારા ઓછા.

પણ કશું કહી શકાતું નથી કે ક્યારે કોનો સબંધ તૂટી જાય. ઘણા સબંધો લાંબા સમય ચાલવા છતાંપણ લગ્નના પડાવને પાર નથી કરી શકતા અને ઘણા લોકો બસ થોડા મહિનાની જ ઓળખથી જ એક બીજાના જીવન સાથી બનાવવાનો નિર્ણય કરી લે છે. આજે અમે ભારતીય ક્રિકેટના એ સિતારા વિષે વાત કરીશું જેમને પ્રેમ તો કર્યો પણ લગ્ન ના સ્થાન સુધી ન પહોચી શક્ય. તેમની પહેલી પ્રેમ કથા અધુરી રહી અને પાછળથી લગ્ન કોઈ બીજા સાથે થઇ ગયા.

 

જાહિર ખાન-ઈશા શેરવાની

ટીમ ઇન્ડીયાના પહેલાના સ્ટાર બોલર જાહિર ખાન બોલીવુડ અભિનેત્રી ઈશા શેરવાની સાથે લગભગ 8 વર્ષ સબંધોમાં હતા. ઈશાનું નામ બોલીવુડની સુંદર હસીનાઓમાંનું એક હતું. તે ‘ગુડ-બેડ બોય’ અને ‘લક બાય ચાન્સ’ જેવી ફિલ્મોમાં જોવામાં આવેલ છે. ૨૦૧૧ વર્ડકપ દરમિયાન અંદાઝ લગાવવામાં આવતો હતો કે બન્ને લગ્ન કરી લેશે. પાછળથી સમાચાર આવ્યા કે બન્નેના સબંધો તૂટી ગયા. આમ તો જાહિર ‘ચક દે ગર્લ’ સાગરિકા ઘાટકે સાથે લગ્ન કરવા જઈ રહેલ હતા. બન્નેની સગાઈ થઇ ગયેલ છે.

ઈરફાન ખાન – શિવાંગી

ઈરફાનને બેચલહુડ માં છોકરીઓ ખુબ પસંદ કરતી હતી. ઈરફાનને ભારતીય ટીમના ઓલ રાઉન્ડર કહેવામાં આવતા હતા. જયારે તે ઓસ્ટ્રેલીયા માં હતા ત્યારે ૨૦૦૩ માં તેમની મુલાકાત શિવાંગી નામની એક છોકરી સાથે થઇ. બન્ને રીલેશનશીપમાં આવ્યા અને સબંધ લગભગ ૧૦ વર્ષ ચાલ્યો. પણ બન્નેનો બ્રેકઅપ થઇ ગયો અને પાછળથી વર્ષ ૨૦૧૬ માં ઈરફાને સફા બેગમ સાથે લગ્ન કરી લીધા. જેઓ મક્કા માં મોડલ અને જર્નલીસ્ટ પણ છે.

યુવરાજ સિંહ – કીમ શર્મા

ભારતીય ટીમના જોરદાર બેટસમેન યુવરાજ સિંહ નું નામ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ગયેલ છે. પણ ફિલ્મ ‘મહોબ્ત્તે’ ની હિરોઈન કિમ શર્મા સાથે તેનું રીલેશન ૪ વર્ષ સુધી ચાલ્યું હતું. તે સમયે કહેવામાં આવતું હતું કે બન્ને લગ્ન કરી લેશે પણ એવું થયું નહી. તેમનો બ્રેકઅપ થઇ ગયું અને પાછળથી યુવરાજ ૨૦૧૬ માં બ્રિટીશ મોડલ હેજલ કીચ સાથે લગ્ન બંધન માં બંધાઈ ગયા. હેજલ ફિલ્મ ‘બોડીગાર્ડ’ માં કરીનાની બહેનપણી ની ભૂમિકા નિભાવી ગયેલ છે.

રવી શાસ્ત્રી – અમૃતા સિંહ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને પહેલાના ક્રિકેટર રવી શાસ્ત્રી અને બોલીવુડ અભિનેત્રી અમૃતા સિંહ ના અફેયર ના સમાચાર બન્નેના યુવાનીના દિવસોમાં જોર શોર થી ઉપર હતા. કહેવામાં આવે છે કે બન્નેની સગાઈ પણ થઇ ગઈ છે. આમ તો થોડા દિવસો પછી બન્નેના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા. પાછળથી અમૃતાએ પટોડી કુટુંબના કુવર સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને રવીએ ઋતુ સાથે લગ્ન કરી લીધા.

મહેન્દ્ર સિંહ ધોની – પ્રિયંકા

માહી અને પ્રિયંકા ની લવ સ્ટોરી સૌથી વધુ ટ્રેજીક છે. કેરીયુંઅરની શરૂઆતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રિયંકા નામની એક છોકરીને પોતાનું દિલ આપી દીધું હતું. આ વાતનો ખુલાસો તેમની બાયોપીક ‘માહી-દ અનટોલ્ડ સ્ટોરી’ માં થયેલ. જણાવવામા આવે છે કે એક કાર અકસ્માતમાં પ્રિયંકાનું મૃત્યુ થઇ ગયા પછી માહી ઘણો તૂટી થયો હતો. પ્રિયંકાના મૃત્યુ સાથે જ તેની લવ સ્ટોરી પણ પૂરી થઇ ગઈ. પછી તેના જીવનમાં સાક્ષી આવી અને વર્ષ ૨૦૧૦ માં બન્નેએ લગ્ન કરી લીધા.