આ 5 વૃદ્ધ ઉંમરને પાછળ મૂકી દેનાર, જે દોડી રહ્યા છે, નાચી રહ્યા છે અને રેકોર્ડ પણ બનાવી રહ્યા છે.

૯૦ વર્ષની ઉંમર એટલે જીવનનો એ પડાવ જયારે લોકો માની જ લે છે કે શરીર નબળું છે અને થાકી જાય છે. પરંતુ ૧૦૮ વર્ષની ઉંમરમાં મેરાથનમાં દોડીને ફૌજા સિંહ તે વિચારને ખોટો સાબિત કરે છે. આજે દુનિયામાં હેલ્થ માટે બધા ખુબ સાવચેત થઇ ગયા છે, તે સમયે જાણો ૯૦ વર્ષની ઉંમર ઉપર પોતાને ફીટ રાખવા વાળા વ્યક્તિઓ વિષે.

૧. ફૌજા સિંહ : દોડતા દોડતા ઉંમરને પાછળ રાખી, જાહેરાતમાં ડેવિડ વેહકમને કરી રિપ્લેસ

દુનિયાના સૌથી ઘરડા મેરાથન રનરનો રેકોર્ડ ૧૦૮ વર્ષના ફૌજા સિંહ પાસે છે, તેમને રનીંગ બાબા અને શીખ સુપરમેન જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

પંજાબમાં જન્મેલા ફૌજા સિંહ હાલમાં લંડનમાં રહે છે અને ઘણા ઇન્ટરનેશનલ મેરાથન જીતી ચુક્યા છે.

તેમણે દોડની શરુઆત ૮૯ વર્ષની ઉંમરથી કરી જયારે સામાન્ય રીતે લોકો થાકી હારીને બેસી જાય છે.

લંડનમાં તેમની પ્રસિદ્ધીને કારણે ૨૦૦૪ માં સ્પોર્ટ્સ બ્રાંડ એડીડાસએ પ્રસિદ્ધ ફૂટબોલર ડેવિક બેહકમને દુર કરીને તેમને પોતાની કંપનીના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા.

ફૌજા સિંહ સંપૂર્ણ શાકાહારી છે અને દરરોજની દોડવાનું તેમની ફીટનેશ સિક્રેટ છે. તેને પેટા એ પોતાના કેમ્પેનમાં સામેલ કરી લીધા છે.

તે ડાયટમાં પાણી, ચા અને આદુનો વધુ ઉપયોગ કરે છે અને પરોઠા, પકોડા, ભાત, સ્મોલીંગ અને આલ્કોહોલથી દુર રહે છે.

૨૦૧૫ માં બ્રિટીશ ઈંપાયર મેડલ સહીત ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૮૦૦ અને ૩ હજાર મીટરની દોડ જીતી ચુક્યા છે.

૨. ભાનુમતી રાવ : ફરકતા પગ સાથે બીમારીઓને દુર રાખવા વળી નૃત્યાંગના

૯૪ વર્ષની નૃત્યાંગના ભાનુમતી રાવ માટે નૃત્ય જ વર્કઆઉટ છે. કેરલમાં જન્મેલી ભાનુમતી કથકલી અને ભરતનાટ્યમમાં પારંગત છે અને સ્ટેજ ઉપર પરફોર્મેન્સ આપવાની પરંપરા આજે પણ ચાલુ છે.

ભાનુમતી એ વિદેશોમાં ભરતનાટ્યમ અને કથક શીખવવાની શરુઆત પણ કરી અને હંમેશા ત્યાં પરફોર્મેન્સ આપવા પણ જાય છે. તેની શરુઆત નાની ઉંમરમાં થઇ હતી.

ભાનુમતી રાવની દીકરી કૃષ્ણ પણ એક જાણીતી કલાકાર છે. માયા કૃષ્ણાના જણાવ્યા મુજબ, એમની માં એક નૃત્યાંગના હોવા સાથે થિયેટરમાં આર્ટીસ્ટ અને પેન્ટર પણ છે.

ભાનુમતીના જણાવ્યા મુજબ તે અઠવાડિયામાં એક દિવસ પોતાના મિત્રો સાથે ડાંસ જરૂર કરે છે.

તે ખાવામાં સાદું ભોજન લેવાનું પસંદ કરે છે અને પોતાને સક્રિય રાખવા માટે ઘરના કામને જાતે જ કરવાનું પસંદ કરે છે.

૩. મન કૌર : ભાલા ફેંક પ્રતિયોગીતામાં બનાવ્યો ગિનીજ બુક ઓફ રેકોર્ડ :-

પંજાબમાં જન્મેલી મન કૌરની ઉંમર ૧૦૩ વર્ષ છે અને વર્ડ માસ્ટરમાં રમતમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી વૃદ્ધ એથલિટ છે. તેમણે ૧૦૦ મીટરની રેસને ૭૪ સેકન્ડમાં પૂરી કરી હતી.

