આ 5 ટીવી એકટ્રેસની રિયલ લાઈફમાં છે સગી બહેનો, શિવાંગી જોશીની બહેન છે પ્રખ્યાત અભિનેત્રી.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચડીયાતી અભિનેત્રીઓ રહેલી છે, આ અભિનેત્રીઓ અભિનયની દ્રષ્ટીએ જ નહિ પરંતુ સુંદરતાની દ્રષ્ટીએ પણ લાખો લોકોના દિલ ઉપર રાજ કરી રહી છે. પરંતુ ઘણા લોકો તે વાતથી અજાણ છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા વાળી અમુક પ્રસિદ્ધ અભિનેત્રીઓ અંદરો અંદર બહેનો છે. તેવામાં આજની આ પોસ્ટમાં અને તમને ટીવી જગતની આ અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે રીયલ લાઈફમાં બહેનો છે.

રાગીની ખન્ના અને આરતી સિંહ :-

રાગીની ખન્નાએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૮માં કરી હતી. સૌથી પહેલા તેમણે ‘રાધા કી બેટીયા કુછ કર દિખાયેગી’ માં કામ કર્યું હતું. ત્યાર પછી તેને સ્ટાર પ્લસના શો ‘સસુરાલ ગેંદા ફૂલ’ માં કામ કરવાની તક મળી. આ સીરીયલે તેને ઘર ઘરમાં ફેમસ કરી દીધી હતી. હાલમાં જ આવેલી તેની વેબ સીરીઝ ‘પોષમ પા’ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ટીવીની આ હિરોઈન આરતી સિંહ રાગીની ખન્નાની કાકાની દીકરી બહેન છે.

જુહી પરમાર અને દિશા પરમાર

જુહી પરમાર સીરીયલ ‘કુમકુમ’ માં કુમકુમનું પાત્ર નિભાવીને ફેમસ થઇ હતી. જુહીએ ટીવી કલાકાર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ ૨૦૧૮માં તેમના છૂટાછેડા થઇ ગયા. જુહી દેશના સૌથી મોટા રીયલીટી શો ‘બીગ બોસ’ની વિજેતા પણ રહી ચુકી છે. પરંતુ શું તમે જાણો છો કે ટીવી હિરોઈન દિશા પરમાર અને જુહી પરમાર સંબંધમાં બહેનો છે?

શફક નાઝ અને ફલક નાઝ

ફલક નાઝ ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી હિરોઈન છે. ફલક નાઝ ઘણી પ્રસિદ્ધ ટીવી સીરીયલોમાં કામ કરી ચુકી છે. ફલક કલર્સની સુપરહિટ સીરીયલ ‘સસુરાલ સીમર કા’ માં જાહનવીનું પાત્ર નિભાવી ચુકી છે. ફલક નાઝ ટીવીહિરોઈન સફક નાઝની નાની બહેન છે. બંને બહેનો ઘણા સમયથી અભિનય ક્ષેત્રમાં સક્રિય છે.

શિવાંગી જોશી અને સનાયા ઈરાની

શિવાંગી જોશી સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં જોવા મળે છે. તેમાં તે નાયરાનું પાત્ર નિભાવી રહી છે. ૨૦ વર્ષની શિવાંગી દેખાવમાં ઘણી સુંદર છે અને આટલી નાની ઉંમરમાં ટીવીની ટોપ હિરોઈન બની ગઈ છે. અને સનાયા ઈરાની પણ નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. સનાયાએ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’ સીરીયલમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તમને જાણીને નવાઈ થશે કે સનાયા અને શિવાંગી કાકાની દીકરી બહેનો છે.

રોશની ચોપડા અને દિયા ચોપડા

રોશની ચોપડાનું નામ ટીવીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાં સામેલ રહ્યું છે. રોશની કાલ્પનિક શો એટલે સિરીયલથી વધુ રીયાલીટી શો માં જોવા મળી રહી છે. રોશની ચોપડા આઈપીએલને પણ હોસ્ટ કરી ચુકી છે. હાલના દિવસોમાં તે ટીવી ઉપર નથી, જોવા મળી રહી પરંતુ ફેંસ તે પાછી આવે તેની રાહ જોઈ રહ્યા છે. રોશની ચોપડાની એક સુંદર બહેન પણ છે. જેનું નામ દિયા ચોપડા છે. દિયા પણ ટીવીની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. દિયા ‘ના આના ઇસ દેશ લાડો’ અને ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ જેવી સીરીયલમાં કામ કરી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.