શરીર સાથે સાથે કાન ની સફાઈ પણ ઘણી જરૂરી હોય છે, લોકો હંમેશા પોતાના શરીર ને સાફ કરી લે છે, પરંતુ કાન સાફ કરવાનું ભૂલી જાય છે. કાન સાફ ન રહેવા થી માણસને જાત જાત ની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. કાનની સફાઈ ન કર મોટી બીમારીને પણ આમંત્રણ આપી શકે છે. કાનની સફાઈ ન કરવા થી અંદર મેલ જામી જાય છે પછી એક દિવસ કાનમાં દુખાવાની સમસ્યા થઇ જાય છે.
તનાથી ઈયર ઇન્ફેકશન થવાનો ભય પણ ઉભો થાય છે. વધુ મેલ જામવા થી આપણેને સાંભળવામાં પણ તકલીફ થાય છે અને ક્યારે ક્યારે તો અસહ્ય દુ:ખાવા નો અહેસાસ થાય છે. જો તમારા કાનમાં દુ:ખાવો રહે છે કે તમારે પણ તમારા કાન ની સફાઈ લાંબા સમય થી નથી કરી તો આજે અમે તમને કાન સાફ કરવા નો એક સરળ ઉપાય જણાવીશું, આ ઉપાય ને અજમાવી વધુ પૈસા ખર્ચ કર્યા વગર તમે તમારા કાન ની સફાઈ કરી શકો છો.
આવી રીતે કરો કાનની સફાઈ :-
આ ઘરેલું નુસખા માટે તમારે બે વસ્તુની જરૂર પડશો. પહેલા લાલ મરચા અને બીજું સરસીયાનું તેલ. સૌથી પહેલા તમે લાલ મરચું કાપીને બધા બી કાઢી લો. જયારે બીજ નીકળી જાય ત્યારે કોઈ વાસણમાં સરસીયાનું તેલ ગરમ કરી લો અને તેલને મરચામાં નાખી દો. તેલને મરચામાં નાખ્યા પછી તે મરચાથી તમારા તમારા કાનમાં તેલ ઠંડુ થયા પછી રેડો. તેલ નાખવાના થોડા સમય પછી કાનને નીચે કરીને સુઈ જાવ. એવું થોડા દિવસ સતત કરો અને જયારે મેલ ઢીલો થઇ જાય તો તેને ઈયરબડથી કાઢી લો. તે ઉપરાંત થોડી રીતો છે. જે અપનાવીને તમે કાન નો મેલ સાફ કરી શકો છો.
પહેલી રીત :-
બેબી ઓઈલની મદદથી પણ કાનનો મેલ સાફ કરી શકાય છે. તેના માટે સૌથી પહેલા તમે બેલી ઓઈલના થોડા ટીપા કાનમાં નાખીને રૂ લગાવી દો. તે તમારા કાનમાં જામેલા વેક્સને થોડી વારમાં જ નરમ કરી દેશે. જેથી વેક્સ સરળતાથી બહાર આવી જશે.
બીજી રીત :-
હાઈડ્રોજન પેરાઓક્સાઈડ અને પાણીના થોડા ટીપા સરખા પ્રમાણમાં લઇને તેને કાનમાં નાખી દો, જ્યારે કાનમાં તે સારી રીતે જતા રહે ત્યારે થોડી વાર રાખ્યા પછી કાનને ફેરવો. જેથી પાણી બહાર આવી જાય. પરંતુ ધ્યાન રાખશો હાઈડ્રોજન પેરાઓક્સાઈડનું પ્રમાણ ૩ ટકાથી વધુ ન હોવું જોઈએ. આ પ્રયોગથી પણ કાનનો મેલ સરળતાથી નીકળી જાય છે.
ત્રીજી રીત :-
જેતુનના તેલથી પણ કાનનો મેલ કાઢી શકાય છે. તેના માટે તમારે રાત્રે સુતી વખતે જેતુનના તેલના થોડા ટીપા તમારા કાનમાં નાખવાના રહેશે. લગભગ ૩ થી ૪ દિવસ એમ કરવાથી કાનનો મેલ નરમ થઇ જશે અને વેક્સ સરળતાથી બહાર આવી જશે.
એટલા માટે જો તમે પણ કાનના દુ:ખાવાથી દુ:ખી છો અને મેલ કાઢવા માગો છો? તો આ રીત જરૂર અજમાવો. આ રીતોથી તમે તમારા કાનમાં જામેલા મેલને સરળતાથી કાઢી શકો છો. આશા રાખીએ કે આ નુસખા તમને પસંદ આવ્યા હશે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.