ઓકલેન્ડના ટ્રસ્ટ સ્ટેડીયમમાં થયેલા શોટપુટ અને જેવેલીનમાં મન કૌર સામેલ થઇ હતી. જેવેલીનમાં તેમણે ગિનીજ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો.

મન કૌર શાકાહારી છે અને દરરોજ સવારે નાસ્તામાં કેફીર અને રોટલી ખાય છે. ફેકીર એક જાતનું ફર્મેટેડ દૂધ હોય છે. તે જાડા અનાજ અને ઘઉં માંથી રીયર રોટલી ખાય છે.

મન કૌર આજે પણ સવારે ૪ વાગ્યે ઉઠે છે અને કસરત કરે છે. પોતાના કામ જાતે જ કરે છે.

એક દિવસ છોડીને રેગ્યુલર ૨૦ કી.મી દોડે છે અને અપર બોડી વર્કઆઉટ માટે જીમ જાય છે.

મન કૌરના જણાવ્યા મુજબ તેમણે દોડવાની શરૂઆત ૨૦૦૯ થી કરી, જયારે તેમની ૭૯ વર્ષના દીકરા ગુરુદેવ સિંહ એ તેમને તેના માટે આગ્રહ કર્યો. જે પોતે પણ એક એથલીટ છે.

૪. યેશી ઢોડેન : પોતે પણ સ્વસ્થ અને બીજાને તંદુરસ્ત બનાવવાનું ધ્યેય :-

યેશી ઢોડેનની ઉંમર ૯૨ વર્ષ છે અને તેને કેન્સરની દવા બનાવવા માટે ઓળખવામાં આવે છે. ઉંમરના આ પડાવ ઉપર પણ ધર્મશાળાના મેકલોંડગંજ આવેલા દવાખાને દરરોજ ૪૦ દર્દીને તપાસે છે.

તેમને પદ્મશ્રીથી સન્માનવામાં આવી ચુક્યા છે. તેમના જીવનનું ધ્યેય બીજાને તંદુરસ્ત રાખવું છે. યેશી ઢોડેન સાદા જીવનને મહત્વ આપે છે.

યેશી ઢોડેનને તપાસ માટે એક્સરે નહિ પરંતુ તેના ધબકારા તપાસી અને પેશાબ જોઈને જ રોગ જણાવી આપે છે.

તે આયુર્વેદિક ઔષધી માંથી વિશેષ પ્રકારની દવા બનાવે છે, જે વધતી કેન્સર કોશિકાઓની સંખ્યાને ઘટાડે છે.

યેશી ઢોડેન ૬ વર્ષની ઉંમરમાં જ મઠમાં જોડાઈ ગઈ હતી અને ૧૧ વર્ષની ઉંમરમાં ચકપોરી ઇન્સ્ટીટયુટ પગ તિબ્બતન મેડીસીન સાથે જોડાયા અને ૯ વર્ષ સુધી દવાઓનો અભ્યાસ કર્યો.

૫. કેન તનાકા : ગણિતના પ્રશ્નોને હલ કરી મગજને રાખે છે એક્ટીવ

કેન્સરને હરાવનારી જાપાનની ૧૧૬ વર્ષની કેન તનાકા દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા છે. ગિનીજ વર્ડ રેકોર્ડ એ તેને તે એવોર્ડ પણ આપી ચુક્યા છે.

તે ખાવા પીવા ઉપર વધુ ધ્યાન આપે છે. ડાયટમાં ભાત, નાની માછલી અને સૂપ લે છે. તે ઉપરાંત તે મોટા પ્રમાણમાં પાણી પીવે છે.

તનાકાના જણાવ્યા મુજબ તેની લાંબી ઉંમરનું રહસ્ય ખાવા પીવાની ટેવ છે. મોઠાઈઓ ઉપરાંત તેને કોફી પીવી વધુ પસંદ છે.

તે રોજ સવારે ૬ વાગ્યે ઉઠી જાય છે અને ગણિતના પ્રશ્નો કરે છે. તેને ખાસ કરીને બોર્ડ ગેઈમ ઓથેલો રમવું પસંદ છે.

કેનની મોતિયાબિંદ અને કોલેસ્ટ્રોલ કેન્સરને કારણે સર્જરી પણ થઇ છે. કેન્સર થયા પછી પણ મૃત્યુને હરાવનારી કેનને બોર્ડ ગેમ ઓથેલો એટલી પસંદ છે કે તે હવે તેની એક્સપર્ટ બની ગઈ છે. ઘણી મુશ્કેલીથી જ પરિવારના કોઈ સભ્ય તેને હરાવી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.